આરોગ્યની બાબતે પશુઓની કાળજી રાખવી
ચોમાસાની ઋતુમાં માણસ જ નહી પણ પશુ પક્ષી અને પ્રાણીઓમાં પણ રોગ થતા હોવાનું જોવા મળે છે અને ચોમાસામાં મોટા ભાગે પાણીથી રોગો ફેલાતા હોય છે. તેથી, વરસાદની ઋતુમાં પ્રાણીઓની જાળવણી માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. માટે ચોમાસાની ઋતુમાં પશુપાલનનો વ્યવસાય કરતા લોકોએ તેમના ઢોર-ઢાંખરને લઈને ખાસ કાળજી રાખવી જરૂરી છે. પશુપાલકોએ વારંવાર એ જોતા રહેવું અને તપાસ કરતા રહેવુ કે તેમના ઢોરને કોઈ પ્રકારનો રોગ તો નથી ને અને જો તેમના પાલતુ પશુમાં કોઈ રોગ જણાય તો તાત્કાલિક સારવાર કરાવવી.
અયોગ્ય ઘાસચારો ખાવાથી સ્વાસ્થ્ય પર અસર
ચોમાસાની ઋતુમાં વગડામાં નવા નવા ઘાસ ઉગી નીકળતા હોય છે પશુઓ સીમમા ચરવા જાય ત્યારે નવા ઉગેલા ઘાસને જોઈને પશુઓ પોતાની જાતને રોકી શકતા નથી અને ન ખાવાનો ઘાસચારો પણ પોતાનો ખોરાક બનાવી લેતા હોય છે જેના કારણે પણ પશુઓ બીમારીનો શિકાર બનતા હોય છે અને આવુ ન ખાવા લાયક ઘાસ ખાય છે તેના કારણે પશુઓનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે દૂધણા ઢોરની દૂધ આપવાવી ક્ષમતા પણ ઘટી જતી હોય છે આવી પરિસ્થિતિમાં આપણે આપણા પાલતુ પશુઓનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
ચોમાસાની ઋતુ દરમિયાન પશુપાલકોએ ધ્યાનમાં રાખવાની બાબતો
- ચોમાસાની ઋતુ દરમિયાન પશુ પાલકોએ વારંવાર પશુનું ધ્યાન રાખવું
- પશુપાલકોએ સતત જોતા રહેવું કે તેમના પશુને કોઈ રોગ તો નથી ને
- મહિનામાં એકાદ વાર પશુના ડોક્ટરો પાસે નિદાન કરાવું
- પશુના ખોરાકને લઈને ખુબ ધ્યાન રાખવું
- બહાર ઢોર સીમમા ચરવા જાય છે તો તે ન ખાવાનો પદાર્થ એટલે કે ઘાસચારો ન ખાય તે ધ્યાન
રાખવુ
- પશુપાલકોએ સમયાંતરે કાળજી લેવી જોઈએ કે પ્રાણી કોઈ રોગથી પીડિત છે કે નહીં.
પગ અને મોઢાના રોગ
વરસાદની ઋતુમાં ખાસ કરીને પ્રાણીઓના મોં અને પગમાં રોગ જોવા મળે છે. તેને પગ અને મોઢાનો
રોગ કહેવામાં આવે છે. આ રોગ ગાય, ભેંસ, ઘેટા, બકરી, ડુક્કર વગેરે ઘરેલુ પ્રાણીઓ અને હરણ
વગેરેમાં થાય છે. આ રોગ ખૂબ જ ચેપી છે.
Share your comments