બધા જાણો છો કે દૂધ આહાર માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. મોટા ભાગના લોકો સવારે નાસ્તામાં અને જમવામાં દૂધનો ઉપયોગ કરતા હોય છે. દૂધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, આયર્ન જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ તત્વો આપણા શરીરની ક્ષમતાને મજબૂત બનાવે છે. ચાલો તમને જણાવીએ કે વિશ્વના સૌથી મોંઘા દૂધ ઉત્પાદ વિશે.
દુનિયાનું સૌથી ખાસ અને મોઘુ પનીર
આપણે ગાય અને ભેંસના દૂધથી બનેલ પનીર ખાઈએ છીએ દુનિયામાં એવી કેટલીક જગ્યાઓ પણ છે કે જ્યાં ગધેડીના દુધનું પનીર વેચાય છે ભારતની વાત કરીયે તો ગાય ભેંસના દુધમાંથી બનેલ પનીર કે ચીઝ 300 થી 600 રૂપિયા પ્રતિ કિલોમાં મળે છે, પરંતુ ગધેડાના દૂધના પનીરની કિંમત 78 હજાર રૂપિયાની નજીક છે. ગધેડીના દૂધમાંથી બનાવેલ પનીરની વિશ્વમાં ખુબજ માંગ છે અને આ પનીર આટલુ મોંઘુ મળવાનું એક જ કારણ છે કે તેમાં ઘણા બધા ગુણધર્મો રહેલ છે અને ઉપરથી આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ વિસ્તારમાં ગધેડીના દૂધનું પનીર બનાવવામાં આવે છે જેના કારણે ડિમાન્ડ વધારે છે અને તેની સામે સપ્લાય હધારે છે
ક્યાં બનાવવામાં આવે છે આ પનીર ?
- ગધેડાના દૂધમાંથી પનીર બનાવવાનું કામ યુરોપિયન દેશ સર્બિયાના એક ફાર્મમાં થાય છે
- ઉત્તરી સર્બિયામાં સ્થિત, આ ફોર્મ જૈસાવિકા તરીકે ઓળખાય છે.
- અહીં 200 થી વધુ ગધેડાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.
- ગધેડામાંથી એક લિટર દૂધ પણ મળતું નથી. જેના કારણે ફાર્મમાં બધા ગધેડાના દૂધમાંથી ફક્ત 15 કિલો ચીઝ જ બનાવી શકાય છે.
- બધા ગધેડાઓનું દૂધ આવા મોંઘા પનીર બનતા નથી.
- બાલ્કન પ્રજાતિના ગધેડાઓનું દૂધ જ પૌષ્ટિક માનવામાં આવે છે, જે સર્બિયા અને મોન્ટેનેગ્રોમાં જોવા મળે છે.
ઘણી બિમારીઓમાં ફાયદાકારક સર્બિયાના પનીર
- ઉત્પાદકોના જણાવ્યા મુજબ, ગધેડા અને માતાના દૂધમાં સમાન ગુણધર્મો છે.
- તેમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જો અસ્થમા અને બ્રોન્કાઇટિસના દર્દીઓ તેનો ઉપયોગ કરે છે, તો તેનો ખૂબ ફાયદો થાય છે.
- જે લોકોને ગાયના દૂધથી એલર્જી હોય છે તેઓ ગધેડા દૂધ અથવા ચીઝનો ઉપયોગ કરે છે.
- ફોર્મ પ્રમાણે ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે તેની કિંમતો ખૂબ ઉંચી છે.
2012 માં, પનીરનો ઉપયોગ સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિઝનેસ શરૂ થયા બાદ તેની ચર્તા ચારે બાજુ થવા લાગી હતી.
Share your comments