આજના આધુનિક યુગમાં ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને મુખ્ય પુરાવો ગણવામાં આવી રહ્યો છે કોઈ પણ પ્રકારના દસ્તાવેજી કામ કરવા હોય તો તમામ જગ્યાએ આધાર કાર્ડ અને પાનકાર્ડ ફરજીયાત છે. જો આપનું પાનકાર્ડ આવા સમયે ખોવાઈ જાય અને તમારે તાત્કાલિક પાનકાર્ડ નવુ કઢાવડાવવુ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે આપ આપનું ખોવાયેલુ પાનકાર્ડ ફ્રી માં નવુ બનાવડાવી શકો છો તો ચાલો જાણીએ કે આપ ખોવાયેલા પાનકાર્ડને મેળવવા કેવી રીતે અરજી કરવી.
ખોવાયેલ પાનકાર્ડને બીજી વાર મેળવવા માટે કરવાની કામગીરી
- આવકવેરા વિભાગની વેબસાઇટ gov.in પર જાઓ.
- અહીં આધાર વિભાગે ઈન્સ્ટન્ટ PAN પર જાઓ.
- અહીં જે નવું પેજ ખુલે છે તેમાં તમારે Get New PAN પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી નવા પેજ પર આધાર નંબર નાંખ્યા પછી કેપ્ચા કોડ દાખલ કરો ત્યાર પછી OTP જનરેટ કરો તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે.
- આધારની વિગતો દાખલ કરીને ચકાસો.
- આ પછી પાન કાર્ડ માટે ઈમેલ આઈડી દાખલ કરો.
- તમારો આધાર ઇ-કેવાયસી ડેટા ઇપેનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
- આ પ્રક્રિયા પછી તમને PDF માં PAN ફાળવવામાં આવશે.
- તમે તેને તમારો આધાર નંબર નાખીને ડાઉનલોડ કરી શકો છો અથવા તમારા મેલ પર પણ સર્ચ કરી શકો છો.
ઇ-પાનમાં લોગ ઇન કરવા માટે પાન નંબર ડાઉનલોડ કરવામાં આવશે
- આવકવેરા વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal અને 'ઇન્સ્ટન્ટ ઈ-પાન' પર ક્લિક કરો.
- અહીં 'નવું ઈ-પાન' પર ક્લિક કરો અને તમારો પાન નંબર દાખલ કરો.
- જો તમને પાન નંબર યાદ નથી, તો પછી આધાર નંબર દાખલ કરો.
- નિયમો અને શરતો અહીં 'સ્વીકારો'. તે પછી તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
- વિગતો 'ચકાસો'. હવે તમારું PAN તમારા ઈમેલ આઈડી પર PDF માં મોકલવામાં આવશે.
- તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો.
Share your comments