તમે જાણો જ છો કે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને નવરાત્રી પહેલા જ એવા સમાચા સામે આવ્યા છે કે જેને સાંભળીને તમને ધ્રાસકો પડી જશે. એક બાજુ દિવસે ને દિવસે પેટ્રોલ – ડિઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે તો બીજી બાજુ નવરાત્રીના પહેલા નોરતે જ ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયાના તેલમાં થયેલ ભાવ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો ભાવ વધારો થયો છે.
સિંગતેલમાં રૂ.80 અને કપાસિયામાં રૂ. 70 નો ધરખમ વધારો
બે દિવસના ગાળામાં જ સિંગતેલના ભાવમાં 80 રૂપિયાનો અને કપાસિયા તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. આ ભાવ વધારા બાદ હવે સિંગતેલનો ડબ્બાની કિંમત 2520 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બાની 2430 રૂપિયા થઈ ગઈ છે. નવરાત્રિ અને દિવાળીના તહેવાર પર તેલનો વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે નફો કમાવવા તેલીયા રાજા કરતા સંગ્રહખોરી કરતા હોય છે. જેની સીધી અસર લોકોના બજેટ પર થાય છે. મગફળીની નવી સિઝન શરૂ થાય તે પહેલાં સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે.
આમ દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવ વધતા આની સીધી અસર મધ્યમ વર્ગના લોકો પર સીધી પડી શકે છે અને તેમના બજેટ પર પણ આ ભાવ વધારો સીધી અસર કરી શકે છે. હવે જોવાનું એ રહ્યુ કે સરકાર આ ભાવ વધારાને કાબુમા લાવી શકે છે કે કેમ અને જો ભાવ વધારાને કાબુમાં લાવવા કોઈ સ્ટ્રેટેજી અપનાવશે તો તે કેટલી સફળ રહે છે તે તો આવનારો સમય જ બતાવશે. આમ આ ભાવ વધારાથી તો એવુ લાગી રહ્યુ છે કે આ વર્ષે ગુજરાતીઓ માટે આ દિવાળીનો તહેવાર બગડ્યો જ છે એવુ લાગી રહ્યુ છે.
Share your comments