દેશની સૌથી મોટી બાઇક નિર્માતા કંપની Hero MotoCorp સસ્તી અને મોંઘી એમ તમામ પ્રકારની બાઈક બનાવે છે. હીરો મોટોકોર્પે ઓછા બજેટવાળા કસ્ટમરો (Low Budget Motorcycle) માટે Hero HF 100 બાઇક તાજેતરમાં જ લોન્ચ કરી છે. કંપની દ્વારા આ બાઇકની કિંમત માત્ર 49,500 રૂપિયા જ રાખવામાં આવી છે.
માઇલેજ
- હીરો મોટોકોર્પનો (Hero Motocorp) દાવો છે કે તેમની HF 100 બાઇક બીજી બાઇકની તુલનામાં 9 ટકા વધુ માઇલેજ (Hero HF 100 Mileage) આપે છે.
- કંપનીનું કહેવું છે કે આ બાઇકની પિકઅપ (Hero HF 100 Pick-up) પણ બીજી બાઇક્સની તુલનામાં 6 ટકા વધુ સારી છે.
ફીચર્સ
- આ બાઇકમાં તેના પહેલાના મોડલની જેમ પ્રીમિયમ ફીચર્સ (Hero HF 100 Features) નથી.
- મેટલ ગ્રેબ રેલની સાથે બ્લેક થીમ પર તૈયાર એક્ઝોસ્ટ અને ક્રેશ ગાર્ડ છે.
- એલોય વ્હીલની સાથે ટ્યૂબલેસ ટાયર છે
- બાઇકમાં 2ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર એન્જિન (Hero HF 100 Engine) છે, જેનાથી 8.36PSના પાવર અને 8.05Nmનો ટોર્ક જનરેટ થાય છે.
- ફ્યુઅલ ઇન્જેક્ટ ટેકનીક પણ આપી રહી છે, જે તેના પર્ફોમન્સ અને માઇલેજને વધુ સારા બનાવે છે.
- 1 લીટરની ક્ષમતાની ફ્યૂઅલ ટેન્ક (Hero HF 100 Fuel Tank) છે.
- બાઇકનું કુલ વજન 110 કિલોગ્રામ છે.
- 805mmની સીટની સાથે આ બાઇકમાં 165mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે.
Share your comments