અમદાવાદના સાણંદમાં આવેલો ફોર્ડ કારનો ઉત્પાદન એકમ બંધ થઈ ગયો છે. ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ એકમમાં મોટરકારનું ઉત્પાદન આજથી જ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇન્ડિયા (Ford Motor) ના સાણંદ પ્લાન્ટમાં ના 2200 થી 2500 જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. ફોર્ડનો આ પ્લાન્ટ બંધ થવાથી તેની સીધી અસર આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને મજૂરો પર પડશે આ કંપનીમાં 2200 થી 2500 લોકો બેરોજગાર બની જશે આ કંપનીમાં આજુબાજુના ગામડાના લોકો મજૂરી કામ માટે આવતા હતા હવે કંપની દ્વારા કારનુ પ્રોડક્શન બંધ કરી દાવામાં આવતા લોકોને હવે બીજે નોકરી પણ મળવી છે એક તો કોરોના કાળમાં લાખો લોકો પોતાની જોબ ગુમાવી ચૂક્યા છે અને હવે આ કંપની પણ બંધ થતા લોકોને પડ્યા પર પાટુ માર્યુ એના જેવી સ્થિતિ થઈ છે.
ફોર્ડ કાર બનાવતી આ કંપનીનો પ્લાન્ટ બંધ થતા તેની અસર બજાર પર
ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ ખાતેનો પ્લાન્ટ વૈશ્વિક સ્ટાન્ડર્ડને પહોંચી વળે તેવો બનાવવામાં આવ્યો હતો. તેથી મોટી મૂડીનું રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ડિમાન્ડ ન વધતા મોટર દીઠ પડતર ઘણી જ ઊંચી આવતી હતી. તેથી બજારમાં સ્પર્ધા કરવી પણ તેમને માટે મુશ્કેલ બની ગઈ હતી. અમદાવાદ (Ahmedabad) નજીક સાણંદમાં આવેલા પ્લાન્ટ ઉપરાંત ચેન્નઈના મારિમાલાઈ ખાતેનો કાર ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફોર્ડના આ નિર્ણયની અસર ડીલરો પર પણ પડશે.
ગુજરાત ઉપરાંત કંપનીએ ચેન્નાઈનો પ્લાન્ટ પણ બંધ કર્યો
ગુજરાત ઉપરાંત કંપનીએ ચેન્નાઈનો પ્લાન્ટ પણ બંધ કર્યો છે. ગુજરાતનો પ્લાન્ટ બંધ થવાથી 22 જેટલા ડીલર્સ તેમનો ધંધો ગુમાવશે. ડીલર્સના માધ્યમથી અન્ય 2000 થઈ લોકોની રોજીરોટી પર પણ અસર પડી શકે છે. જોકે, કંપનીએ પ્લાન્ટને ટકાવી રાખવા શક્યત તમામ પ્રયાસો કર્યા હતા. કંપનીએ મહિન્દ્રા કંપની સાથે પણ ટાઈ-અપ કર્યુ હતું. પરંતુ આ ટાઈ-અપ માંડ 14 મહિના પણ ટક્યુ ન હતું. જેથી કંપનીને સર્વાઈવ કરવુ મુશ્કેલ બન્યુ હતું.
Share your comments