નવી મગફળીની આવકો હવે વધી રહી છે. સૌરાષ્ટ્રમાં હજી અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ છે, જેને પગલે નવી આવકો લેઈટ થઈ રહી છે. જો વરસાદ ચાર-પાંચ દિવસ સંપૂર્ણપણે રહી જશે તો આગામી સપ્તાહથી મોટી માત્રામાં નવી આવકો વધી શકે છે. આજે પણ આવકો સારી એવી વધી હતી. ગોંડલ, રાજકોટ અને હળવદ પીઠાઓમાં નવી મગફળીની એક હજાર ગુણીથી પણ વધુની આવક થઈ હતી. જેને પગલે ભાવમાં મણે રૂ.૨૦થી ૨૫નો ઘટાડો થયો હતો.
હળવદમાં ૧૨૦૦ ગુણી જેવી આવક હતી અને ભાવ રૂ.૮૦૦થી ૧૦૪૫ બોલાતાં હતા. હજી હવાનું પ્રમાણ ૧૮ ટકા જેવું આવી રહ્યું હોવાથી લેવાલી બહુ ઓછી છે. નીચામાં રૂ.૬૨૫ સુધીનાં ભાવ પણ બોલાયાં હતાં.
ગોંડલમાં નવી મગફળીની એક હજાર ગુણીની આવક હતી અને ભાવ નીચામાં રૂ.૭૫૦થી ૧૦૦૦ અને સારી મગફળીમાં રૂ.૧૨૦૦ સુધીનાં ભાવ હાતં. જૂની મગફળીમાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦ અને સારી જી-૨૦માં રૂ.૧૩૫૦ સુધીનાં ભાવ હતાં.
રાજકોટમાં મગફળીની ૨૨૦૦ ગુણીની આવક થઈ હતી. ૨૪ નં.રોહીણીમાં રૂ.૧૧૮૦થી ૧૨૭૦ અને જી-૨૯માં રૂ.૧૨૫૦થી ૧૩૬૦નાં ભાવ હતાં. નવી મગફળી ૧૭૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ ૨૪ અને ૩૭ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૨૦ અને ૩૯ નં.માં રૂ.૧૧૦૦થી ૧૩૦૦નાં ભાવ હતાં.
જૂનાગઢમાં ૧૨૦૦ ગુણીનાં વેપાર સરેરાશ રૂ.૨૮૦૦૦થી ૨૯૦૦૦ પ્રતિ ખાંડી (૪૦૦ કીલો) ના ભાવથી થયા હતાં.
હિંમતનગરમાં ૫૦ બોરી નવી મગફળીની આવક હતી અને ભાવ મણનાં રૂ.૧૨૦૦ બોલાયાં હતાં.
Share your comments