રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલિયાની અધ્યક્ષતામાં સંઘ સાથે જોડાયેલા અંદાજિત 50 હજાર દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હીતોને પ્રાધાન્ય આપીને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો સરાહનિય નિર્ણય જાહેર કરાયો છે. પ્રવર્તમાન ચોમાસાની મૌસમમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં છે તેમજ કપાસિયા ખોળના આસમાને પહોંચેલા ભાવથી પશુપાલકો દૂધાળા પશુઓના નિભાવ માટે આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે ત્યારે સંઘ સાથે જોડાયેલા હજારો પશુપાલકોને આર્થિક મદદરૂપ થવા દૂધના કિલો ફેટના ભાવમાં રૂપિયા વીસનો વધારો જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે.
હાલ સૌરાષ્ટ્રના દૂધ સંઘોના દૂધના ભાવની તુલનાએ રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને સારો ભાવ મળી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા.1લી એપ્રિલ 2021 થી કિલો ફેટના રૂપિયા 650 ચૂકવવાની જાહેરાત થઇ હતી, ત્યાર બાદ હાલમાં વરસાદ ખેંચાયો છે તેમજ ખેડૂતો પશુપાલકો મુશ્કેલીમાં છે ત્યારે તેઓની આર્થિક પરિસ્થિતિઓનો વિચાર કરીને પાંચ માસના ગાળામાં ક્રમશઃ રૂપિયા પચ્ચાસનો વધારો કરવાનો ઉત્પાદકોના હીતમાં સંઘના મેનેજમેન્ટેનિર્ણય કર્યો છે. દૂધ સંઘ દ્વારા પચ્ચાસ દિવસમાં ત્રીજી વખત વધારો કરાયો હોવાનું જણાવાયું હતું. કિલો ફેટે રૂપિયા વીસનો નવો વધારો આગામી તા.11મી સપ્ટેમ્બર 2021થી લાગુ પડશે, એટલે ત્યારથી ખેડૂતોને કિલો ફેટના રૂપિયા 700 ચૂકવાશે.
કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો, આગામી તા.11મી સપ્ટેમ્બરથી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ.650ને બદલે રૂપિયા 700 ચૂકવાશે.
Share your comments