Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખેડૂતો માટે ખુશખબર: હવે ખેડૂતોને નવા ટ્રેક્ટરની ખરીદી ઉપર મળશે 50% સુધીની સબસિડી, જલ્દીથી લઈ લો આ લાભ

ખેડુતોને ખેતી માટે ઘણા કૃષિ સાધનોની જરૂર પડે છે. આ કૃષિ સાધનોની મદદથી ખેડૂત સરળતાથી ખેતી કરી શકે છે. આની સાથે, તેમનું કાર્ય ઝડપથી કરવામાં આવે છે અને તેમના સમયનો બચાવ થાય છે. બજારમાં આજે વેચવા માટે વિવિધ પ્રકારના કૃષિ ઉપકરણો અસ્તિત્વમાં છે. પરંતુ તે એટલા મોંઘા હોય છે કે ગરીબ ખેડૂત તેને ખરીદવા સક્ષમ નથી. આર્થિક રીતે નબળા અને કૃષિ ઉપકરણો ખરીદવામાં અસમર્થ એવા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના શરૂ કરી છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ખેડુતોને ખેતી માટે ઘણા કૃષિ સાધનોની જરૂર પડે છે. આ કૃષિ સાધનોની મદદથી ખેડૂત સરળતાથી ખેતી કરી શકે છે. આની સાથે, તેમનું કાર્ય ઝડપથી કરવામાં આવે છે અને તેમના સમયનો બચાવ થાય છે. બજારમાં આજે વેચવા માટે વિવિધ પ્રકારના કૃષિ ઉપકરણો અસ્તિત્વમાં છે. પરંતુ તે એટલા મોંઘા હોય છે કે ગરીબ ખેડૂત તેને ખરીદવા સક્ષમ નથી. આર્થિક રીતે નબળા અને કૃષિ ઉપકરણો ખરીદવામાં અસમર્થ એવા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના શરૂ કરી છે.

આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે 20 થી 50 ટકા સબસિડી (ગ્રાન્ટ) આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તમે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો અને આ યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકો. આજે અમે તમને આ યોજના સંબંધિત બધી માહિતી જણાવીશું.

પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના 2020 શું છે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડુતોના હિત માટે યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દેશના ખેડુતોને તેમની કેટેગરી પ્રમાણે નવા ટ્રેક્ટર ખરીદવા પર 20 થી 50 ટકા સબસિડી આપવામાં આવશે. જે ખેડુતો ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા માંગે છે તેઓ આ યોજના અંતર્ગત 20 થી 50 ટકા સબસિડી પર નવું ટ્રેક્ટર મેળવી શકશે. આ યોજના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ સબસિડી મેળવવા ખેડૂતે તેની અરજી કરવી પડશે.

પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020 ના મહત્વના મુદ્દા

  • આ યોજનામાં અરજી દેશનાં નાના તેમજ સીમાંત ખેડૂતો જ કરી શકશે
  • યોજના અંતર્ગત ખેડુતો કોઈપણ કંપનીના ટ્રેક્ટર ખરીદી શકશે.
  • આ યોજના હેઠળ દેશના કોઈપણ રાજ્યના ખેડુતો અરજી કરી શકે છે.
  • આ યોજનામાં ખેડુતોને લોન અને સબસિડી બંને આપવામાં આવે છે.
  • યોજનાનો લાભ લેવા માટે નોંધણી ફરજિયાત રહેશે.
  • અરજીઓ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરી શકાય છે.
  • આ યોજનાનો લાભ સીધા ખેડૂતોના ખાતામાં મળી શકશે.
  • ઓફલાઇન અરજી કરવા માટે ખેડૂતોને સીએસસી કેન્દ્રમાં જવું પડશે.
  • યોજના દ્વારા ખેડૂતને માત્ર એક જ ટ્રેક્ટર પર સબસિડી આપવામાં આવશે.
  • મહિલા ખેડુતોને યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ ફક્ત તે જ ખેડુતોને મળશે જેઓ આવી કોઈ અન્ય યોજના સાથે જોડાયેલા નથી.

પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020ના ઉદ્દેશો

આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે નવા ટ્રેક્ટર ખરીદવા માટે દેશના ખેડુતોને 20 થી 50 ટકા સબસિડી પૂરી પાડવાની છે. જો ખેડૂત પાસે ખેતી માટે પૂરતા સંસાધનો હશે, તો તેનાથી કૃષિ વિકાસ દરને ગતિ મળશે અને સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જો ખેડુતોને કૃષિ માટે આધુનિક સાધન મળે, તો તેઓ ટૂંક સમયમાં તેમના કૃષિ કાર્ય કરીને તેમના ઉત્પાદનમાં વધારો કરી શકશે જેથી તેમની આવકમાં પણ વધારો થઈ શકશે.

પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020 ના ફાયદા

  • દેશના તમામ ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકશે.
  • દેશના ખેડુતોને આ યોજના હેઠળ નવા ટ્રેક્ટર ખરીદવા પર 20 થી 50 ટકા સબસિડી આપવામાં આવશે. જેનો તેમને ખૂબ ફાયદો થશે.
  • ખેડૂતને તેનો લાભ સીધા તેના બેંક ખાતામાં પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020 હેઠળ મળશે. તેથી, અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈએ. ઉપરાંત, ખેડૂત અરજી સ્વીકાર્યા પછી તરત જ નવું ટ્રેક્ટર ખરીદી શકશે.
  • આ યોજના સાથે સંકળાયેલા ખેડુતો અન્ય કોઈપણ કૃષિ મશીન સબસિડી યોજનામાં સામેલ હોવા જોઈએ નહીં. આ અંતર્ગત પરિવારમાંથી એક જ ખેડૂત અરજી કરી શકે છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા દેશના મહિલા ખેડુતોને આ યોજના હેઠળ વધુ લાભ આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂત પાસે ખેતીલાયક જમીન પોતાના નામે હોવી જરૂરી છે.
  • આ યોજના હેઠળ ખેડૂતોને નવા ટ્રેકટરો માટે લોનની સુવિધા પણ આપવામાં આવશે.
  • પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020 માં અરજી માટેની પાત્રતા:
  • આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે છે, તેથી મોટા ખેડૂત અને જમીનદારો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
  • ખેડૂતની પોતાની જમીન હોવી જોઈએ.
  • ખેડૂત આવી કોઈ યોજનાનો પહેલાં લાભાર્થી ન હોવા જોઈએ.

પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2020 માં અરજી કરવા માટેના દસ્તાવેજો 

  • અરજદારનું આધારકાર્ડ.
  • જમીનનાં પેપર્સ.
  • અરજદારનો ઓળખનો પુરાવો અને મતદાર ઓળખકાર્ડ / પાનકાર્ડ / પાસપોર્ટ / આધારકાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ.
  • અરજદારનું બેંક એકાઉન્ટ પાસબુક.
  • અરજદારનો મોબાઇલ નંબર.
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો.

પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના 2020 માં અરજી કરવાની પ્રક્રિયા

જો તમારે આ યોજના હેઠળ ટ્રેક્ટર માટે અરજી કરવી હોય તો ખાતરી કરો કે તમે બધી યોગ્યતા પૂર્ણ કરી છે. આ પછી, તમે ઉપર જણાવેલ તમામ દસ્તાવેજો સાથે કોમન સર્વિસ સેન્ટર ((CSC)ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકો છો. આ સિવાય, કોઈ પણ તહસીલ કચેરી અને કૃષિ વિભાગ દ્વારા અરજી કરી શકે છે. અરજી કર્યા પછી દસ્તાવેજની ચકાસણી થશે. જો તમે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના માટે પાત્ર છો, તો તમને ટ્રેક્ટર આપવામાં આવશે.

ઓનલાઇન અરજી માટે વિવિધ રાજ્યોની લિંક્સ

જ્યાં ઓનલાઇન અરજીઓ ખુલ્લી છે, ત્યાં તમારે ઓનલાઇન અરજી કરવી પડશે અને જ્યાં ખુલ્લી નથી, તમારે સીએસસી સેન્ટરમાં જવું પડશે. કિસાન ભાઈઓની સુવિધા માટે અહીં અમે ઓનલાઇન અરજી માટેની લિંક આપી રહ્યા છીએ. આનું નિરીક્ષણ કરીને, ખેડૂતો સરળતાથી ઓનલાઇન અરજી કરી શકશે, આ લિંક્સ નીચે મુજબ છે-

આંદામાન અને નિકોબાર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાંચલ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં CSC Centreમાં એક અરજી કરી શકો છો.

આસામમાં તમે ઓફલાઇન ફોર્મ ડાઉનલોડ લિંક (Offline Form Download Link)પર અરજી કરી શકો છો.

બિહાર, ગોવા, હરિયાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સાઇટ લિંક (Site Link)પર અરજી કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More