કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સને લઈને જાહેરાત કરી છે. હવે કાર કંપનીઓ, ઓટો મોબાઈલ એસોસીએશન, અને એનજીઓને પણ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવાની છૂટ રહેશે. આ સંસ્થાન પોતાના સેન્ટરોમાં ટ્રેનિંગ પાસ કરી ચુકેલા લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ આપી શકશે.
નવા નિયમાનુશાર થનાર ફાયદા
- હાલના દિવસોમાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર અને ઝારખંડ જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લર્નિગ લાયસન્સ અને ગાડીઓના રજિસ્ટ્રેશન (RC) માટે નવા નિયમોને લાગુ કર્યા છે.
- ઘણા રાજ્યોમાં હવે માત્ર ઓનલાઈન જ આવેદન સ્વીકારવામાં આવે છે.
- કોરોના કાળ પછી દેશના લગભગ બધા રાજ્યોની પરિવહન વિભાગના લર્નિગ લાયસન્સ માટે ફી જમા કરવાની વ્યવસ્થા ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.
- નવી વ્યવસ્થા અનુસાર સ્લોટ બુક થતા જ લર્નિંગ લાયસન્સ માટે પૈસા જમા કરવા પડે છે.
- પૈસા જમા કર્યા પછી પરીક્ષા માટે તારીખ પણ પોતાની સુવિધા અનુસાર મળી રહી છે.
- લાયસન્સ સંબંધિત સેવાઓ માટે પરિવહન વિભાગની વેબસાઈટ પર જઈને ડ્રાઈવિંગ સેવાઓ પર ક્લિક કરવું પડશે.
- તમારે ફોર્મ ભરતી વખતે પોતાના DL નંબરની સાથે બીજી પણ પર્સનલ જાણકારી આપવી પડશે.
- તેના ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત બીજા પણ જરૂરી ડોક્યુમેન્ટને વેબસાઈટ પર અપલોડ કરવા પડશે.
- RTO ઓફીસમાં બાયોમેટ્રિક માહિતીની તપાસ પછી તમારા બધા ડોક્યુમેન્ટ ખરા કરવામાં આવશે. ત્યાર પછી તમારા લાયસન્સનું નવીનીકરણ થઈ જશે.
હવે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવાથી ગ્રાહકોને ઘણી રાહત થઈ છે. તેમજ વ્યવસ્થા ઓનલાઇન થવાથી તમે ગમે ત્યારે અને ગમે ત્યાં ફોર્મ ભરી શકો છો. તેમજ પોતાના સમય અનુસર તારીખ પણ પસંદ કરી શકો છો.
આ પણ વાંચો - ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આધારને ઘરે બેઠા બેઠા આ રીતે કરી શકો છો લીંક
Share your comments