આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલનના પૂરક ઉધોગને વિકસાવી રાષ્ટ્રમાં શ્વેતક્રાંતિ લાવવા હજુ ઘણું બધું કરવાનું બાકી છે. જેનાથી ગ્રામ્ય બેકારીનો પ્રશ્ન પણ હળવો બને તેમ છે. દૂધ ઉત્પાદન વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરીકે આપણા દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
રાષ્ટ્રનાં કુલ દૂધ ઉત્પાદનમાં આપણે અમેરિકા સાથે હરીફાઈ કરીએ છીએ.દૂધ ઉત્પાદન વ્યવસાયમાંથી યોગ્ય વળતર મળી રહે તે માટે આપણા પશુઓની ઉત્પાદકતા વધારવાની ખાસ જરૂરિયાત છે. દૂધ ઉત્પાદન વધારવા માટે દૂધાળા પશુઓની માવજત માટેનાં કેટલાંક અગત્યનાં વૈજ્ઞાનિક પાસાઓની અહી ચર્ચા કરેલ છે. |
|
સારી ઓલાદનાં દુધાળા પસંદગી |
|
૧. સ્થાનિક હવામાનને અનુકુળ શુધ્ધ ઓલાદના લક્ષણો ધરાવતાં પશુ પસંદ કરવાં જરૂર પડે તો સ્થાનિક પશુચિકિત્સકની સલાહ મેળવવી. |
|
૨.તાજા વિયાંયેલ તંદુરસ્ત બચ્ચાં સહિત, પહેલાં કે બીજી વેતરના પશુને પ્રથમ પસંદ બરવા |
|
૩. દૈનિક ૧૦ લીટર કે તેથી વધુ દૂધ આપતાં, ભરાવદાર, શકીર સાથે ચુસ્ત રીતે જોડાયેલું જાડી વાંકીચુંકી દુધીયા નસાવાળું તથા દોહન પછી સંકોચાઇ જવાની ક્ષમતા વાળું બાવલું ધરાવતા તથા મધ્યમ કદના ગાઠ વગરના, સુંવાળા, સરળતાથી મુઠી પધ્ધતિથી દોહી શકાય તેવા આંચળવાળા તથા ચળકતી ચામળી, તેજસ્વી આંખો,શીગડ-કાન-પુંચડી ઓલાદના ગુણને અનુરૂપ પોહળી અને ભરાવદાર છાતી તથા ફાચર આકારનું શરીર ધરાવતાં પશુની પસંદગી કરવી જોઈએ. |
|
પશુ રહેઠાણ |
|
દૂધાળ પશુઓ પાસેથી વધુ ઉત્પાદન મેળવવા માટે તેને ગરમી,ઠંડી,વરસાદ વગેરેથી રક્ષણ આપવા માટે ઓછા ખર્ચનું રહેઠાણ પૂરું પાડવું જોઇએ. દરેક પશુને ૫૦ થી ૬૦ ચોરસ ફૂટ શેડવાળી જગ્યા અને ૧૦૦ ચોરસ ફૂટ જેટલી ખૂલ્લા વાડાની જગ્યા મળી રહે તે જરૂરી છે. પશુનું રહેઠાણ સ્વચ્છ, હવા ઉજાસસવાળું હોવું જોઇએ. |
|
ગરમીની ઋતુમાં દૂધાળ પશુઓની માવજત |
|
પશુની આસપાસનું વાતાવરણ ઠંડું રહે તે માટે અત્રે દર્શાવેલ ઉપાયો હાથ ધરવા જોઇએ : |
|
૧)
|
યોગ્ય મકાન, પશુઓની પ્રમાણસર સંખ્યા,ઘાસ-ફૂસની પથારી,દીવાલો વિનાના તબેલા તથા ઉંચી છાપરાં વધુ અનુકૂળ છે. |
૨)
|
છાપરૂ લોખંડ કે સિમેન્ટના પતરાનું હોય તો ઉપરની સપાટીએ સફેદ ચળકતાં રંગથી રંગાવવું જોઇએ અને છાપરાં નીચેની સપાટી ઘેરા કાળા રંગથી રંગાવવી જોઈએ તથા પાર્ટીશન કરવું જોઈએ. છાપરાંની બહાર જાળીદાર રચના લગાવવી. છાપરાંની ઉંચાઇ વધારવી, છાપરાં ઉપર પૂળા,દાભ,નકામા ઘાસ કે નિંદામણને બીછાવવું જોઈએ. |
૩) |
પશુ આવાસની આસપાસ પાણીનો છંટકાવ કરવો જોઇએ. |
૪) |
છાપરાની ઉપર કે આવાસની નજીક પાણીના છંટકાવ સાથે પંખાની વ્યવસ્થા કરવી જોઇએ. |
