ખેડૂતો માટે નાણાંકીય સહાયતા વધારવાની જાહેરાત
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ વિધાનસભાની ચૂંટણી પહેલા કૃષિ લોન માફ કરવાનુ વચન આપ્યુ હતુ. આ ઉપરાંત સરકારે રાયતું બંધુ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાંકીય સહાયતા વધારવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ દરેક રાજકીય પક્ષ ખેડૂત વર્ગ અને જાહેર જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેલંગાણાની કેસીઆર સરાકર રાયથુ બંધુ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરાવે છે. રવિ સીઝન અને ખરીફ સીઝન શરૂ થતાં પહેલા સરકાર 5-5 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે.
યોજનાથી ખેડૂતોને મળે છે આર્થિક સહાય
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની સાથે અનેક રાજ્ય સરકાર પણ ખેડૂતોની સહાયતા માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવતી હોય છે. આ યોજનાથી સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ મળે છે. તેલંગાણાની કેસીઆર સરાકર રાયતું બંધુ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરાવે છે. રવિ સીઝન અને ખરીફ સીઝન શરૂ થતાં પહેલા સરકાર 5-5 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવે છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાને કારણે તેલંગાણાના ખેડૂતોને ડબલ ફાયદો થાય છે. તેમને રાજ્ય સરકાર 10 હજાર રૂપિયા વાર્ષિક અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત 6 હજાર રૂપિયા મળે છે. આમ તેલંગાણાના ખેડૂતોને આ બંને યોજના દ્વારા દર વર્ષે 16 હજારનો લાભ મળે છે.
રાયથુ બંધુ યોજના વિશે માહિતી
રાયથુ બંધુ યોજના 2018માં તેલંગાણા સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી, તે સમયે રાજ્ય સરકારે રવિ અને ખરીફ બંને સીઝનમાં વર્ષે 8 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યુ હતુ. 2019ની આ રકમમાં વધારો કરીને 10 હજાર કરવામાં આવી હતી. જે લોકો ભાડે જમીન રાખીને ખેતી કરે છે, તેમને આ યોજનાનો લાભ મળતો નથી. માત્રને માત્ર પોતાની જમીન પર જ ખેતી કરતાં ખેડૂતોને યોજનાનો લાભ રાજ્ય સરકાર આપે છે.
આ પણ વાંચો : નાણામંત્રીએ ખેડૂતો માટે MSPની 2.37 લાખ કરોડની સીધી ચુકવણીની જાહેરાત કરી
આ પણ વાંચો : “કુંવારપાઠાની વૈજ્ઞાનિક ખેતી”
Share your comments