Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુપાલનનો વ્યવસાય કરવા કેવા પ્રકારના પશુ પાળવા ? જાણો આ અહેવાલમાં

જે ગાય કે ભેંસ પસંદ કરવાની હોય તેનું હાલનું દૂધ ઉત્પાદન, સરેરાશ ઉત્પાદનથી દોઢ કે બમણું ઉત્પાદન હોય તેને પસંદ કરવું.

Sukhadev Thakor
Sukhadev Thakor

જે ગાય કે ભેંસ પસંદ કરવાની હોય તેનું હાલનું દૂધ ઉત્પાદન, સરેરાશ ઉત્પાદનથી દોઢ કે બમણું ઉત્પાદન હોય તેને પસંદ કરવું.

પશુપાલન વ્યવસાય આર્થિક રીતે પોષણક્ષમ બને એ માટે સારા પશુઓની પસંદગી કરવી જરૂરી છે, જે સતત લાભ આપી શકે. એટલે કે વધુ દૂધ ઉત્પાદન વાળી ગાય કે ભેંસની ઓળખ જરૂરી છે. આ સંર્દભે દુધાળા પશુના ખાસ ચિન્હોની સમજ અહીં આપવામાં આવેલી છે.

ગાય અને ભેંસના ચિન્હો

વધુ દૂધ ઉત્પાદન આપી શકે તેવી ગાય કે ભેંસની પસંદગી બે મુદ્દાઓ પર આધારિત છે.

1. પશુની વારસગત બાબત જાણવી


માદા પશુના વારસાગત દૂધ ઉત્પાદન રેકોર્ડ ઉપલબ્ધ હોય તો અવશ્ય પણે ધ્યાને લઈ શકાય. વારસાગત એટલેકે એની મા, દાદી, નાનીના દુધની માહિતી મેળવ્યા પછી જ પસંદગી સબબ આગળ વધવું.જે ગાય કે ભેંસ પસંદ કરવાની હોય તેનું હાલનું દૂધ ઉત્પાદન સરેરાશ ઉત્પાદનથી દોઢ કે બમણું ઉત્પાદન હોય તેને પસંદ કરવું. કારણ કે, આ ધણ એક જ વાતાવરણમાં રહેતા હોય છે અને એક જ જાતના ખોરાક પર નભતા હોય છે. આ સિધ્ધાંતને ધ્યાનમાં લઈને ગાય કે ભેંસ પસંદ કરવામાં આવે તો ભવિષ્ય માટે વધુ દૂધ ઉત્પાદન ધરાવતું નવું ધણ ઉભું કરી શકાય છે. જેથી ઝડપથી આર્થિક વૃદ્ધિ થાય છે.

2. શારીરીક દેખાવ


દુધાળા પશુઓ પસંદ કરવા માટે શારીરીક દેખાવ અને ખાસ ચિન્હોની ઓળખ જરુરી છે. જેને આધારે સારા દૂધ ધરાવતા પશુ (ગાય કે ભેંસ) ને પસંદ કરી શકાય છે. દા.ત. દુધાળા પશુના દૂધ ઉત્પાદન રેકોર્ડ મળતા હોય તો આવા સંજોગોમાં પશુના શારીરીક દેખાવ અને ખાસ ચિન્હો પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે. આવા ચિન્હો નીચે મુજબ છે.

=> ગાય કે ભેંસનું શારીરિક કદ-વજન આદર્શની નજીક છે કે નહિ.
=> દુધાળ પ્રકારની ગાય કે ભેંસ મોટા ભાગે વધુ દૂધ ઉત્પાદન ધરાવતી હોય છે. જેના ચિન્હો આ પ્રમાણે હોય છે.
=> ચારેય આંચળો વચ્ચે સરખું અંતર હોવું જોઈએ.
=> યોગ્ય લંબાઈ યુકત શરીર તથા લાંબી ડોક.
=> પાંસળીઓ ચપટી અને લાંબી હોવી જોઈએ
=> ખુંધ સરખી રીતે અને વ્યવસ્થિત હોવી જોઈએ.
=> છાતીનો ઘેરાવ અને પેટનો ઘેરાવ સરખી રીતે ઉત્તરોત્તર વધતી જતી પહોળાઈ વાળા હોવા જોઈએ.
=> પાંસળીઓની વચમાં યોગ્ય-સરખુ અંતર હોવું જોઈએ.
=> સાથળથી ઉપરનું શરીર- એક ધનુષ આકારના ધરાવતા હોય.

=> દુધની નસો(શિરાઓ) લાંબી, જાડી વળાંક લીધેલ હોવી જોઈએ.
=> ખભાઓ સરખી રીતે સેટ હોવા જોઈએ.
=> ચામડી પાતળી અને ઢીલી હોવી જોઈએ.
=> વાળ સ્વચ્છ અને ચમકદાર હોવા જોઈએ.
=> આઉની લંબાઈ, પહોળાઈ અને પાછળના ભાગના ઉંચા જોડાણ સારું ઉત્પાદન આપતા પશુની નિશાની છે.
=> આઉ નરમ અને લીસી સપાટી વાળા હોવા જોઈએ.
=> આંખ, નાક, કાન, માથુ બરોબર તેજમાં અને આકારમાં બરોબર છે કે નહિ, શરીર ફાચર આકારનું છે કે નહિ. ચારેય પગ વ્યવસ્થિત અંતર ઉપર પડે છે કે નહિ.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More