IT કંપની ફ્રેશવર્ક્સ(Freshworks) ની અમેરિકાના નાસડેક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે. આ સાથે જ અમેરિકી બજારમાં સૂચીબદ્ધ થનારી પહેલી ભારતીય સોફ્ટવેર એઝ સર્વિસ (SAAS) અને યુનિકોન કંપની બની ગઈ છે. આ કંપનીમાં કામ કરનારા 500થી વધુ કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા છે. ગિરીશ માતૃભૂતમ (Girish Mathrubhootam)ની આ કંપનીમાં 4000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જે કર્મચારીઓ કરોડપતિ બન્યા છે તેમાથી 70 લોકોની ઉંમર તો 30 વર્ષથી પણ ઓછી છે.
નાસડેક ઈન્ડેક્સમાં એન્ટ્રી
- કંપનીના શેરે નાસડેક (Nasdaq) ઈન્ડેક્સ પર પોતાના ઈશ્યુ પ્રાઈઝથી 21 ટકા ઉપર 36 ડોલરના ભાવે એન્ટ્રી કરી.
- કંપનીની માર્કેટ કેપ 12 અબજ ડોલર ઉપર પહોંચી ગઈ.
- આજે 76 ટકા કર્મચારીઓ પાસે ફ્રેશવર્ક્સના શેર છે.
કર્મચારીઓના સાથ અને સહયોગથી મળી સફળતા
માતૃભૂતમે કહ્યું કે આ પ્રકારની ચીજો ભારતમાં વધુ કરવાની જરૂર છે. કર્મચારીઓની મહેનતથી આ શક્ય બન્યું છે, તેઓ તેના માટે યોગ્ય છે. જેમ જેમ કંપની મોટી થતી ગઈ, આ તમામ કર્મચારીઓએ તેમા યોગદાન આપ્યું. હું માનું છું કે કંપનીના આ રિવન્યુને તે લોકો સાથે શેર કરવામાં આવે જેમણે તેને બનાવી છે
કપંનીમાં કર્મચારીઓના શેરનો હિસ્સો
- ફ્રેશવર્કર્સની શરૂઆત 2010માં ચેન્નાઈમાં ગિરિશ માતૃભૂતમ અને શાન કૃષ્ણાસામી દ્વારા કરાઈ હતી.
- તેના ગ્રાહકો 120થી વધુ દેશોમાં છે અને તેના તમામ રાજસ્વ અમેરિકામાં માન્યતા પ્રાપ્ત છે.
- આ એક આઈટી કંપની છે.
- કંપનીના 76 ટકા કર્મચારીઓના ફર્મમાં શેર છે.
અત્રે જણાવવાનું કે ફ્રેશવર્ક્સે આઈપીઓ દ્વારા અમેરિકામાં 91.2 કરોડ ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
Share your comments