તમે એ તો સાંભળ્યુ જ હશે કે લોકો કમાવા માટે વિદેશમાં જતા હોય છે પરંતુ ક્યારેય એવુ સાંભળ્યુ છે કે વિદેશમાં એસોઆરામની જીંદગી જીવી રહેલા ભારતમાં આવીને પશુપાલનનો વ્યવસાય શરુ કરે ? તો ચાલો આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીયે કે જે વિદેશમાં ગોલ્ફની ખેલાડી હતી અને એસોઆરમની લાઈફસ્ટાઈલ છોડીને આજે ભારત પરત ફરી છે અને દેશી ગીર ગાયોનો તબેલો બનાવ્યો છે. આ મહિલા ખેલાડીનું નામ વૈષ્ણવી છે અને જે સાત વર્ષ સુધી વિદેશમાં ગોલ્ફ ખેલાડી રહી ચુકયી હતી.
વૈષ્ણવીએ તેના વતનમાં આવીને દેશીગાયોનો વ્યવસાય ચાલુ કર્યો હતો. તો ધીરે ધીરે વૈષ્ણવીનો દેશીગાયોનો વ્યવસાય ખુબ સારી રીતે ચાલવા લાગ્યો હતો.
વૈષ્ણવીએ જણાવ્યું હતું કે મારે શરૂઆતમાં ચારસો દેશીગાયોનો તબેલો શરૂ કરવો હતો. પણ વૈષ્ણવી ને ખેતી વિષે વધારે ખબર પડતી ન હતી એટલે તેને શરૂઆતમાં સો દેશીગાયો લાવીને તબેલો શરૂ કર્યો હતો અને આજે વૈષ્ણવી સારી રીતે સો દેશીગાયોનું પાલન કરી રહી હતી.
વૈષ્ણવી તેના તબેલામાં દેશી ગાયો રાખે છે અને હાલમાં તે તેની તમામ ગાયોની સારી એવા માવજત કરી રહી છે. આજે વૈષ્ણવી એસોઆરમની લાઈફ સ્ટાઈલ છોડીને ગાયો સાથે જીવન જીવી રહી છે અને આ ભાગદોળ વાળી જીંદગીમાંથી છૂટકારો મેળવીને આજે ઘણી ખુશ છે
Share your comments