૫)
|
અતિશય ગરમીના દિવસો (મે,જૂન)માં પશુ શરીરને પલાળવાથી નવડાવવાથી કે ફૂવારામાં ઉંચા રાખવાથી ગરમીમાં રાહત આપી શકાય છે. |
૬)
|
પશુ આવસની આસપાસ ઘટાદાર વૃક્ષો ઉછેરવા જોઇએ તથા તથા ખૂલ્લી જગ્યામાં ઘાસચારાનું વાવેતર, બગીચો કે લોન વાવવી જોઈએ. |
૭)
|
ઉતાળામાં ગરમીના કલાકોમાં નીરણ ઓછું અથવા ણ કરવું જોઈએ પરંતુ સવારે, સાંજે કે રાત્રી દરમ્યાન નિરણ કરવાથી ખોરાક લેવાનું પ્રમાણ વધારી શકાય છે. લીલીચારનું પ્રમાણ વધારવું જોઇએ. |
૮) |
૩ થી ૫ ટકા ચરબી ધરાવતું તથા ૧૨ ટકા પ્રોટીન ધરાવતું દાણ ખવાડાવવું જોઈએ. |
૯) |
ગરમીના દિવસોમાં તથા દૂધાળા જાનવરોને અન્ય જાનવરો કરતા ૧ થી ૧.૫ લીટર વધુ પાણી આપવું જોઇએ. |
૧૦) |
જો જાનવરને વધુ પ્રમાણમાં ગરમીની અસર જોવા મળે તો તરત જ પશુચિકિત્સકશ્રીનો સંપર્ક કરવો જોઇએ. |
૧૧)
|
ઉનાળાની અત્યંત ગરમીથી પશુઓને બચાવવા માટે તબેલાની જાળીદાર દીવાલ પર ભીનાં કંતાન લટકાવી ગરમીમાં રાહત આપી શકાય. |
૧૨)
|
પ્રાણી આવાસમાં નિયમિત સફાઇ કરી સ્વચ્છતા જાળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.ગોબરગેસ કે કમ્પોસ્ટ ખાતર બનાવવાથી માખી-મચ્છરોનો ઉપદ્રવ દૂર કરી શકાય છે. શંકર ગાયોમાં ઈતરડીઓ દૂર કરવા દર ૧૫ દિવસે બ્યુટોકસ દવાનો છંટકાવ કરવો જોઇએ.નાના બચ્ચને કૃમિનાશક દવા પીવડાવવી જોઇએ.
|
૩. |
દૂધાળા પશુઓનો આહાર :- |
|
પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાંસચારો, દાણા અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે. |
|
દૂધાળ ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ % જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર)ની જરૂર પડે છે. જાનવરની કુલ જરૂરિયાતના ત્રીજો ભાગ લીલો ચારો હોવો જોઇએ એટલે કે દૂજણા ઢોરને દૈનિક ઓછામાં ઓછા ૨૦ કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઇએ. તેમાં પણ શક્ય હોય તો ૪ થી ૭ કિ.ગ્રા. રજકો/ચોળી/ગુવાર અને ૮ થી ૧૨ કિ.ગ્રા. મકાઇ/જુવાર/ઓટ આપવા જોઇએ.એટલે કે એક ભાગ કઠોળ વર્ગ અને બે ભાગ ધાન્ય વર્ગનો ઘાંસચારો આપવો જોઇએ. આમાંથી દૂજણા ઢોરને જોઈતું પ્રોટીન, કેલ્સિયમ અને વિટામિન્સ મળી રહે છે. |
|
દૂધાળા ઢોરને સૂકો ચારો દરરોજ ખાય તેટલો આપવો જોઇએ.લીલાચાર અને સૂકાચારને ટુકડાં કરી, મિશ્ર કરી આપવાથી ચારાનો બગાડ અટકશે અને તેની સાથે સાથે તેની પાચ્ય્તામાં પણ વધારો થશે. |
|
લીલાચારની અછતમાં સાયલેજ અને ઉનાળામાં મળતાં લીલા ઝાડ પાન પણ લીલાચારા તરીકે ખવડાવી શકાય. પશુનો ચારો તાજો,સારો,સ્વચ્છ હોવો જોઇએ અને બગડેલો કે ફૂગવાળો ન હોવો જોઇએ. |
