Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

મગફળીનાં ભાવ ડિસેમ્બર સુધી મણનાં રૂ.1050 થી 1150 રહેવાની સંભાવનાઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

ગુજરાતમાં ચાલું વર્ષ 2020-21 ની ખરીફ સીઝન દરમ્યાન ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું, જો કે વરસાદ છુટો-છવાયો થયેલ, જેથી મગફળીનું વાવેતર જુલાઈ, 2021 ના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહેલ

Sukhadev Thakor
Sukhadev Thakor
Peanut prices
Peanut prices

ગુજરાતમાં ચાલું વર્ષ 2020-21 ની ખરીફ સીઝન દરમ્યાન ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું, જો કે વરસાદ છુટો-છવાયો થયેલ, જેથી મગફળીનું વાવેતર જુલાઈ, 2021 ના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહેલ. આ વર્ષે ગુજરાતમાં મગફળીનું વાવેતર 19.10 લાખ હેકટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ 2020-21 માં 21  લાખ હેક્ટર જેટલું હતું. ચાલું વર્ષે જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ થયો હતો, પરંતુ ઓગસ્ટ મહિનો સંપૂર્ણ સૂકો રહેલ જેના લીધે કેટલાક વિસ્તારમાં નોંધપાત્ર નુકસાન થયું છે. જો કે સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાથી પાકનું ઉત્પાદન સારું થવાની સંભાવના છે. ગુજરાતમાં ચાલું વર્ષે ખરીફ મગફળીનું ઉત્પાદન ગત વર્ષ જેટલું જ, 40 લાખ ટન જેટલું થવાનો અંદાજ છે (પ્રથમ આગોતરો અંદાજ તા. 07-09-201).દેશમાં ચાલું વર્ષે ખરીફ મગફળીનું ઉત્પાદન અંદાજે 82.54 લાખ ટન (પ્રથમ આગોતરો અંદાજ તા. 21-09-2021) જેટલું થશે, જે ગત 2020-21 કરતા ૨ લાખ ટન ઓછું રહેશે. રવિ ઋતુ સહિત દેશમાં ગત વર્ષે 60 લાખ હેક્ટર વિસ્તાર માંથી વિક્રમ જનક 102 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયેલું હતું.

ગત વર્ષ 2020-21 દરમ્યાન દેશમાંથી 6.39 લાખટન મગફળીની નિકાસ થઈ હતી જે વર્ષ 2019-20 દરમિયાન 6.64 લાખ ટન હતી અને ચાલુ વર્ષે તે આશરે 7 લાખ ટન જેટલી થવા સંભવ છે. આ ઉપરાંત વર્ષ 2020-21 માં 2.42 લાખ ટન જેટલા વિક્રમ જનક મગફળીના તેલની નિકાસ થઇ હતી. જે ભૂતકાળમાં ક્યારેય ૪૦ હજાર ટનથી વધારે થયેલ ન હતું. આથી મગફળીના ભાવ જે નવેમ્બર-ડિસેમ્બર, 2020 માં મણના રૂ. 1000 જેટલા હતા, જે સતત વધીને ફેબ્રુઆરી, 2021 માં રૂ. 1100 થયા, અને એપ્રિલ, 2021 માં મણના રૂ. 1200 થયા તેમજ ઓગસ્ટ, 2021 સુધીમાં રૂ.1300 થી પણ વધારે થયેલ હતા. હાલમાં ગુજરાતની વિવિધ બજાર માં મગફળીનો ભાવ મણના રૂ. ૧1050 જેટલો પ્રવર્તમાન છે, જે કાપણીની સિઝનમાં હાલની સપાટીએ જ રહેવાની શક્યતા છે. સને 2021-22 વર્ષ માટે સરકારશ્રીએ મગફળીનો ટેકાનો ભાવ મણનાં રૂ. 1110 (ક્વિન્ટલનાં રૂ. 5550) નક્કી કરેલ છે, જે ગત વર્ષે મણનાં રૂ. 1055 હતો.

ગત વર્ષ 2020-21 માં દેશમાં તેલીબિયાનું કુલ ઉત્પાદન આશરે 361 લાખ ટન થયેલ હતું. જે અગાઉના વર્ષની સરખામણીમાં 9 ટકા વધારે હતુ. વર્તમાન ખરીફ તેલીબિયાંનું ઉત્પાદન ૨૩૪ લાખ ટન થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષ કરતા 6 લાખ ટન જેટલું ઓછું રહેશે. વર્ષ 2019-20 માં દેશમાં ખાદ્યતેલની આયાત 147 લાખ ટન થયેલ હતી, જે વર્ષ 2020-21 માં ઘટીને 134 લાખ ટન થયેલ હતી.

ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં મગફળીના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કરેલ છે. જેના તારણ મુજબ એવું અનુમાન છે, કે મગફળીનો ભાવ ઓક્ટોબર થી ડિસેમ્બર, 2021 દરમ્યાન (કાપણી સમયે) મણનાં રૂ. 1050 થી 1150 (ક્વિન્ટલ દીઠ રૂ. 5250- 5750) જેટલા રહેવાની સંભાવના છે. જે થી ઉપરોક્ત બાબતો અંગેની નોંધ લઈ, મગફળીનો સંગ્રહ કરવા તેમજ ડીસેમ્બર, 2021 પછી વેંચાણ કરવા ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. જે ખેડૂતભાઈઓને મગફળીનો સંગ્રહ કરવો પરવડે તેમ ન હોય, તેઓ ટેકાના ભાવે (માર્કેટ યાર્ડમાં) ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ કરે.

Share your comments

Subscribe Magazine

More on Business

More