તો ચાલો આગળ વાત કરીએ કે ભારત ચોખા આવતા સપ્તાહથી બજારમાં 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં, સરકારે છૂટક બજારમાં વેચાણ માટે પાંચ લાખ ટન ચોખા બહાર પાડ્યા છે. આ સાથે સરકાર પહેલેથી જ ભારત આટા 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ભારત દાળ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે. મોંઘવારી વધવાથી સામાન્ય જનતા હેરાન પરેશાન છે. જેના કારણે કેન્દ્ર સરકારે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.
સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે રિટેલ માર્કેટમાં 'ભારત રાઇસ' બ્રાન્ડ હેઠળ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની જાહેરાત કરી છે. ચોખાના સ્ટોક અંગે ચોખાના વેપારીઓને પણ જાણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. ચોખાની વિવિધ જાતોની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં છેલ્લા વર્ષમાં ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. સામાન્ય જનતા માટે આ ચોખા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ વેચવામાં આવશે, ચોખાના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે બે સહકારી મંડળીઓ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ તેમજ રિટેલ ચેઈન દ્વારા છૂટક બજારમાં ઉત્પાદનનું વેચાણ શરૂ કર્યું છે.
આ પણ વાંચો : Gujarat Budget 2024-25 : ગુજરાત બજેટ માં મધ્યમવર્ગી માટે યોજનાની પેટી ખુલી, ભણતા વિદ્યાર્થી ઓને ખાસ ભેટ
સેન્ટ્રલ ભંડાર સબસિડીવાળા 'ભારત ચોખા' 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંજીવ ચોપરાએ કહ્યું છે કે ભારત ચોખા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ વેચવામાં આવશે. ભારતીય ચોખા આવતા સપ્તાહથી બજારમાં 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં, સરકારે છૂટક બજારમાં વેચાણ માટે પાંચ લાખ ટન ચોખા બહાર પાડ્યા છે. આ સાથે સરકાર પહેલેથી જ ભારત આટા 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ભારત દાળ (ચન્ના) 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે. સરકાર બજારમાં મોઘવારી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારની હાલમાં ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની કોઈ યોજના નથી.
ખાધ સચિવ સંજીવ ચોપરાનું કહેવું છે કે જ્યાં સુધી કિંમતો નીચે નહીં આવે ત્યાં સુધી પ્રતિબંધો યથાવત રહેશે.જો જરૂર પડશે તો સરકાર ચોખાના સ્ટોકની મર્યાદા નક્કી કરશે. જ્યારે તેમણે વધુ માં પૂછવામાં આવ્યું કે શું સરકાર ચોખાના સ્ટોકને મર્યાદિત કરશે, તો ખાધ સચિવ સંજીવ ચોપરાએ કહ્યું કે ભાવ ઘટાડવા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યું છે કે જો જરૂર પડશે તો સરકાર ચોખાની સ્ટોક લિમિટ નક્કી કરવા પર વિચાર કરશે.
ચોખા સિવાયની તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં છે. ચોખાના ભાવ પર દેખરેખ રાખવા માટે, સરકાર દ્વારા છૂટક વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને પ્રોસેસર્સને આગામી શુક્રવારથી સરકારી પોર્ટલ પર વિવિધ કેટેગરીમાં તેમનો સ્ટોક જાહેર કરવાની સલાહ આપવામાં આવી છે. ચોખા બાસમતી હોય કે નોન-બાસમતી હોય કે બાફેલા અને તૂટેલા ચોખા હોય, વેપારીઓએ તેને સરકારી પોર્ટલ પર જાહેર કરવાના રહેશે.
Share your comments