Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

નવા જન્મેલા વાછરડાંને આજીવન નિરોગી રાખવા માટે રાખો આટલી કાળજી

તંદુરસ્તીની દ્રષ્ટિએ ગાય-ભેંસ વર્ગનો જીવન કાળ બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલો જન્મના પહેલા 24 કલાક અને બીજો જન્મના 24 કલાક પછીનો સમય. વાછરડાના જીવનકાળના પહેલા 24 કલાકની અસર તેના પાછળના જીવન કાળ પર પડે છે. પહેલા 24 કલાકમાં જો વાછરડાની કાળજી લેવામાં ન આવે તો તે વિવિધ રોગનો ભોગ બને છે

Himanee Chauhan
Himanee Chauhan
Keep Your Newborn Calf Healthy
Keep Your Newborn Calf Healthy

તંદુરસ્તીની દ્રષ્ટિએ ગાય-ભેંસ વર્ગનો જીવન કાળ બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલો જન્મના પહેલા 24 કલાક અને બીજો જન્મના 24 કલાક પછીનો સમય. વાછરડાના જીવનકાળના પહેલા 24 કલાકની અસર તેના પાછળના જીવન કાળ પર પડે છે. પહેલા 24 કલાકમાં જો વાછરડાની કાળજી લેવામાં ન આવે તો તે વિવિધ રોગનો ભોગ બને છે.

વાછરડાની કાળજી લેવામાં ન આવે તો તે વિવિધ રોગનો ભોગ બને છે. તો આજના લેખમાં આપણે જોઈશું કે નવા જન્મેલા વાછરડાની કાળજી કેવી રીતે લેવી જોઈએ.

નવા જન્મેલા વાછરડાંની સાર-સંભાળ

તાજા જન્મેલા વાછરડા માટે વિયાણ બાદનો પહેલો કલાક ખૂબ જ મહત્વનો છે

જન્મ બાદ વાછરડા/પાડાનું નાક અને મોઢું સાફ કરવું, જે વાછરડાના શ્વાસોશ્વાસમાં મદદરૂપ થાય છે તથા ભવિષ્યમાં શ્વાસોશ્વાસની મુશ્કેલીઓ અટકાવે છે.

માતાને તેનું વાછરડું ચાટવા દો અને ચોખ્ખું કરવા દો. જે વાછરડાના શરીરમાં લોહીનું ભ્રમણ વધારે છે અને વાછરડાને ઉભા થવા તથા ચાલવા માટે તૈયાર કરે છે.

વાછરડાના ડુટાની શરૂઆતથી 2 ઈંચનું અંતર રાખીને ચોખ્ખા સાધન દ્વારા બાકીનો ભાગ કાપી નાખો.

ડુટાને ટીંચર આયોડીનના 3.5% અથવા વધારે દ્રાવણમાં ડુબાડો તેને ઓછામાં ઓછું 30 સેકન્ડ સુધી ડુબાડી રાખો. ખુલ્લા રહેલા ભાગને સ્વચ્છ દોરીથી બાંધી દો તેના 12 કલાક પછી ડુટાને ફરી ડૂબાડો. ઉલ્લેખનીય છે કે ડુટાની અપૂરતી સંભાળને કારણે ચેપ લાગી શકે છે.

તાજા જન્મેલા બચ્ચાને જન્મના બે કલાકની અંદર 2 લીટર ખીરું/કોલોસ્ટ્રમ પીવડાવવું જોઈએ તથા 1-2 લીટર 12 કલાકની અંદર ફરીથી આપવું જોઈએ.

ઘણા વાછરડાંઓને તેમની માતા તરફથી વિયાણના થોડા કલાકમાં પૂરતું ખીરું /કોલોસ્ટ્રમ મળતું નથી તેથી તેઓને રોગ પ્રતિકારક શક્તિ પૂરતા પ્રમાણમાં મળતી નથી.

વિયાણના 24 કલાક બાદ ખીરું પીવડાવાથી વાછરડા ચેપ મુક્ત બની શકતા નથી.

વાછરડાને તેના જન્મ બાદ 3 મહિના સુધી ચેપ મુક્ત રાખવા માટે પૂરતા પ્રમાણમાં ખીરૂ મળવું જોઈએ. ખીરું એ વાછરડા ખૂબ  જ જરૂરી છે.

તાજા જન્મેલા વાછરડાને હાથ દ્વારા ખીરું પીવડાવાની ભલામણ કરવામાં આવે છે. જેથી ખેડૂતને ખાતરી થાય છે કે દરેક વાછરડાએ કેટલું ખીરું પીધું.

