સોશિયલ મીડિયા પ્લેટફોમ ફેસબુક ઇન્ક આગામી સપ્તાહે મેટાવર્સના નિર્માણ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાનું વિચારી રહી છે આ જાણકારી the Verge એ મંગળવારે આપી હતી.
Verge એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરના રોજ કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની વાત અંગે ચર્ચા કરશે પરંતુ તે પહેલા જ નામની જાહેરાત થઈ શકે છે.
વધુમાં અહેવાલમાં જણાવાયુ હતું કે, રિબ્રાન્ડિંગ સંભવત ફેસબુકની સોશિયલ મીડિયા એપને પેરેન્ટ કંપની હેઠળની ઘણી પ્રોડક્ટ્સમાં સ્થાન આપશે, જે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ અને બીજી અન્ય સોસિયલ મીડીયા માધ્યમનો પણ સમાવેશ થશે.
ફેસબુકે સોમવારે જાહેરાત કરી હતી કે તે ઈન્ટરનેટનું વર્ચ્યુઅલ રિયાલિટી વર્ઝન 'metaverse' બનાવવા માટે યુરોપિયન યુનિયનના દેશોમાં 10,000 નોકરીઓનું સર્જન કરશે. ફેસબુક આ ડિજિટલ દુનિયાને ભવિષ્ય માને છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છેલ્લા કેટલાક સમયથી આ metaverse ના ખ્યાલ પર અવાજ ઉઠાવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ખ્યાલ વાસ્તવિકતામાં ફેરવાશે, ત્યારે તે વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયા વચ્ચેનો તફાવતનો અંત લાવી દેશે. ઉદાહરણ તરીકે, આ ટેકનોલોજી સાથે, કોઈપણ જે વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા પહેરે છે તેને લાગશે કે તેઓ મિત્ર સાથે રૂબરૂ વાત કરી રહ્યા છે, પછી ભલે તેમનો મિત્ર હજારો માઇલ દૂર બેઠો હોય અને બંને ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય.
આ પણ વાંચો - Whatsapp, Facebook અને instagram 6 કલાક સુધી બંધ રહેવાનું છે આ કારણ
Share your comments