31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન, પાર્લેનું નેટ વેચાણ 9% વધીને રૂ. 16,202 કરોડ થયું હતું, જ્યારે નફો 81 ટકા ઘટીને રૂ. 256 કરોડ થયો હતો. કંપનીએ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં કરેલી ફાઇલિંગ અનુસાર, એક વર્ષ પહેલાં તેનું વેચાણ રૂ. 14,923 કરોડ અને નફો રૂ. 1,366 કરોડ હતો.
પાર્લે પ્રોડક્ટ્સે જણાવ્યું હતું કે તેની વેલ્યુ ફોર મની વ્યૂહરચના, ખાસ કરીને પારલે જી માટે, વર્ષોથી સતત બ્રાન્ડને વધારવા માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ફુગાવાના સમયમાં જ્યારે ગ્રાહકો ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે અને વધુ નાનું પેક પસંદ કરી રહ્યા છે.
પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, "ગ્રામીણ વિસ્તારો, જે કુલ વેચાણમાં લગભગ 55-60% હિસ્સો ધરાવે છે, તેમાં પણ વૃદ્ધિ થઈ છે. અમે ગયા વર્ષે અમારા વિતરણમાં પણ 12% વધારો કર્યો હતો, જેનાથી મદદ મળી હતી," શાહે કહ્યું,"ગયા વર્ષનો નફો અસામાન્ય હતો કારણ કે અમે વેપારમાં કોઈ સ્કીમ કે પ્રમોશન ચલાવ્યું ન હતું, જાહેરાતમાં ઘટાડો કર્યો ન હતો અને કોવિડ દરમિયાન ચાલુ ખર્ચમાં નોંધપાત્ર રીતે બચત કરી હતી."
ગયા વર્ષે, પાંચ રૂપિયાનું પાર્લે-જી બિસ્કીટનું પેકેટ, હલ્દીરામ પછી, $1 બિલિયનના છૂટક વેચાણને પાર કરનાર બીજી ભારતીય ઝડપી-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ બન્યું હતું. ભારતમાં સૌથી વધુ પસંદગીની ગ્રાહક બ્રાન્ડની વાર્ષિક રેન્કિંગ અનુસાર તેમજ બ્રાન્ડ ફુટપ્રિન્ટ અનુસાર પાર્લે બિસ્કીટ બ્રાન્ડ એક દાયકાથી ભારતની ટોચની FMCG બ્રાન્ડ છે.
બે વર્ષ પહેલાં, 90 વર્ષ જૂની કંપની બ્રિટાનિયા અને નેસ્લે જેવી પ્રતિસ્પર્ધી બ્રાન્ડને પછાડી વાર્ષિક આવકમાં સૌથી વધુ કમાણી કરી દેશની સૌથી મોટી ફૂડ કંપની બની હતી. ગયા નાણાકીય વર્ષમાં બ્રિટાનિયાની આવક રૂ. 14,359 કરોડ હતી જ્યારે નેસ્લેનું વેચાણ રૂ. 14,829 કરોડ હતું.
પાર્લેની મુખ્ય હરીફ બ્રિટાનિયા બિસ્કિટ કેટેગરીમાં વેલ્યુ માર્કેટ લીડર છે, જેણે છેલ્લા 7-8 વર્ષોમાં તેમની ડીલરશિપ અને રિટેલ કવરેજમાં ત્રણ ગણો વધારો કર્યા પછી છેલ્લા 38 ક્વાર્ટરમાં બજારહિસ્સો મેળવ્યો છે. હકીકતમાં, 2015-16માં પાર્લેને પાછળ છોડી દીધા પછી, બ્રિટાનિયાએ રૂ. 45,000 કરોડના બિસ્કિટ માર્કેટમાં તેની લીડ વધારીને 40% કરી દીધી છે. બીજી તરફ, પારલે વોલ્યુમમાં માર્કેટ લીડર છે, જે વાર્ષિક 1.2 મિલિયન ટન બિસ્કિટનું વેચાણ કરે છે.
કંતારના જણાવ્યા અનુસાર, માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતી દૈનિક કરિયાણા અને આવશ્યક ચીજવસ્તુઓમાં 0.8% ઘટાડો થયો હતો, કારણ કે ભાવ વધારાને કારણે લોકોને ઘરના ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. પાર્લેએ જણાવ્યું હતું કે તેની સર્વવ્યાપક ગ્લુકોઝ બિસ્કિટ બ્રાન્ડને પેકેજ્ડ ફૂડના ભાવમાં વધારો થવાથી ફાયદો થયો છે. અન્ય કન્ઝ્યુમર ગૂડ્ઝમાં ઘટાડો થયો હોવા છતાં બિસ્કિટની માંગમાં સતત વધારો થયો છે. મોટાભાગના બજારોમાં પાયાની જરૂરિયાત હોવા છતાં, બિસ્કીટનો માથાદીઠ વપરાશ ઘણો ઓછો છે. ઉપરાંત, પેકેજ્ડ ફૂડ સેગમેન્ટમાં બિસ્કિટની કિંમત સરેરાશ કિલોગ્રામ દીઠ સૌથી ઓછી છે, અન્ય નાસ્તાની સરખામણીમાં રૂ. 100-120 છે, જે રૂ. 250 પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાય છે,"
વર્ષ દરમિયાન પાર્લેનું બિસ્કિટ સેગમેન્ટ ડબલ ડિજિટમાં અને વોલ્યુમ લગભગ 7-8% વધ્યું હતું. મોહનલાલ દયાલ ચૌહાણે 1929માં મુંબઈના ઉપનગર વિલે-પાર્લેમાં પાર્લે પ્રોડક્ટ્સની સ્થાપના કરી, જેમાં શરૂઆતના દસ વર્ષ ઓરેન્જ કેન્ડી અને અન્ય કન્ફેક્શનરી વસ્તુઓ હતી ત્યારબાદ દસ વર્ષ પછી બિસ્કિટ સેગમેન્ટમાં પ્રવેશી હતું અને હવે આ કંપની સમગ્ર દેશમાં 132 થી વધુ ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે, જેમાં વાર્ષિક વેચાણમાં બિસ્કિટનો હિસ્સો 70% છે, ત્યારબાદ નાસ્તા અને કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ખાદીની વૈશ્વિક લોકપ્રિયતાને પગલે IITF ખાતે ખાદી ઇન્ડિયા પેવેલિયનમાં વિદેશી રાજદૂતો આકર્ષાયા
Share your comments