સોનામાં રોકણકારો માટે એક સારા સમાચાર છે સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી દ્વારા દેશમાં સોનાના સ્પોટ ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવી ગઈ છે.
સોનામાં રોકણકારો માટે એક સારા સમાચાર છે સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી દ્વારા દેશમાં સોનાના સ્પોટ ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવી ગઈ છે. હવે સોનામાં રોકાણ લીગલી રીતે કરી શકાશે. ભારતમાં ઘણા ખરા લોકો સોનામા રોકાણ કરતા હોય છે જેને ધ્યાનમાં રાખતા સેબી દ્વારા મંજુરી મળી ગઈ છે હાલની વાત કરીયે તો હાલમાં દેશમાં સોનામાં ફ્યૂચર ટ્રેડિંગ થાય છે. ચીન સહિત એવા ઘણા દેશો પણ છે કે જ્યાં સ્પોટ એક્સ્ચેન્જ થાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટમાં આ અંગે જાહેરાત કરી હતી. સેબી દ્વારા હવે સોનાને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટને સિક્યોરિટી તરીકે જાહેર કરવામાં આવી ગઈ છે. જેથી હવે સોનામાં ઈન્વેસ્ટ કરતા લોકો માટે હવે સિક્યોરીટી વધી જશે. જેવી રીતે શેર માર્કેટમાં શેરનું ટ્રેડિંગ કરી શકાય છે એવી રીતે હવે સોનામાં પણ ખુબજ શરળતાથી હવે ટ્રેડીંગ કરી શકાશે અને સોનાને અન્ય સિક્યોરિટીઝની જેમ તેનું પણ ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ થશે. ઉપરાંત ઇજીઆરનું ટ્રેડિંગ ૧,૨ કે ૧૦ ગ્રામના ગુણાંકમાં થઇ શકશે. ઇજીઆર હોલ્ડર ઇચ્છે તો તેનું સોનામાં રૃપાંતરણ કરી શકશે.
Share your comments