Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

ટ્રૅક્ટર રહેશે ટિપટૉપ, જો અપનાવશો આ ટિપ્સ : જાણો મૅંટેનંસથી કઈ રીતે વધશે કાર્યક્ષમતા ?

ટ્રૅક્ટર ઘણા પ્રકારના નાના-નાના ઉપકરણોથી બનેલું હોય છે કે જેની સમયસર જાળવણી ન કરવામાં આવે, તેના પર અસર પડે છે, જેમ કે ટ્રૅક્ટરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય, વધુ બળતણની જરૂરિયાત પડે, ઑઇલનું લીકેજ થવું. તેથી સમયાંતરે ટ્રૅક્ટરની જાળવણી-દેખરેખ મહત્વની બન જતી હોય છે. આ માટેની કેટલીક ટિપ્સ નીચે મુજબ છે.

Pintu Patel

દરરોજ (8-10 કલાક કામ કર્યાપછી)

એંજિનમાં ઑઇલનું લેવલ તપાસો. એંજિન ઠંડુ થયાના 15 મિનિટ પછી ઑઇલનું લેવલ તપાસો. જો તે ઓછું જોવા મળે, તો યોગ્ય ગ્રેડનું એંજિન ઑઇલ યોગ્ય માત્રા ફરીથી ભરવું જોઇએ.

રેડિએટરમાં પાણી તપાસો અને જો ઓછું જણાય, તો તેને ફરીથી ભરો.

ઍર ક્લીનર સાફ કરો અને ઑઇલ લેવલ તપાસો. જો તે ઓછું હોય, તો તેને જરૂરી લેવલ સુધી ભરો. જો તેઑઇલ ખરાબ થઈ ગયું હોય,તો સાફ ઑઇલ ભરો.

સાપ્તાહિક (કામના 50-60 કલાક પછી )

દરરોજ જાળવણીનાં પગલાંનું પુનરાવર્તન કરો.

ટાયરમાં હવાનું દબાણ તપાસો. જો દબાણ ઓછું હોય,તો જરૂરી હવા ભરો.

ઑઇલ ફિલ્ટરમાં ભરાઈ રહેલ પાણીને નળી દ્વારા બહાર કાઢો.

બૅટરીના પાણીનું લેવલ તપાસો.

ગિયર બૉક્સમાં ઑઇલનું લેવલ તપાસો.

ક્લચ શાફ્ટ અને બૅરિંગ્સ, બ્રેક કંટ્રોલ કે જ્યાં ગ્રીસ લગાવવાનું હોય, ત્યાં સમયાંતરે ગ્રીસ લગાવો.

બે મહિનાપછી (500 કલાક કામ કર્યાપછી)

ડીઝલ ફિલ્ટરનેબદલો.

અધિકૃત ડીલર અથવા અનુભવી મિકેનિક દ્વારા ઇંજેક્ટર અને ડીઝલ પંપની તપાસ કરાવો.

વૉલ્વનું નિરીક્ષણ કરવા માટે તમારા અધિકૃત ડીલર અથવા અનુભવી મિકેનિકનો સંપર્ક કરો.

ડાયનૅમો અને સેલ્ફ-સ્ટાર્ટરની તપાસ કરો.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More