મુંબઈ સ્થિત રાફ્ટ મોટર્સ કંપનીએ ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) ઈંડસ એનએક્સ (Indus NX ) લોન્ચ કર્યું છે. Raft Motors એ તાજેતરમાં સિંગલ ચાર્જમાં 480 કિલોમીટર રેન્જ આપતા સ્કૂટરની ઘોષણા કરી છે. કંપનીએ દાવો કર્યો છે, કે આ સ્કૂટર સૌથી અધિક રેન્જ આપે છે. અન્ય ઈલેક્ટ્રિક સ્કૂટરની જેમ આ સ્કૂટરમાં પણ તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે.
EV Scooter INDUS NXના ત્રણ મોડલ
- EV Scooter INDUS NXનું પ્રથમ મોડલ જેમાં પોર્ટેબલ 48V65Ah લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જે 156 KMs રેન્જ આપી છે. મુંબઈમાં આ સ્કૂટરની કિંમત રૂ. 1,18,500 રાખવામાં આવી છે.
- EV Scooter INDUS NXનું બીજું વેરિએન્ટ નોન-મૂવેબલ 48V135Ah બેટરી વાળુ છે જે 324 KMs સુધીની રેન્જ આપે છે. આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત રૂ.1,91,976 છે.
- EV Scooter INDUS NXનું ટોપ મોડલ 6KWHની ક્ષમતા ધરાવતુ અને ડ્યુઅલ બેટરી વાળુ છે. આ મોડલ સિંગલ ચાર્જમાં 480+KMS સુધીની રેન્જ આપી શકે છે. જેની એક્સ શોરૂમ કિંમત રૂ.2,57,431 છે.
ફીચર્સ
- સ્કૂટર 10 એમ્પ્સ ફાસ્ટ ચાર્જિંગ સાથે એક લાખ કિલોમીટરની વોરંટી અને ડ્યુઅલ બેટરી વિકલ્પ સાથે આવે છે.
- રાફ્ટમાં EV Scooter INDUS NX રિવર્સ ગિયર, થેફ્ટ અલાર્મ, કીલેસ સ્ટાર્ટ, રિમોટ લોકિંગ, સ્ટાઈલિશ ડિસ્ક બ્રેક અને ચાઈલ્ડ સેફ પાર્કિંગ મોડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Share your comments