ભેંસ પાલનનું ડેરી ઉદ્યોગમાં ઘણુ મહત્વ રહેલું છે. આપણા દેશમાં આશરે 55 ટકા દૂધ એટલે કે 20 મિલિયન ટન દૂધ ભેંસ પાલન મારફતે પ્રાપ્ત થાય છે. આ સંજોગોમાં જો તમે ભેંસ પાલનની શરૂઆત કરવા માંગતા હોય તો ભેંસની એક જાતનું પાલન કરો. જેમાંથી દૂધ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભેંસની અનેક જાતો છે, જે વધારે દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. આજે આપણે ભેંસની લોકપ્રિય જાતો કે જે વધારે દૂધ ઉત્પાદન કરવા માટે જાણિતી છે તે અંગે વાતચીત કરશું.
જાફરાબાદી ભેંસ
ભેંસની જાફરાબાદી જાત સૌથી વધારે ચલણમાં છે. તે ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આ ભેંસનું માથુ અને ગર્દનને લીધે એક અલગ ઓળખ ધરાવે છે. કારણ કે તેનું માથુ ઘણું પહોળું હોય છે. આ સાથે અન્ય ભેંસોની તુલનામાં મોટું અને પાછળ તરફ વળેલુ હોય છે. જો દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો સરેરાશ દૂધ ઉત્પાદન પ્રતિ વર્ષ 1000થી 12000 લીટર હોય છે.
મુર્રા ભેંસ
મુર્રા ભેંસ સૌથી વધારે દૂધ આપતી જાત છે, જેની માંગ હરિયાણામાં વધારે હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણા અને પંજાબ ઉપરાંત અનેક રાજ્યોમાં મુર્રા ભેંસ ખરીદવામાં આવે છે. અહીં દરરોજ 15થી 20 લીટર દૂધ સરળતાથી આપે છે. તેના દૂધમાં ફેટનું પ્રમાણ 7 ટકાથી વધારે હોય છે.
સુરતી ભેંસ
ભેંસની સુરતી જાત પણ ગુજરાતની છે. જે વડોદરામાં જોવા મળે છે. જે રીતે જાફરાબાદી ભેંસ ઘેરા કાળા રંગની હોય છે, એવી જ રીતે સુરતી ભેંસનો રંગ સામાન્ય કાળા રંગ અથવા સ્લેટી હોય છે. જો ભેંસ જોવામાં નબળી છે, પણ તેનું માથુ લાંબુ છે. જો દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો તે સરેરાશ ઉત્પાદન પ્રતિ વર્ષ 900થી 1300 લીટર આપે છે.
મહેસાણા ભેંસ
આ ભેંસ પણ ગુજરાતના મહેસાણા જિલ્લામાં જોવા મળે છે. આ ભેંસનો રંગ કાળો-ભૂરો હોય છે. તે દેખાવમાં મર્રા ભેંસની માફક હોય છે, પણ આ ભેંસ દેખાવમાં ઘણી ધાકડ હોય છે. તેના સિંગડા ઓછે વળેલા હોય છે. જો દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો તે સરેરાશ પ્રતિ વર્ષ 1200થી 1500 લીટર દૂધ આપે છે.
ભદાવરી ભેંસ
ભેંસની આ જાત ઉત્તર પ્રદેશના આગ્રા, ઈટાવા અને મધ્ય પ્રદેશના ગ્વાલિયર ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. આ જાતના માથાનો આકાર નાનો હોય છે. તેના પગ નાના હોય છે. આ ભેંસની દૂધ ઉત્પાદન ક્ષમતા 1250 થી 1350 કિલોગ્રામ હોય છે.
જો તમે ભેંસ પાલનની શરૂઆત કરી રહ્યા હોય તો ભેંસની ઉપરોક્ત જાતોની પસંદગી કરી શકાય છે. તે ડેરી ઉદ્યોગ માટે ખૂબ જ લાભદાયક હોઈ શકે છે. ભેંસની આ જાતથી દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. આ રીતે તમે તમારી આવકમાં વધારો કરી શકાય છે.
Share your comments