દેશની સૌથી મોટી વિમા કંપની LIC IPO બહાર પાડવા જઈ રહી છે અને માનમાં આવી રહ્યુ છે કે LICનો આ IPO દેશના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ ગણાવવામાં આવી રહ્યો છે અને LIC નવેમ્બરમાં SEBI ની પાસે પોતાના આઈપીઓ માટે દસ્તાવેજ જમા કરાવશે જે નાણા મંત્રાલયના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે.
નાણા મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર આ આઈપીઓને ચાલુ નાણાકીય વર્ષમાં લાવવાનો પ્રયાસ છે. અને તે માટે સમય મર્યાદા નક્કી કરી છે. આ માટે ડીઆરએચપી નવેમ્બરમાં દાખલ કરવામાં આવશે. સરકારે પાછલા મહિને ગોલ્ડમેન સૈશ (ઈન્ડિયા), સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિ., સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિ. સહિત 10 મર્ચન્ટ બેન્કરોને એલઆઈસીના આ IPO માટે મેનેજર નિયુક્ત કર્યા છે. જે અન્ય બેન્કરોની પસંદગી કરવામાં આવી છે તેમાં એસબીઆઈ કેપિટલ માર્કેટ લિ., જેએમ ફાઇનાન્શિયલ લિ., એક્સિસ કેપિટલ લિ.સ બોફા સિક્યોરિટીઝ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિ., અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિ. નો સમાવેશ કરવામાં આવેલ છે.
નાણા મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં એલઆઈસીને લિસ્ટેડ કરવાનું લક્ષ્ય ધરાવે છે. "સરકારે એલઆઈસીની અંતર્ગત કિંમત જાણવા માટે એક્ચ્યુરી કંપની મિલીમેન એડવાઈઝર્સ એલએલપી ઈન્ડિયાની નિમણૂક કરી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (સીસીઈએ) એ આ માટે મંજૂરી આપી હતી. જુલાઈમાં LIC નો IPO ની મંજૂરી આપી હતી.
Share your comments