વાછરડાને 10-14 દિવસની ઉંમરે કરમિયાની દવા પીવડાવવી જોઈએ તથા ત્યારબાદ છ મહિના સુધી દરેક મહિને દવા પીવડાવતા રહેવી જોઈએ.

વાછરડાની ઉંમર ત્રણ માસની થાય ત્યારે રસીકરણ માટે પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

જન્મના 2-8  અઠવાડિયા દરમિયાન વાછરડાના સારા વિકાસ અને તેમાં ઝડપથી પુખ્તતા આવે તે માટે કાફ સ્ટાર્ટર આપવું જોઈએ.

વાછરડાના ઝાડા

નવજાત વાછરડાઓમાં ઘણા કારણથી ઝાડા થાય છે. નવજાત વાછરડાને ઝાડા થવાથી ઘણા પ્રમાણમાં પાણી તથા ઈલેકટ્રોલાઈટ વાછરડાના શરીરમાંથી વહી જાય છે. ઝાડા તથા ઝડપથી પ્રવાહી તથા આયન ગુમાવવાથી ખૂબ ઝડપથી વાછરડાનું મૃત્યુ થાય છે.

 

ઝાડાની સારવાર

વાછરડાને ઝાડા થતાં ગુમાવેલ પાણી તથા ઈલેકટ્રોલાઈટનું પ્રમાણ ફરીથી પરત જળવાવવું જોઈએ, આ માટે રોજ રોજિંદા ખોરાક ઉપરાંત 2-4 લીટર ઈલેકટ્રોલાઈટનું દ્રાવણ આપવું જોઈએ. ઝાડાનું કારણ જાણીને તેની યોગ્ય સારવાર માટે શક્ય તેટલા વહેલા પશુચિકિત્સકને બોલાવવા જોઈએ.

ડિ-હાઈડ્રેશન એટલે શું

વાછરડાને થતાં ઝાડામાં માત્ર પાણી જ નહીં પરંતુ સોડિયમ, પોટેશિયમ જેવા શરીરના અગત્યના ક્ષારો પણ વહી જાય છે, તેથી વાછરડા શોષાઈ જાય છે. આવી પરિસ્થિતિને અંગ્રેજી ભાષામાં ડિહાઈડ્રેશન અને ગુજરાતી ભાષામાં નિર્જલીયતા કહેવામાં આવે છે.

ડિ-હાઈડ્રેશનની માપણી

ડિ-હાઈડ્રેશન લેવલ 5% સુધી હોય તો વાછરડું સામાન્ય હોય છે.

ડિ-હાઈડ્રેશન લેવલ 5 થી 6 ટકા સુધી હોય તો વાછરડાને ઝાડા થાય છે અને અન્ય રોગના કોઈ ચિન્હ હોતા નથી પરંતુ ધાવવાના રિફ્લેક્સ વધી જાય છે.

ડિ-હાઈડ્રેશન લેવલ 6 થી 8 ટકા સુધી હોય તો વાછરડું સામાન્ય ડિપ્રેશનમાં આવે છે પરંતુ ધાવવાનું ચાલુ રાખે છે. તેની આંખો ઊંડી જાય છે તથા નબળું પડી જાય છે.

ડિ-હાઈડ્રેશન લેવલ 8 થી 10 ટકા સુધી હોય તો વાછરડું ડિપ્રેશનમાં આવી જાય છે અને નીચે ગબડી પડે છે, આંખો પણ ખૂબ ઊંડી ઉતરી જાય છે અને હોઠ સુકાઈ જાય છે.

ડિ-હાઈડ્રેશન લેવલ 10 થી 14 ટકા સુધી હોય તો વાછરડું ખાઈ શકતું નથી અને તેનું શરીર ઠંડુ પડતું જાય છે. ઉપરાંત વાછરડું સતત ઘેનમાં રહે છે.

ડિ-હાઈડ્રેશન લેવલ 14 ટકાથી વધારે હોય તો વાછરડું મૃત્યુ પામે છે.

ઝાડા અટકાવવાના ઉપાય

વાછરડામાં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે વિયાણના 6 કલાકમાં ખીરું પીવડાવવુ અનિવાર્ય છે

વાછરડું જંતુમુક્ત તથા સૂકા વાતાવરણમાં રાખેલ છે તેની ખાતરી કરવી જોઈએ.

વાછરડાને ધાવવા માટે લઈ જતા પહેલા બાવલું ચોખ્ખુ છે તેની ખાતરી કરવી.

આ પણ વાંચો : પશુધન માટે બજેટમાં 40 ટકાથી વધુનો વધારો જાહેર કરાયો છે : પુરુષોત્તમ રૂપાલા

આ પણ વાંચો : મત્સ્ય ઉદ્યોગમાં ભારતના યુવાનો મેળવી રહ્યાં છે સફળતા



Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More