રાજકોટ જિલ્લાના મોવૈયા ગામના ખેડૂતે એવું કામ કરી બતાવ્યું કે, જે એક સારો એન્જીન્યર પણ કદાચ જ કરી શકે. રાજકોટના ધોરણ- 9 પાસ ખેડૂતે લોકડાઉનના નવરાશના સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ એક અનોખુ મીની ટ્રેક્ટરથી પણ નાનું અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે.
કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન મોવૈયાના ખેડૂત ભીમજીભાઈ મુંગરાએ 1 મહિનાની મહા મહેનતથી આ અલ્ટ્રા મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે. રાજકોટના પડધરી તાલુકાના મોવૈયા ગામના ભીમજીભાઈ મુંગરા નામના આ ખેડૂતે પોતાના બાઈકનું એન્જીન અનોખી ટેકનોલોજીની મદદથી અને પોતાની કોઠાસુઝથી એક અલ્ટ્રા મીની ટ્રેક્ટર બનાવ્યું છે.
ભીમજીભાઈ આ ટ્રેક્ટરમાં અનેક નવા ફેરફાર કર્યા છે. જેમાં ગીયર બોક્સથી માંડીને એન્જીન પણ જનરેટરનું ફીટ કર્યું છે. આ એન્જીન પહેલા પલસર બાઈકમાં ફીટ કરીને બાઈક બનાવ્યું હતું. જેમાં 120ની એવરેજ વાળુ ડીઝલ બાઈક બનાવીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ત્યારે હવે બાઈકના આ ડીઝલ એન્જીનને પાણી ઉપાડવા માટેના પંપમાં ફીટ કરીને ખેતીમાં પિયતની સીઝનમાં તેનો ઉપયોગ કરે છે.
જાણો અલ્ટ્રા મીની ટ્રેક્ટરની શું વિશેષતા છે?
આ ટ્રેક્ટરને રીક્ષાની જેમ દોરડા વડે સ્ટાર્ટ કરવામાં આવે છે.
1 લીટર ડીઝલમાં 10 વીઘાથી વધારે જમીન ખેડી શકાય.
ગેરમાં ફેરાફર કરી ટ્રેક્ટરને રીવર્સ પણ ચલાવી શકાય છે.
આ સ્કૂટરના જૂના પડેલા ટાયર ટ્રેક્ટરમાં ફીટ કર્યાં છે.
હાલમાં ભીમજીભાઈને અનેક મોટી કંપનીઓમાંથી ઓફર આવે છે
મીડયા સાથેની વાતચીતમાં ભીમજીભાઈએ જણાવ્યું કે, જ્યાં તલવાર કામ ન આવે ત્યા સોય કામ આવે. એવી જ રીતે જ્યાં મોટા ટ્રેક્ટર કામ ન આપી શકે ત્યા આ અલ્ટ્રા મીની ટ્રેક્ટર કામ આવે છે. ભીમજીભાઈએ આ ટ્રેક્ટરનું વેચાણ કરવા માટે નહિં પણ પોતોના ઉપયોગ માટે બનાવ્યું છે. ઘણી બધી કંપનીઓમાંથી ભીમજીભાઈને ઓફર આવે છે પણ તેમને કોઈના નીચે કામ કરવું પસંદ નથી. જેથી તેઓ પોતાની રીતે અને તટસ્થ રહીને આગળ વધવાનું નક્કી કર્યું છે. આમ તો ભીમજીભાઈને પોતાના ગામ મોવૈયામાં એક એન્જીનીયર જ માનવામાં આવે છે. પુરા 10 ચોપડી પણ અભ્યાસ કર્યો નથી. તેમ છતાં નવરાત્રી દરમિયાન ગરબીનો આખો મંડપ રીવોલ્વીંગ બનાવ્યો હતો. જેમાં એક મીસ્ડકોલલથી મંડપ શરૂ થતો હતો. આવી અનેક પ્રેરણા રૂપ કામગીરી બદલ લોકો તેને સાહજીકતાથી વધાવે છે.
Share your comments