અમરેલીમાં આમ તો કપાસ અને મગફળીનું વાવેતર વધુ થતું હોય છે. પરંતુ આ વખતે અંહીના ખેડૂતોએ કપાસ અને મગફળીને છોડીને તેઓ સોયાબીનની ખેતી કરી છે.
તમને ખબર જ હશે કે દર વર્ષે ખેડૂતો ખેતી કરવાની પેટર્ન બદલતા હોય છે ત્યારે આ વર્ષે અમરેલી જિલ્લાના ખેડુતોએ કપાસ અને મગફળીના પાકનું વાવેતર તો કર્યુ જ છે સાથે-સાથે સોયાબીનનું પણ વાવેતર કર્યું છે. આ વખતે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી થઈ હોવાથી મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે પરંતુ હાલ આ વિસ્તારમાં સોયાબિનના પાકની સ્થિતિ સારી છે અને આ વર્ષે સોયાબિનનુ વાવેતર કર્યુ હોવાથી ખેડૂતોને સીધો ફાયદો થયો છે. સોયાબીનનો પાક આ વખતે એકદમ સલામત છે
વધુ ભાવ મળવાની ખેડૂતોને આશા
આ વર્ષે ખેડૂતોએ નવી પેટન્ટમાં સોયાબીનનું વાવેતર કર્યું છે. ખેડૂત હરેશભાઈ બુહાએ જણાવ્યું કે, ગત વર્ષે સોયાબીનનો ભાવ 900 રૂપિયા સુધી ઉંચા ભાવ રહ્યા હતા. આ વર્ષે વરસાદ સારો થવાથી સોયાબીનનો પાક ખૂબ સારો થયો છે. જેથી ખેડૂતોને આશા બંધાઈ છે કે, આ વર્ષે સોયાબીનના ભાવ 1100 થી લઈને 1200 રૂપિયા સુધીનો મળવાની સંભાવના છે.
વરસાદમાં સલામત રહ્યો સોયાબીનનો પાક
વરસાદથી સોયાબીનના પાકને નુકશાન નથી જોવા મળ્યું. આથી સોયાબીનના વાવેતરથી ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે. અમરેલી જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે પણ સોયાબિનનું વાવેતર કર્યું છે. આ વાવેતર તેમને ફળદાયી સાબિત થયું છે.
આ પણ વાંચો - ચાલુ વર્ષે ગુજરાતમાં સોયાબીનનો વાવેતર તોડશે વિતેલા વર્ષનો રિકોર્ડ
Share your comments