આ એક આશ્ચર્યજનક બાબત છે કે આઇટી ઉદ્યોગના લોકો મેટ્રો અને શહેરોમાંથી તેમની ઉચ્ચ આવકવાળી નોકરીઓ છોડીને ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રે કામ કરવા જતા હોય છે.
બેંગલુરુના શ્રીનિવાસ ગૌડાએ ક્યારેય કૃષિ ઉદ્યોગમાં કામ કરવાનું વિચાર્યું ન હતું. તેમણે આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક થયા અને છેલ્લા 18 વર્ષથી આઈટી કંપનીઓ સાથે કામ કરી રહ્યા હતા. તાજેતરના વર્ષોમાં તેમણે ભીડભાડ અને પ્રદૂષિત શહેરનું જીવન છોડવાની જરૂરિયાત અનુભવાઈ.
ધંધાકીય વિચારોની શોધમાં કેટલાક લોકોએ તેમને સૂચવ્યું કે પશુપાલન એ સારી આવક મેળવવાનું એક આકર્ષક ક્ષેત્ર છે. તેમણે પશુપાલન ઉદ્યોગના કેટલાક નિષ્ણાતોનો સંપર્ક કર્યો જેમણે તેમને ગધેડાનું પાલન કરવાનું સૂચન કર્યું.
જ્યારે તેમના પરિવાર અને મિત્રોને ખબર પડી કે શ્રીનિવાસ ગધેડા ઉછેર કરવાનું વિચારી રહ્યો છે, ત્યારે બધાએ આ વિચારનો વિરોધ કર્યો અને તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા. પોતાની કોર્પોરેટ નોકરી છોડવા મક્કમ, શ્રીનિવાસે છલાંગ લગાવી અને બે વર્ષના સારા સંશોધન પછી ન્યૂનતમ રોકાણ સાથે ગધેડા ઉછેર કરવાનું શરૂ કર્યું.
ગધેડીના દૂધમાં પુષ્કળ પોષક અને ઔષધીય મૂલ્ય છે. કેટલાક અભ્યાસોમાં મળેલી માહિતી પ્રમાણે પોષણની દ્રષ્ટિએ તે માનવ દૂધની નજીક છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.કોસ્મેટિક ઉત્પાદનો બનાવવા માટે કોસ્મેટિક ઉદ્યોગમાં પણ દૂધ લોકપ્રિય છે.
આ પણ વાંચો:વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય કરી ચોખ્ખી આવકમાં વધારો કરો
શ્રીનિવાસના ગધેડા ફાર્મની સ્થાપના જૂન 2022ની શરૂઆતમાં પૂર્ણ થઈ હતી. તેમના ખેતરની ગધેડીઓ (માદા)એ દૂધનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે જેને શ્રીનિવાસ રૂપિયા 5000 પ્રતિ લીટરમાં વેચે છે. ગાયના દૂધ કરતાં ગધેડીનું દૂધ મોંઘું હોવાનું કારણ એ છે કે એક ગાય એક દિવસમાં ઓછામાં ઓછું 5-8 લિટર દૂધ પેદા કરી શકે છે, જ્યારે એક ગધેડી (માદા) 24 કલાકમાં ફક્ત 250-300 મિલી દૂધ ઉત્પન્ન કરે છે. ઉચ્ચ પોષક અને ઔષધીય મૂલ્ય અને ઓછું ઉત્પાદન ગધેડીના દૂધને ઊંચી કિંમત આપે છે.
પીતા પહેલા ગધેડીના દૂધને ઉકાળવું જોઈએ નહીં અને તેમાંથી ચા પણ બનાવી શકાતી નથી. તે તેના કાચા સ્વરૂપમાં સૌથી મૂલ્યવાન છે. ઉદ્ઘાટનના પહેલા જ દિવસે તેઓ થોડા કલાકોમાં જ તેમના ફાર્મમાંથી તમામ દૂધ વેચવામાં સક્ષમ હતા.
શ્રીનિવાસ ગૌડાને 42 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી બદલવાનો કોઈ અફસોસ નથી. તેણે ક્યારેય ગધેડા પાળવાની અને તેમાંથી સારા પૈસા કમાવવાની કલ્પના પણ ન હોતી કરી.
આ પણ વાંચો:ગાય, ભેંસ અને બકરીની જેમ જ કરો ઊંટનુ પાલન, જાણો તેની પાછળની રસપ્રદ વાત
Share your comments