Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

CNG કાર ખરીદવા માંગો છો? આ રહી TOP 5 CNG કાર જે છે આપના માટે સર્વશ્રેષ્ઠ

દિવસે ને દિવસે પેટ્રોલ ડિઝલના ભાવ વધતા જઈ રહ્યા છે જેની અસર તમામ વર્ગના લોકો પર પડી રહી છે અવામાં જો આપ પેટ્રોલ ડિઝલના ભાવથી છુટકારો મેળવવા માંગો છો તો આ લેખ તમારા માટે છે કારણ કે આજે અમે તમને બેસ્ટ સીએનજી કારો વિશે જણાવી શું. જે ન ફક્ત તમારા બજેટમાં હશે. પરંતુ પરફોર્મેન્સ અને ફીચર્સના મામલામાં પણ મોંઘી કારોને ટક્કર આપશે. આવો જાણીએ તે કાર્સના ફિચર્સ અને કિંમતો વિશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
car
car

દિવસે ને દિવસે પેટ્રોલ ડિઝલના ભાવ વધતા જઈ રહ્યા છે જેની અસર તમામ વર્ગના લોકો પર પડી રહી છે અવામાં જો આપ પેટ્રોલ ડિઝલના ભાવથી છુટકારો મેળવવા માંગો છો તો આ લેખ તમારા માટે છે કારણ કે આજે  અમે તમને બેસ્ટ સીએનજી કારો વિશે જણાવી શું. જે ન ફક્ત તમારા બજેટમાં હશે. પરંતુ પરફોર્મેન્સ અને ફીચર્સના મામલામાં પણ મોંઘી કારોને ટક્કર આપશે. આવો જાણીએ તે કાર્સના ફિચર્સ અને કિંમતો વિશે.

દેશની જાણીતી કંપની મારૂતિ સુઝુકીએ વેગેનાર કારને પેટ્રોલ અને CNG એમ બે વિકલ્પમાં ઉતારી છે. સીએનજી વેગનઆરમાં 1.0 લીટર 3 સિલિન્ડર એન્જિન આવે છે જે 57PSનો પાવર અને 78Nmનો ટોર્ક જનરેટ કરે છે. વેગનઆરનાં આ સીએનજી મોડલની કિંમત 5,70,500 રૂપિયાથી શરૂ થાય છે.

આ ઉપરાંત બજારમાં બીજી ઘણી કાર પણ છે જે પેટ્રોલ તેમજ CNG માં આવે છે તો ચાલો આ કાર વિશે અને તેના ફિચર્સ વિશે પણ જાણીએ

car
car

હ્યુન્ડાઈ સેન્ટ્રો

  • હ્યુન્ડાઈ એ સાઉથ કોરિયાની કાર બનાવતી કંપની છે અને આ કંપની દ્વારા ન્યુ જનરેશન સેન્ટ્રોને મેગ્ના અને સ્પોર્ટ્સ ટ્રિમ્પમાં સીએનજી વિકલ્પ સાશે ઈન્ડિયા માર્કેટમાં લાવી છે.
  • આ કારમાં 2 લીટર વાળા 4- સિલિન્ડર એન્જિન છે જે સીએનજી વેરિએન્ટમાં 60 PSનો પાવર અને 85Nmનો ટોર્ક જનરેટ કરે છે.
  • સીએનજી પર આ કાર 48 કિલી પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે.
  • આ કારની શરૂઆતી કિંમત 5,99,900 લાખ રૂપિયા છે.

મારૂતિ સુઝુકી અલ્ટો

  • મારૂતિ સુઝુકીની બજેટ કારોની લિસ્ટમાં અલ્ટોનું નામ સૌથી ઉપર છે.
  • નાની ફેમિલી માટે આ કારને બેસ્ટ માનવામાં આવે છે.
  • તમે એલ્ટોનું સીએનજી મોડલ ખરીદવા માંગો છો તો તમારા માટે ફાયદો થશે. અલ્ટોમાં 8 લીટર એન્જિન મળે છે જે સીએનજીથી ચાલવા પર 40 PSનો પાવર અને 60Nmનો ટોર્ક જનરેટ કરે છે.
  • CNG વેરિએન્ટ 59 કિમી પ્રતિની એરેજ આપે છે.
  • અલ્ટો બેચબેક CNG વેરિએન્ટ LXi અને LXI(O) ટ્રિમ્સમાં આવે છે.
  • આ કારની કિંમત 4,66,400 લાખ રૂપિયા સાથે શરૂ થાય છે.

મારૂતિ સુઝૂકી સેલેરિયો

  • મારૂતિ સુઝૂકીની આ કાર બજેટ અને નાની કારોની લિસ્ટમાં આગળ છે.
  • આ પહેલી બજેટ કાર છે જે ઓટોમેટિક ટ્રાન્સમીશનની સાથે આવે છે.
  • કંપનીએ આ કારને પેટ્રોલ એન્જિન ઉપરાંત સીએનજી વેરિએન્ટમાં લોન્ચ કરી છે.
  • CNG હેચબેકમાં 0 લીટર એન્જિન મળે છે જે 57PSનું પાવર અને 78Nmનું ટોર્ક જનરેટ કરે છે. સીએનજી મોડલ 30.47 કિમી પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે.
  • સીએનજી વેરિએન્ટ VXI અને VXI(O) ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. જેની શરૂઆતી કિંમત 5,95,000 રૂપિયા છે.

મારૂતિ સુઝૂકી અર્ટિગા

  • મારૂતિ સુઝૂકી અર્ટિગા 7 સિટિંગ કેપેસિટી વાળી સીએનજી કાર છે
  • કંપનીએ આ કારમાં 5 લિટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન યુઝ કરવાનું છે જે CNGમાં 92PSનું પાવર અને 122Nmનો ટોર્ક જનરેટ કરે છે.
  • સીએનજી પર આ કાર 08 કિમી પ્રતિકિલોગ્રામની માઈલેજ આપે છે.
  • આ કારની સીએનજી વેરિએન્ટની શરૂઆતી કિંમત 46 લાખ રૂપિયાથી થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Business

More