|
સાયલેજ (ઘાસ ચારનું અથાણું) |
|
ધાન્ય વર્ગના પાકોને સાયલોપીટ અથવા સાયલો બેગમાં નાના નાના ટુકડાં કરી ભરવામાં આવે છે. ભરતી વખતે આ ઘાસચારાના ટુકડાં સાથે ૧ ટકા મીઠું તથા ૩ ટકા ગોળની રસી ઉમેરવી.સાયલાને આ રીતે ભર્યા પછી પ્લાસ્ટીકથી હવા ચુસ્ત રહે તે રીતે ૨૧ દિવસ સુધી ઢાંકી રાખવું.ત્યારબાદ પશુ આહાર તરીકે ઉપયોગ કરવો. |
|
પરાળ કે કડબની યુરીયા પ્રક્રિયા |
|
૪ કિ.ગ્રા. યુરીયા ૫૦ થી ૬૦ લી. પાણીમાં ઓગળી ૧૦૦ કિ.ગ્રા. પરાળ કે કડબ પર છંટકાવ કરવો.આ રીતે ૧૦૦ કિગ્રાના થર પર થર કરી દર વખતે યુરીયા છંટકાવ કરી ૨૧ દિવસ સુધી પ્લાસ્ટિક કંતાનથી ઢાંકી હવા ચુસ્ત રાખવું.છ માસથી ઉપરના પશુને ૨૫ દિવસ બાદ ખવડાવવું. |
પાણી |
|
|
પાણી પણ ખોરાકનું અગત્યનું ઘટક હોઇ,ખોરાક સાથે તેની વાત પણ અસ્થાને ન જ ગણાય. સામાન્ય રીતે દૂધાળ પશુઓને દૈનિક ૫૦ થી ૬૦ લીટર પાણીની જરૂર શરીરનાં નિભાવ માટે પડે છે. તથા દર એક લીટર દૂધ ઉત્પાદન માટે વધારાના ૩ લીટર પાણીની જરૂરિયાત રહે છે. આમ દૈનિક ૧૦ લીટર દૂધ આપતી ગાય/ભેંસને ૬૦ લીટર + ૩૦ લીટર એમ કુલ ૯૦ લીટર પાણીની દૈનિક જરૂરિયાત રહે છે. ઉનાળામાં તેનાથી પણ પાણીની જરૂર વધે છે. આમ દૂધાળ પશુને પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે તેમને પાણી મળી રહે અથવા દિવસમાં ઓછામાં ઓછુ ચાર વખત પાણી પીવડાવવું જોઇએ. |
દાણા |
|
|
દાણ દૂજણા પશુનાં આહારનું મુખ્ય અંગ છે. તેનાથી ઉંચી જાતના પોષક તત્વો જેવા કે પ્રોટીન, ચરબી અને ક્ષાર મળે છે. દૂધ ઉત્પાદન આપતા પશુઓને શારીરિક નિભાવ ઉપરાંત દૂધ ઉત્પાદન માટે પોષક તત્વોની જરૂર રહે છે માટે તેનું દાણ મિશ્રણ સારી ગુણવત્તાવાળું સુમિશ્રીત કે જેમાં ૨૨% પ્રોટીન અને ૬૫ થી ૭૦ % કુલ પાચ્ય તત્વો હોવા જોઇએ. સામાન્ય રીતે દૂધાળ જાનવરને દર બે લીટર દૂધ ઉત્પાદને એક કિ.ગ્રા. દાણા આપવું જોઇએ. |
|
ખુબજ મહત્વની વાત એ છે કે જયારે દૈનિક ૧૫ કે ૨૦ લીટર કે વધુ દૂધ આપતી ગાયો કે ભેંસોને ઉપર જણાવેલ આહારમાંથી દૂધ ઉત્પાદન માટે જરૂરી પોષકતત્વો પૂરતા પ્રમાણમાં મળતાં નથી. આવા જાનવરોને દાણા ઉપરાંત ફીશમીલ,મકાઇગ્લુટેન,કપાસીયા ખોળ કે સોયાબીન ખોળ આપવા જોઇએ. આ ઉપરાંત વધુ દૂધ ઉત્પાદન આપતા પશુને રોજનું ૩૦ ગ્રામ ક્ષાર મિશ્રણ આપવું જોઇએ અથવા બજારમાં મળતી ચાટણ ઈંટ પશુની ગમાણમાં મુકવી જોઇએ.જેથી જરૂરીયાત પ્રમાણે તે ઈંટને ચાટશે અને તેમને સુક્ષ્મતત્વો તેમાંથી મળી રહેશે.આમ ખુબ જ વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય / ભેંસોને ઉપર પ્રમાણે ખોરક આપવો ખૂબજ જરૂરી છે જેથી દૂધમાં ફેટના ટકા અને દૂધ ઉત્પાદન જળવાય રહે.
