ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો શ્રેષ્ઠ પ્રયાસ, ઓર્ગેનિક ખેતી ક્ષેત્રે છેલ્લા દસ વર્ષથી કાર્યરત કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપની દ્વારા ખેડૂતો માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાના સ્ટોરનો રંગેચંગે પ્રારંભ કરાયો.
આજના ભેળસેળિયા યુગમાં ખેડૂતો કેમિકલવાળી ખેતી ત્યજી ઓર્ગેનિક ખેતી તરફ ઢળે તેવા ચો- તરફ પ્રયાસો થઇ રહ્યા છે. આપણી સરકાર ખૂદ પ્રાકૃત્તિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે રાજ્યના વધુથી વધુ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ ઢાળવાના પ્રયાસના ભાગરૂપે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપની દ્વારા રાજકોટના આંગણે કંપનીનો રાજ્યનો પ્રથમ સ્ટોર ખુલ્લો મુકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર કક્ષાના મુખ્ય સ્ટોરમાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અંતર્ગત ખાતરથી માંડી કીટનાશક સહિતની 39થી વધુ પ્રોડક્ટ ઉપલબ્ધ બની રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મોડેલ સ્ટોરના પ્રારંભ પ્રસંગે કંપનીના એમ.ડી. ડો.પલ્કેશ પટેલે જણાવ્યુ હતુ કે, રાજકોટમાં પ્રથમ સ્ટોર ખોલવાની શરૂઆત બાદ આગામી દિવસોમાં ગુજરાતના અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ આ પ્રકારના ખાસ ઓર્ગેનિકના જ કહી શકાય તેવા સ્ટોર ખોલવામાં આવશે તેવો નિર્દેષ આપ્યો હતો.રાજકોટના જુના માર્કેટિગ યાર્ડ ખાતે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનો પ્રથમ સ્ટોર ખુલ્લો મુકાયો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ખાસ ઉપસ્થિત રહેલા કંપનીના મેનેજિંગ ડીરેક્ટર ડો.પલ્કેશ પટેલ (આણંદ) એ જણાવ્યું હતું કે, ‘‘આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતો દ્વારા સજીવ ખેતીને વધુ પ્રોત્સાહન મળે, ખેડૂતો આસાનીથી ઓર્ગેનિક ચીજ વસ્તુ ન મળવાને કારણે ઓર્ગેનિક ખેતીથી દૂર ન ભાગે તેવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને અમે આ પ્રકારના ઓર્ગેનિક સ્ટોર ખોલવાની શરૂઆત કરી છે. રાજકોટથી સ્ટોર ખોલવાની શરૂઆત થઇ છે, દરમિયાન આવનારા દિવસોમાં અન્ય જિલ્લા – તાલુકા સ્તરે પણ નવા સ્ટોર ખોલવામાં આવશે.’’
સ્ટોરના પ્રારંભ પ્રસંગે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીના એમ.ડી. ડો.પલ્કેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને ઉપસ્થિત રહેનારા સાથે ચર્ચા કરી વિશેષ માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું કે, ખેડૂતોને આસાનીથી ઓર્ગેનિક ખેતી માટે ખાતરથી માંડી કીટનાશક સહિતની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ બને તે માટે કંપનીએ સ્ટોર ખોલવાની શરૂઆત કરી છે. અત્યારની કેમિકલવાળી ખેતી, ઝેરયુક્ત ખેતી ગણાય છે ત્યારે વધુથી વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તે જરૂરી છે. રાજકોટ ખાતે જુના યાર્ડમાં સ્ટોરનો પ્રારંભ કર્યા બાદ મલ્ટીનેશનલ કંપની જે રીતે ચેઇન સિસ્ટમથી અલગ અલગ સ્ટોર ખોલતી હોય તે રીતે અમે પણ સૌરાષ્ટ્રમાં અન્યત્ર કંપનીના સ્ટોર, ફ્રેન્ચાઇઝી ખુલે તેવો પ્રયાસ કરીશું. રાજકોટ ખાતેના અમારા ઓર્ગેનિક મોડેલ સ્ટોરમાં હાલ 39થી પણ વધુ ઓર્ગેનિક ખેતીની અલગ અલગ પ્રોડક્ટ્સ મુકવામાં આવી છે.’’
Share your comments