તમને બધાને ખબર જ હશે કે દૂધ એ જીવન જરૂરીયાત વસ્તુ છે અને મોટાભાગના લોકોને દૂધની જરૂર પડે જ છે. તમે જો કોઈ ધંધો કરવા માંગો છો તો મારા માનવા પ્રમાણે દૂધનો જ ધંધો કરવો જોઈએ. કારણ કે દૂધનો ધંધો એવા પ્રકારનો ધંધો છે કે તમે આ ધંધો કોઈ પણ જગ્યાયે ખોલો તો પણ સરળતાથી ચાલે છે. દેશમાં અને દુનિયામાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યુ હતું ત્યારે મોટાભાગના ધંધાઓ પડીભાંગ્યા હતા પરંતુ દૂધનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો હતો. તો ચાલો આજે એ જાણીએ કે દૂધનો ધંધો કેવી રીતે શરૂ કરવો અને દૂધનો ધંધો શરૂ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
આ રીતે શરૂ કરો દૂધનો ધંધો
- બે ગાય અથવા ભેંસ લઈને પણ શરૂઆત કરી શકો છો
- છૂટક દૂધ વહેંચી શકો છો
- તમે મિલ્ક ડેરી પ્લાન્ટ ખોલવા માંગતા હોવ તો મિલ્ક પ્લાન્ટની કુલ કિંમતના માત્ર 10 ટકા તમારા ખિસ્સામાંથી રોકાણ કરવા પડશે
- DEDS સ્કીમ હેઠળ જે ડેરી પ્લાન્ટ લોન લેવામાં આવશે તે મંજુરીના 9 મહિનાની અંદર શરૂ થવી જોઈએ
- 9 મહિનાથી વધુ સમય લાગે તો સબસિડીનો લાભ મળશે નહીં.
- ડેરી પ્લાન્ટ લોન માટે પ્રોજેક્ટ તૈયાર કરો
- ડેરી પ્લાન્ટનું સ્થાન પ્રાણીઓની સંખ્યા ખર્ચ વગેરેની તમામ માહિતી હોવી જોઈએ
- આ પ્રોજેક્ટ માટે નાબાર્ડ દ્વારા અધિકૃત બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો
- સ્કીમ હેઠળ બેંક તમને ડેરી પ્લાન્ટ માટે શેડ બનાવવા ગાયભેંસ ખરીદવા ગાયભેંસ દૂધ આપવાનું મશીન ખરીદવા ઘાસચારો અને ઝૂંપડી ખરીદવા અને અન્ય કોઈપણ ડેરી વસ્તુઓની ખરીદી માટે લોન મળી રહેશે.
આ પણ વાંચો - દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર હવે કિલો ફેટના રૂ.700 મળશે, જાણો કોને મળશે આનો લાભ
આ પણ વાંચો - પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે કોણ કે.સી.સી. મેળવવા અરજી કરી શકે છે ?
Share your comments