Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ગુજરાતની ગીર ગાયનો બ્રાઝીલમાં પણ વાગે છે ડંકો, જાણો કેમ ?

આજે દેશમાં ખુબ મોટા પાયે દેશની ઈકોનોમી ખેડૂત અને ખેતી ઉપર તાકી રહેલી છે દોસ્તો આજે આપણે જાણીશું કે દેશમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હોઈ છે આજે આપણે જાણીશું કે બ્રાઝીલમાં પણ ભારતીય ગીર ગાય નો ડંકો કેમ વાગે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Gir cows
Gir cows

આજે દેશમાં ખુબ મોટા પાયે દેશની ઈકોનોમી ખેડૂત અને ખેતી ઉપર તાકી રહેલી છે દોસ્તો આજે આપણે જાણીશું કે દેશમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હોઈ છે આજે આપણે જાણીશું કે બ્રાઝીલમાં પણ ભારતીય ગીર ગાય નો ડંકો કેમ વાગે છે.

આજે આપણે ગુજરાત સૌરાષ્ટ્રની ગીર ગાયની વાત કરવાની છીએ. ગીર ગાય તેના દૂધ ઉત્પાદન, ઓલાદ સંવર્ધન અને ગમે તેવા વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે એ તો આપ સૌ જાણતા જ હશો. પરંતુ શું તમને ખબર છે આ ગીર ગાયોએ બ્રાઝિલના ડૂબી રહેલા અર્થતંત્રને ફક્ત બેઠું જ ન કરતાં દોડતું કરી દીધું હતુ. બ્રાઝીલમાં એક ગીર ગાય એવી છે કે જે દરરોજનું 62 લીટર દૂધ આપે છે.

હાલમાં જો બ્રાઝીલની વાત કરવામાં આવે તો ભારતની કુલ 30 લાખ ગીર ગાયો છે . જે બ્રાઝીલના અર્થતંત્રને મજબૂત બનાવે છે એક સમય એવો હતો કે બ્રાઝીલનું અર્થતંત્ર પડી ભાંગ્યુ હતુ અને બ્રાઝીલના અર્થતંત્રને બેઠુ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 19030 માં દુનિયામાં મંદી છવાઈ ગઈ હતી ત્યારે બ્રાઝીલ પણ છપડાઈ ગયુ હતુ. આવા સંજોગોમાં બ્રાઝીલ ભારતમાંથી ક્રમશઃ ગુજરાતની ગીર અને આંધ્રની ઓન્ગોલ ગાયોની ઓલાદો લાવીને ક્રાંતિ સર્જી છે. ખાસ કરીને ગીર ગાય દૂધ ઉત્પાદન અને ઓલાદ સંવર્ધન માટે હુકમનો એક્કો સાબિત થઈ છે. બ્રાઝીલમાં ગીર ગાય 10 લાખથી વધુ પરિવારોને રોજગારી આપે છે. બ્રાઝીલમાં 34.5 લાખ બિલિયન લિટર ગાયનું દૂધ ઉત્પાદન થાય છે. તેમાં પણ ગીર ગાયોનો સિંહ ફાળો છે. આથી જ તો બ્રાઝીલ ગાયનુ દૂધ ઉત્પાદન કરતા દુનિયાના ટોપ 10 દેશોમાં સ્થાન ધરાવે છે.

બીજી તરફ ભારતમાં શુદ્ધ ઓલાદની ગાયો ઘટી રહી છે, જ્યારે બ્રાઝીલ પાસે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અને આંધ્રપ્રદેશની ઓન્ગોલ જેવી ગાયોની સંખ્યા વધી રહી છે. આથી શુદ્ધ ભારતીય ઓલાદની ગાયો બ્રાઝીલથી આયાત કરવી પડે તો પણ નવાઈ નહીં. બ્રાઝીલે તેના ચલણી સિક્કા અને ટપાલ ટિકિટમાં પર ગીર ગાયને સ્થાન આપ્યું છે. ત્યાંના લોકો પોતાની પાસેના આ ભારતીય પશુધન માટે ગૌરવ અનુભવે છે. બ્રાઝીલ 20થી પણ વધુ દેશોમાં ભારતીય ઓલાદની ગાયોના નિકાસ કરીને પણ વિદેશી હુંડિયામણ મેળવી રહ્યુ છે

આ પણ વાંચો - ગુજરાતની ગીરગાય છે બીજા ગાયોથી શ્રેષ્ઠ, દીઠ રૂ.70 વેચાયે છે દૂઘ

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More