છેલ્લા કેટલાક વર્ષોથી મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા ઘણા પ્રયાશો કરી રહી છે અને નવી નવી યોજનાઓ અમલમાં લાવી રહી છે તો આજે અમે તમને જણાવીશુ કે પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે કોણ કે.સી.સી. કરાવી શકે છે ? અને તેના માટે શુ લાયકાત હોવી જોઈએ
પશુપાલન અને મત્સ્યોદ્યોગ યોજનાનો ઉદ્દેશ્ય
ખેડુતોને પશુપાલન અને મત્સ્યોદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓ માટે એક જ વિંડો હેઠળ પર્યાપ્ત અને સમયસર ધિરાણ સહાય પ્રદાન કરવાનો છે
યોજનાનો લાભ લેવા માટે જરૂરી યોગ્યતા
- દૂધાળા પશુ પાલક/ઘેંટા/બકરી/ભૂંડ/મરઘાં/પક્ષીઓ/સસલાં ઉછેર સાથે સંકળાયેલા લોકો, જે પોતાના/ભાડાના/ લીઝ્ડ શેડ ધરાવતા હોય અને જે રજિસ્ટર્ડ ફિશિંગ બોટ ધરાવે છે અથવા લીઝ પર રાખે છે
- નદી અને સમુદ્રમાં માછીમારી માટે જરૂરી ફિશિંગ લાઇસન્સ / પરવાનગી ધરાવે છે
- ખાડીઓ અને ખુલ્લા દરિયામાં માછલીઓનો ઉછેર મેરીકલ્ચર પ્રવૃત્તિઓ અને રાજ્યની ચોક્કસ મત્સ્યઉદ્યોગ અને સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સહિત ખેડૂત, ડેરી / મરઘાં ઉછેર, માછીમારો, માછલી ઉછેર, વ્યક્તિગત અથવા સંયુક્ત ધિરાણ લેનારા સંયુક્ત જવાબદારી ધરાવતા ગ્રુપ અથવા સ્વ સહાય ગ્રુપ.
યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયની રકમ
- જે ખેડુતોની જમીનની માલિકીના આધારે કેસીસી પહેલેથી જ છે તેઓ તેમની કેસીસી ક્રેડિટ મર્યાદામાં વધારો કરી શકે છે
- વ્યાજમાં રાહત ફક્ત રૂ. 0 લાખની મર્યાદામાં ઉપલબ્ધ રહેશે.
- આનુસાંગિક વિના કેસીસી ક્રેડિટ માટેની સામાન્ય મર્યાદા રૂ. 6 લાખ છે
- જે ખેડુતોનું દૂધ સંઘો દ્વારા સીધું જ મેળવવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉત્પાદકો અને કોઈ પણ વચેટિયા વિનાના પ્રોસેસિંગ યુનિટ અને ઉત્પાદકો વચ્ચેના સીધા જોડાણની વ્યવસ્થા હેઠળ આવે છે, અને તેથી આનુસાંગિક (કોલેટરલ) વિના ક્રેડિટ મર્યાદા રૂ. 0 લાખ સુધીની હોઈ શકે છે.
કેસીસી લોન માટે વ્યાજ રાહત (સબવેશન)
- કેસીસી ધારકોને પશુપાલન પ્રવૃત્તિઓ માટે રૂ. 0 લાખની ક્રેડિટ મર્યાદામાં વ્યાજ સબવેશન અને તાત્કાલિક ચુકવણી પ્રોત્સાહનનો લાભ મળશે.
- પશુપાલકો માટે લોન વિતરણ સમયે વાર્ષિક 2% અને 3% તાત્કાલિક ચુકવણીના કિસ્સામાં તાત્કાલિક ચુકવણી પ્રોત્સાહન રૂપે ઉપલબ્ધ રહેશે.
જો તમે આ ટોજનાનો લાભ લેવા માંગતા હોવ તો આજે જ તમારી નજીકની બેન્ક શાખાનો સંપર્ક કરો.
Share your comments