પશુપાલકો માટે પોતાના પાલતુ પશુઓ જ એમનું સાચુ પશુધન છે. ઉત્પાદક અને બિન-ઉત્પાદક, નાના-મોટા બધા જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે તેમને વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકશે. પશુ ને સજા વ્હાલા રાખીને આવનાર પેઠી માંથી વધુ ઉત્પાદન ક્ષમતા કેવી રીતે મેળવવી એ પણ આપણા હાથની જ વાત છે. આના માટે આપણે અલગથી કોઈ ખર્ચો કરવાની કાંઈ જ જરૂર નથી. માત્ર ને માત્ર જરૂર છે સમય પાલનની અને સાથે સાચા ઉપાયોની. તો આ રહ્યા પશુને તંદુરસ્ત રાખવા માટેના ખાસ ઉપાયો.
પશુ માટે તાજુ અને સ્વચ્છ પાણી ની વ્યવસ્થા
પશુને આહારમાં મળતા પોષકતત્વોમા સૌથી મહત્વનું અને અગત્યનું પોષક-તત્વ હોય તો તે પાણી જ છે. પશુના શરીરમાં 70% જેટલુ પાણી, લીલા ઘાસચારામા 80% પાણી અને સૂકા ઘાસમાં 10% જેટલું પાણી રહેલું હોય છે. પાણી શરીરની તંદુરસ્તી, વાતાવરણની ઠંડી-ગરમી, ખોરાકના પાચન અને દૂધ ઉત્પાદન માટે ખુબ જ મહત્વ ધરાવે છે. એક પુખ્ત પશુને દિવસ દરમિયાન 35 થી 70 લિટર જેટલુ પાણી પીવા માટે જોઈએ.
પશુ માટે પુરતો તેમજ સમતોલ આહાર
બધા જ પશુઓ ખોરાક ખાવાની પોત-પોતાની મર્યાદા તો હોય જ છે. આપણાં ગાય-ભેસ વર્ગના પશુઓ તેના વજનના 25% જેટલો સૂકો ચારો અને 10%જેટલો લીલો ચારો ખાય શકે છે. એટલે કે 100 કિલો વજનની વાછરડી-પાડી દિવસ દરમિયાન 2.5 કિલો સૂકુ ઘાસ અને 10 કિલો જેટલું લીલુ ઘાસ ખાય શકે છે. આનાથી જો ઓછો ખોરાક આપવામા આવે તો પશુ ભુખ્યુ રહે છે અને તેની આડઅસરના રૂપમા પશુની વૃધ્ધિ પર થાય છે અને જેથી વૃદ્ધિ અટકી જાય અથવા તો મંદ ગતિએ થાય, ઉપરાંત ગાભણ થવામાં મોડુ થાય છે, પોષણના અભાવે બીમારી પણ જલ્દી આવે છે.
આવુ ના થાય માટે બધા જ પશુઓને તેમની જરૂરીયાત મુજબ નું લીલુ-સૂકું ઘાસ અને ખાણદાણ આપવાથી પશુને તંદુરસ્તી જળવાય છે અને તે યોગ્ય, પોતાની માત્રા મુજબનુ ઉત્પાદન આપી શકે છે. પુખ્ત વયની ગાય-ભેસ એકલુ 9-11 કિલો જેટલું સુકૂ અને 35-45 કિલો જેટલું લીલુ ઘાસ ખાય શકે છે. આનાથી વધારે પ્રમાણમાં આપતા ઘાસનો બગાડ થાય છે. ખાણદાણ પશુ જે દૂધ આપે તેના 50% જેટલુ આપવાની ભલામણ છે.
Share your comments