ખેડૂતો (Farmers) વધુને વધુ પશુપાલનનો વ્યવસાય કરતા થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ગોપાલ રત્ન એવોર્ડ (Gopal Ratna Award) નામ આરવામાં આવ્યુ છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવશે.
આ યોજના હેઠળ પ્રથમ ઇનામ તરીકે પાંચ લાખ રૂપિયા, બીજા ઇનામ તરીકે ત્રણ લાખ રૂપિયા અને ત્રીજા સ્થાને બે લાખ રૂપિયા આપવામાં આવશે.સહકારી અને દૂધ ઉત્પાદક કંપનીઓ દ્વારા પ્રમાણિત ગાયોની 50 જાતિઓ અથવા 17 સ્વદેશી પ્રમાણિત જાતિઓમાંથી કોઈ એકનો ઉછેર કરનારા પશુપાલક એવોર્ડ મેળવવા માટે પાત્ર બનશે. દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં 50 ખેડૂત સભ્યો અને પ્રતિદિન 100 લિટર દૂધ ઉત્પન્ન કરતી સહકારી મંડળીઓ, MPCs, FPOs અને દૂધ ઉત્પાદક કંપનીઓ કે જે સહકારી અને કંપની કાયદા હેઠળ ગ્રામ્ય સ્તરે સ્થાપિત છે તે આ પુરસ્કાર મેળવી શકે છે.
ત્રણ કેટેગરીમાં એવોર્ડ
- શ્રેષ્ઠ પશુપાલક જે સ્વદેશી ગાયોનું પાલન કરે છે
- કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયન (AI)
- ડેરી સહકારી અથવા દૂધ ઉત્પાદક કંપની અથવા ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા આ માટે અરજી કરી શકે છે.
અરજી કરવાની રીત
- ગોપાલ રત્ન એવોર્ડ યોજના માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
- કોઈ પણ ખેડૂત, AI ટેકનિશિયન જે આ માટે લાયક છે તે ઓનલાઇન અરજી કરી શકે છે.
- કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
- ખેડૂતો આ લિંક dahd.nic.in પર જઈને અરજી કરી શકે છે.
- મંત્રાલયના ટોલ ફ્રી નંબર 011-23383479 પર ફોન કરીને માહિતી મેળવી શકાય છે.
Share your comments