જો તમારી કમાણી ૧૫૦૦૦ રૂપિયાથી ઓછી છે અને તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો તો તમે મહિને ફક્ત ૫૫ રૂપિયા નું રોકાણ કરીને ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન ના હકદાર છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાલુ કરવામાં આવેલ આ યોજનાનો ઉપયોગ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કરી શકે છે. રિક્ષાચાલક, ઘરેલું નોકર અને મિસ્ત્રી જેવા કામ કરનારા લોકો આ સ્કીમ નો લાભ સરળતાથી લઇ શકે છે.
કોણ જોડાઈ શકે?
આપ કિંમત તમે ક્યારેય જોડાઈ શકો કે જ્યારે તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવ. આ ઉપરાંત તમારી ઉંમર 18 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારી માસિક આવક 15 હજારથી ઓછી હોવી જોઈએ.
કોણ લાભ લઇ શકે નહીં?
સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરનારા લોકો તેમનું પીએફ અને પીએસઆઇ કપાતું હોય, તેવા લોકો આ યોજનાનો લાભ લઇ શકશે નહીં. આવકવેરાની સીમા માં આવતા લોકો પણ આ સ્કીમનો લાભ લઇ શકે નહીં.
કઈ રીતે ખોલવસોં એકાઉન્ટ?
આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત આધાર કાર્ડને બેન્કમાં બચત ખાતું હોવું જરૂરી છે. કોઈપણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમે આ સ્કીમ સાથે જોડાઈ શકશો. પહેલો હપ્તો તમારે રોકડથી ચૂકવવો પડશે, ત્યારબાદ બેંક માંથી હપ્તો કપાશે.
મૃત્યુ થતા પતિ કે પત્ની ને અડધું પેન્શન?
આ એક એવી સ્કીમ છે જેમાં પોતાની મરજીથી યોગદાન આપવાનું હોય છે. જે અંતર્ગત ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયા મળે છે, પરંતુ જો વ્યક્તિ નું મૃત્યુ થાય તો વ્યક્તિની પતિ કે પત્ની તેમજ પરિવારના સભ્યને અડધું પેન્શન મળે છે.
Share your comments