ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જાણવા મળ્યું હતું કે તા. 22 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે મારા અધ્યક્ષ સ્થાને ખરીફ પાકોની ટેકાનાં ભાવે ખરીદી કરવા અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં રાજ્યનાં ખેડૂતોનાં ખરીફ પાકોનાં ઉત્પાદન ટેકાનાં ભાવે ખરીદવા માટે વિવિધ નિર્ણય લેવામાં આવેલ હતા. મગફળીની ખરીદી માટે 9 લાખ 98 હજાર મેટ્રીકટન મગફળી ટેકાનાં ભાવે ખરીદી લગભગ રૂપિયા 6364 કરોડની કિંમતની મગફળી ટેકાનાં ભાવે ખરીદ કરવાનો સરકારે નિર્ણય લીધો છે અને 420 કરોડ ઉપરાંતનાં 91343 મેટ્રીકટન સોયાબીનની પણ ખરીદી કરવાનો સરકારે નિર્ણય લીધો છે.
ખેડૂતો ઈ-સમૃદ્ધ પોર્ટલ પર ખેડૂત પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ગાંધીનગર ખાતે જ્યારે આ મીટીંગ મળી ત્યારે આ ખરીદી કરવા માટેનાં આયોજન માટેની પણ વ્યવસ્થા વિચારાઈ છે. અને આગામી તા. 21 ઓક્ટોમ્બરથી ખરીફ પાકોની ટેકાનાં ભાવે ખરીદી કરવાનું શરૂ કરવામાં આવે તેવો નિર્ણય લીધો છે. ખેડૂતો 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધી ઈ ગ્રામ કેન્દ્રો મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન પોતાના ગામનાં વીસી દ્વારા આ નોંધણી પોતાને જે વસ્તુ ટેકાનાં ભાવે વેચવી છે. એની નોંધણી ઓનલાઈન કરાવી શકશે.
ટેકાનાં ભાવે ખરીદી માટેનું આયોજન સરકાર દ્વારા કરવા માં આવ્યું છે.
ટેકાના ભાવ સરકાર દ્વારા હવે ખેડૂતોને મળી રહયા છે.તેથી ગુજરાત રાજયના ખેડૂતો માં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખરીફ સીઝનની વાવણીની શરૂઆત પહેલા જ ખરીફ સીઝનમાં ઉત્પાદિત ચીજોનો ટેકાનાં ભાવ માટેનો નિર્ણય કરી જાહેર કર્યો. જેથી ખેડૂતો પોતાને કઈ ચીજનાં કેટલા ભાવ મળશે એ ગણતરી કરીને વાવેતર કરે અને ઉત્પાદન શરૂ થાય એ પહેલા જ એનાં ટેકાનાં ભાવે ખરીદી માટેની વ્યવસ્થાનું પણ આયોજન સરકારે કરી દીધુ છે. કેટલો જથ્થો ટેકાનાં ભાવે ખરીદવો, કેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવા, આ બધી વ્યવસ્થા રાજ્ય સરકારે અગાઉથી જ આ કામગીરી કરી દીધી છે.
મગફળી સહીત મગ અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવા માં આવશે
મગફળીનો ટેકાનો ભાવ 6377 પ્રતિ ક્વિન્ટલ, મગનો ટેકાનો ભાવ 8558 પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનનો ટેકાનો ભાવ 4600 પ્રતિ ક્વિન્ટલે અગાઉ જાહેર કરવામાં આવેલ હતો. અને એ મુજબ આ ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાતના 160 કેન્દ્ર પર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માં આવશે
મગફળી માટે રાજ્યમાં 160 ખરીદ કેન્દ્રો, મગ માટે 73 કેન્દ્રો, અડદ માટે 105 કેન્દ્રો અને સોયાબીનની ખરીદી માટે 97 જેટલા ખરીદ કેન્દ્રો નક્કી કર્યા છે. અને જ્યારથી ટેકાનાં ભાવે આ ખરીદીની પ્રક્રિયા શરૂ થશે. જેથી રાજ્યનાં ખેડૂતોને ખરીફ ઋતુમાં જે ઉત્પાદિત જણસીઓ છે. એમાં આર્થિક નુકશાન ન જાય, ખેડૂતોને પુરા ભાવ મળી રહે. તે ખુશ રહે તેવી મારી આશા છે. રાજય કૃષિ મંત્રી
Share your comments