Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

ટુ-વ્હીલરની ખરીદી પર કંપની આપી રહી છે શાનદાર ઑફર્સ, 12 હજારથી વધુની થશે બચત

તહેવારોની સિઝન ચાલુ છે આવી સ્થિતિમાં નાનીથી મોટી કંપનીઓ અને દુકાનદારોએ નવી ઓફરો આપવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ આ ધનતેરસ કે દિવાળીએ તમારા માટે અથવા તમારા બાળકો માટે નવું ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ લેખ ખાસ તમારા માટે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
two wheeler Diwali Offer
two wheeler Diwali Offer

તહેવારોની સિઝન ચાલુ છે આવી સ્થિતિમાં નાનીથી મોટી કંપનીઓ અને દુકાનદારોએ નવી ઓફરો આપવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ આ ધનતેરસ કે દિવાળીએ તમારા માટે અથવા તમારા બાળકો માટે નવું ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ લેખ ખાસ તમારા માટે છે.

વાત જાણે એમ છે કે TVS, Hero અને Yamaha જેવી મોટી કંપનીઓ ગ્રાહકો માટે તેમના ટુ-વ્હીલર પર ખાસ ઑફર લઈને આવી છે. જેના કારણે ગ્રાહકો આ તહેવાર પર ઘણી બચત કરી શકશે. આ સાથે આ કંપનીઓ તેમના ગ્રાહકોને કેશબેક, રોકડ ડિસ્કાઉન્ટ, લોયલ્ટી બોનસ અને આર્થિક રીતે ઓછી-ડાઉન પેમેન્ટ પણ ઓફર કરી રહી છે. તો ચાલો જાણીએ આ કંપનીઓની ઓફર્સ વિશે.

હીરો ટુ વ્હીલર પર દિવાળી ઑફર્સ

  • હીરો કંપની આ તહેવારની સિઝનમાં તેની બાઇક અને સ્કૂટર પર કુલ 12 હજાર 500 રૂપિયા સુધીની ઑફર આપી રહી છે.
  • 2100 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
  • લોયલ્ટી બોનસ રૂ.5000 સુધી આપી રહ્યું છે.
  • ઇન્સ્ટન્ટ બાય કાર્ડ ઑફર્સ રૂ.7,500 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
  • કિસાન ઈએમઆઈ, ઝીરો કોસ્ટ ઈએમઆઈ અને કેશ ઈએમઆઈ આપી રહી છે.
  • આ સિવાય ગ્રાહકો Hero MotoCorp ટુ-વ્હીલરને 55 ટકાના સસ્તા વ્યાજ દરે અને 6,999 રૂપિયાના ઓછા ડાઉન પેમેન્ટ પર ખરીદી શકે છે.

TVS કંપનીના ટુ-વ્હીલર પર દિવાળી ઑફર્સ

TVS કંપની આ તહેવારની સિઝનમાં તેના ટુ-વ્હીલર પર હજારો રૂપિયા સુધીની ઓફર આપી રહી છે.જે કંઈક આ પ્રકારે છે.

  • TVS XL100 (TVS XL100) પર 1500 કેશબેક.
  • TVS Star City પર 2000 રૂપિયાનું કેશબેક ઓફર કરી રહ્યું છે.
  • TVS સ્પોર્ટ પર 2000 કેશબેક.
  • TVS Radeon પર 3000 રૂપિયાનું કેશબેક ઓફર કરી રહ્યું છે.

યામાહા કંપનીના ટુ-વ્હીલર પર દિવાળી ઑફર્સ

  • યામાહા મોટર ઈન્ડિયા કંપની આ તહેવારોની સિઝનમાં તેના ટુ-વ્હીલર પર ઘણી આકર્ષક ઑફર્સ આપી રહી છે. જે કંઈક આ પ્રકારે છે..
  • યામાહા 125 સીસી સ્કૂટર પર કેશબેક ઓફર કરી રહી છે.
  • Fascino 125 Fi (હાઇબ્રિડ + નોન-હાઇબ્રિડ), Ray ZR 125 Fi અને Ray ZR Street Rally 125 Fi (હાઇબ્રિડ + નોન-હાઇબ્રિડ) સ્કૂટર પર, કંપની રૂ. 3,000 થી રૂ. 4,000 સુધીનું કેશબેક ઓફર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફર માત્ર 31 ઓક્ટોબર, 2021 સુધી જ માન્ય છે.

આ પણ વાંચો - હીરો દ્વારા લોંન્ચ કરાયુ સૌથી સસ્તુ ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત છે 50 હજારથી પણ ઓછી

Share your comments

Subscribe Magazine

More on Business

More