|
૪. |
દૂધાળ પશુઓની વ્યવસ્થા |
|
|
દોહન :- |
|
|
દોહન એ દૂજણા ઢોરની સૌથી અત્યની કામગીરી છે. દોહનની ક્રિયામાં નિયમિતતા જાળવવી ખુબજ જરૂરી છે.બે દોહન વચ્ચે ૧૨ કલાકનો સમયગાળો જળવાય રહે તે જરૂરી છે. દૈનિક ૧૫ લીટરથી વધુ દૂધ આપતા પશુઓને દિવસમાં ત્રણ વખત (૮ કલાકના અંતરે) દોહવાથી ૧૫ થી ૨૦% વધુ દૂધ મેળવી શકાય છે અને આઉના સોજાના કિસ્સા પણ ઘટાડી શકાય છે. પાનો મુક્યા પછી ૫ થી ૭ મીનીટમાં જાનવરને પુરેપુરૂ, ઝડપી અને આરામપ્રદ રીતે દોહન કરવું.સ્વચ્છ ગુણવત્તાવાળા દૂધ ઉત્પાદન માટે પશુઓને દોહન પહેલાં પાછળનો ભાગ પાણીથી સાફ કરવો અથવા નવડાવવા.પોટેશીયમ પેરમેંગેનેટ યુક્ત હુંફાળા પાણીથી આઉં અને આંચળની સફાઇ કરવી. દોહન માટે સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરવો. હોદન બાદ આંચળ ડીપનો ઉપયોગ કરવો જરૂરી છે. |
|
વસુકેલ સમયગાળો |
||
|
દૂધાળા પશુને ૬૦ થી ૮૦ દિવસનો વસુકેલ ગાળો આપવો જ જોઇએ, જેથી વેતર દરમ્યાન વપરાયેલ શક્તિ-તત્વોનો પુન:સંચય થઇ શકે તથા દુગ્ધ ગ્રંથીઓ પુન:નિર્માણ પામી પછીના વેતરમાં કાર્યક્ષમ રીતે દૂધ ઉત્પાદન કાર્ય કરી શકે. ગાભણ દૂધાળ પશુને જયારે ૭ થી ૮ માસનો ગર્ભ થાય ત્યારે વસુકાવી નાખવું જોઇએ. વિયાણ પછી માદાને ૩ થી ૪ માસ પછી જ ફેળવવી જોઇએ.જો દૂધાળ પશુઓ વિયાણ પછી બે –ત્રણ માસમાં ઋતુકાળમાં (ગરમી) ન દર્શાવે તો નિષ્ણાત પાસે તપાસ કરાવવી જોઇએ.
