આજે અમે તમને જાણીતી ટૂ વ્હીલર કંપની હીરોની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક બાઇક વિશે જણાવી રહ્યા છીએ. જેનું નામ Hero Electric Flash LX (VRLA) છે.
સ્કૂટરની કિંમત
- હીરો ઇલેક્ટ્રિક ફ્લેશ LX (VRLA) ની દિલ્હીનાં એક્સ શોરૂમ કિંમત 46,640 રૂપિયા છે.
- આ ઈલેક્ટ્રીક સ્કૂટર બે કલર રેડ અને સિલ્વરમાં આવે છે.
- સ્કૂટરના આગળના ભાગમાં LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જે તેના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવે છે.
- સ્કૂટરમાં સિંગલ સીટ ડિઝાઇન અને રિયર કેરી કેરિયર પણ છે.
ચલાવવા માટે લાઈસન્સની જરૂરીયાત
- સ્કૂટરમાં 48V બેટરી પેક છે,
- કંપનીના જણાવ્યા અનુસાર સંપૂર્ણ ચાર્જ પર 50 કિલોમીટર સુધી ચાલી શકે છે.
- સ્કૂટરની હાઈ સ્પીડ 25 KMPH છે, જેથી તેને ચલાવવા માટે લાયસન્સ અથવા નોંધણીની જરૂર કરાવવી જરૂરી નથી.
- બેટરી સંપૂર્ણ ચાર્જ થવામાં 8 થી 10 કલાક લાગે છે.
સ્પેસિફિકેશન
- સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. જેમાં સ્પીડ, બેટરી લેવલ જેવી માહિતી મળે છે.
- સ્કૂટરમાં 12-ઇંચના એલોય વ્હીલ્સ છે, જે સ્કૂટરને સ્ટાઇલિશ તેમજ વજનમાં હલકો બનાવે છે. સ્કૂટરમાં USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે જેનાથી તમે તમારો મોબાઈ પણ ચાર્જ કરી શકો છો.
આ પણ વાંચો - આવી ગયુ ઢાંસુ ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં 480 કિમી ચાલશે
આ પણ વાંચો - Hero નું આ બાઈક આપે છે 90 KM ની માઈલેજ, જાણો કેટલી છે કિંમત
Share your comments