દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની ડિજિટલ સેવા 120-120 મિનિટ બે દિવસ માટે બંધ રહેશે. બેંકે કહ્યું કે, સિસ્ટમની મેઈન્ટેનન્સનું કામ શનિવાર અને રવિવારે કરવામાં આવશે, જેના કારણે સેવાઓ પ્રભાવિત થશે.
જો તમારુ ખાતુ SBI બેંકમાં છે તો તમારા માટે સારા સમાચાર નથી કેમ કે SBI દ્વારા તેમની સાઈટને મેઈન્ટેનન્સ કરવાનું કામ ચાલી રહ્યુ છે અને જેના કારણે તમે ઓનલાઈન કામ નહી કરી શકો. એસબીઆઈના ગ્રાહક છો તો તમારે ડિજિટલ ચેનલનું કામ અગાઉથી કરવું પડશે. 9 ઓક્ટોબરના રોજ રાત્રે 12.20 થી 2.20 સુધી મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે. જ્યારે 10 ઓક્ટોબરે રાત્રે 11.20 થી 1.20 સુધી કામ કરવામાં આવશે. આ સમય દરમિયાન મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવશે. આ સમય દરમિયાન કોઈ ડિજિટલ સેવા કાર્ય થઈ શકશે નહીં. તેમાં ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઇટ, યુપીઆઇ જેવી તમામ સેવાઓનો સમાવેશ થાય છે. બંને દિવસ 120-120 મિનિટ માટે સેવા બંધ રહેશે.
જો આપને કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્સન કરવું હશે તો આ સમય દરમિયાન નહી કરી શકો માટે આ સમય દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્સન ન કરવા કારણ કે આમા તમે કરેલ ટ્રાન્ઝેક્સન ફેલ થવાના ચાન્સ રહેશે.
આ પણ વાંચો - જો આપનું ખાતુ સરકારી બેંકમાં છે તો આ લેખ એક વાર જરૂર વાંચજો
Share your comments