|
|
૫. |
આરોગ્યની જાળવણી |
|
|
રોગી અને બીન ઉત્પાદક પશુ ખેડૂત માટે ભાર રૂપ છે. મોટું આર્થિક નુકશાન કરે છે. માટે દૂધાળા પશુનું આરોગ્ય જળવાઇ રહે તે માટે છાણનો ત્વરીત અને યોગ્ય નિકાલ, ભોયતળીયાની પાણીથી સફાઇ તથા અઠવાડીમાં એક-બે વખત ફીનાઈલથી સફાઇ કરવી જરૂરી છે. પાણીનો અવારડો અઠવાડીયામાં એક-બે સાફ કરી ચૂના વડે ઘોળવો જોઇએ.માંદા પશુઓને અલગ કરી યોગ્ય સારવાર કરાવવી જોઇએ. પશુચિકિત્સકની સલાહ મજબ દર ત્રણ થી ચાર માસે કૃમિનાશક દવા આપવી તથા યોગ્ય સમયે વિવિધ રોગો માટે યોગ્ય રસીઓ મુકાવવી જોઇએ. ઇતરડી-કથીરી જેવા બાહ્ય પરોપજીવીઓ માટે અટકાયતી પગલાં લેવા જોઇએ. આવના સોજાના રોગને અટકાવવા માટે આવ, આચળ અને રહેઠાણને સ્વચ્છ રાખવું જોઇએ. દૂધાણ પશુમાં ક્ષય અને ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ)ની ચકાસણી દર વર્ષે કરાવવી જોઇએ કારણ કે આ રોગો પશુઓમાંથી દૂધ ધ્વારા માણસમાં ફેલાઇ શકે છે. |
|
૬. |
પશું સંવર્ધન અને માવજત માટેની સામાન્ય સૂચનાઓ |
|
|
૧) |
તમારી ખેતીની આડ પેદાશ અને ખેતીની જમીનના પ્રમાણમાં પોષાય તેટલા જ સારા પશુઓ પાળવાનો આગ્રહ રાખવો. |
|
૨) |
રોજનું ઓછામાં ઓછુ ૭ કે ૮ લીટર દૂધ આપે તેવી જ ગાય /ભેંસ રાખવી. |
|
૩) |
વધુ દૂધ ઉત્પાદન શક્તિ ધરાવતા પશુઓનો જ વંશ વેલો વધારવા પ્રયત્ન કરવો. |
|
૪) |
ઓછા ઉત્પાદનવાળા, ઘરડા અને આંચળ બંધ થઇ ગયેલા, સંવર્ધન ન થતું હોય તેવા પશુઓનો નિકાલ કરવો. |
|
૫) |
ચેપી રોગોથી મુક્ત, ખોડખાપણ વિનાનું, પશુ ડોકટરના પ્રમાણપત્ર વાળું પશુ ખરીદવાનો આગ્રહ રાખવો. |
|
૬) |
માદા પશુને વિયાણ પછી ૩ થી ૪ માસનો આરામ આપ્યા પછી જ ફેળવવું જોઇએ. |
|
૭) |
બે વેતર વચ્ચેનો ગાળો ૧૫ થી ૧૬ માસ રાખવો. |
|
૮) |
વેતરે આવેલ માદાને સાંઢની અથવા કૃત્રિમ બીજદાનથી ફેળવવાનો આગ્રહ રાખવો. |
|
૯) |
માદા બંધાઈ ગયા પછી બે થી અઢી માસે પશુ ડોક્ટર પાસે ખાતરી કરાવી લેવી. |
|
૧૦) |
દૂધાળા પશુના દૈનિક કાર્યક્રમમાં નિયમિતતા રાખો. |
|
૧૧) |
પશુ સાથે માયાળુ વર્તન રાખો. |
|
૧૨) |
વેતરે આવેલ માદાને ૧૦ થી ૧૨ કલાક પછી ફેળવવા જેથી ગાભ રહેવાની શક્યતાઓ સૌથી વધુ રહે છે. |
|
૧૩) |
એકવાર માદા રીપીટ થાય / પાછી ફરે તો રૂ.૨૦૦૦/- થી રૂ.૩૦૦૦/- નું નુકશાન થાય છે. |
|
૧૪) |
વોડકી/પાડીનું વજન ૨૫૦-૩૦૦ કિ.ગ્રા જેટલું થાય ત્યારે જ તેને ફેળવવી જોઇએ. |
|
૧૫) |
તમારી પાસેની ગાયો/ભેંસોમાંથી ૭૫-૮૦% પશુઓ ગાભણ થવા જોઇએ. |
|
૧૬) |
પશુઓને ગંભીર રોગોથી બચાવવા માટે સમયપત્રક પ્રમાણે રસી આપવી જોઇએ. |
|
૧૭) |
નાના વાછરડા/પાડિયાઓને દર બે માસે અને મોટા પશુઓને દર ત્રણ માસે કૃમિનાશક દવા પીવડાવવી જોઇએ. |
|
૧૮) |
ગયો/ભેંસોમાં પ્રાસવો મુકવા માટેના ઇન્જેકશનનો ન આપવા જોઇએ. |
આ પણ વાંચો:બાયોફ્લોક ટેક્નિક : ઓછા વિસ્તારમાં માછલીનો ઉછેર છે બેસ્ટ
ડો.જી.આર.ગોહિલ,
ડો વાય.એચ.ઘેલાણી,
ડો એચ.સી. છોડવડીયા અને ડો વી.જે.સાવલિયા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી,
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
Share your comments