દર મહિનાની પહેલી તારીખે દેશમાં અમુક નવા નિયમો લાગુ થાય છે. ઓક્ટેબરમાં પણ એવું થવા જઈ રહ્યું છે. આવો જાણીએ શું છે ફેરફાર થવાના છે જેની સીધી અસર તમારા બજેટ પર પડશે.
જુની ચેકબૂક
- 1 ઓક્ટોમ્બરથી ત્રણ બેન્કોની ચેકબુક અને MICR કોર્ડ ઈનવેલિડ થઈ જશે. આ બેન્ક છે ઓોરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (United Bank of India) અને ઈલાહાબાદ બેન્ક (Allahabad Bank).
- આ બેન્ક એ છે જેનું હાલમાં જ બીજી બેન્કો સાથે મર્જર થઈ છે.
- બેન્કોના મર્જર થવાથી એકાઉન્ટ હોલ્ડરને એકાઉન્ટ નંબરો, આઈએફએસસી અને એમઆઈસીઆર કોડમાં ફેરફાર થવાના કારણે 1 ઓક્ટોબર 2021થી બેન્કિંગ સિસ્ટમ જુના ચેકને રિજેક્ટ કરી દેશે.
- આ બેન્કોની દરેક ચેકબુક અમાન્ય થઈ જશે.
પાન કાર્ડ
- 1 ઓક્ટોબરથી આધાર અને પર્મનેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ (PAN Card) બેકાર થઈ જશે.
- પાન નંબરને આધાર નંબર સાથે લિંક કરાવવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2021 સુધી છે. જો આ સમયગાળા દરમિયાન કોઈએ પોતાના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તેના પાન કાર્ડને 1 ઓક્ટોબર 2021થી ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે.
- જો તમારૂ પાન કાર્ડ એક વખત બંધ થઈ ગયું તો ફરી તેને એક્ટિવેટ કરાવવા માટે પૈસા ચુકવવાપડશે
Share your comments