Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

માછલી ઉછેર : આ સમયે માછલી ઉછેર માટે બનાવો તળાવ, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

આજના સમયમાં ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ બંને વ્યવસાયમાં ખર્ચ કરતાં નફો વધુ મળે છે. પશુપાલનમાં માછલી ઉછેરનો વ્યવસાય પશુપાલકો માટે આજના સમયમાં એક શ્રેષ્ઠ વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે.

Himanee Chauhan
Himanee Chauhan
Fisherman To Avoid Loss In The Month Of April
Fisherman To Avoid Loss In The Month Of April

આજના સમયમાં ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ બંને વ્યવસાયમાં ખર્ચ કરતાં નફો વધુ મળે છે. પશુપાલનમાં માછલી ઉછેરનો વ્યવસાય પશુપાલકો માટે આજના સમયમાં એક શ્રેષ્ઠ વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 60% ભારતીયો એવા છે, જેઓ પોતાના આહારમાં માછલીનુ સેવન કરે છે. આ સિવાય ભારતમાં સરોવરો, તળાવો અને નદીઓમાં પાણીનું સ્તર ઘણું સારું છે, તેથી તેના કારણે માછલીનું ઉત્પાદન કરવું પણ ખૂબ જ સરળ છે. દેશની સાથે સાથે વિદેશમાં પણ માછલીની માંગ વધી રહી છે, જેના કારણે મત્સ્ય ઉછેરનો વ્યવસાય ખૂબ જ ઊંચાઈએ જઈ રહ્યો છે. પશુપાલકોના સારા નફા માટે અમે એક મહત્વની માહિતી આજે તમને આપીશું.

ઉલ્લેખનીય છે કે મત્સ્ય ઉછેરમાં દરેક મહિનો મહત્વનો હોય છે, પરંતુ એપ્રિલ મહિનો એવો છે કે જેમાં મત્સ્ય ઉછેર માટે નવા તળાવો અને જૂના તળાવોને સાફ કરવાનો યોગ્ય સમય માનવામાં આવે છે, તેથી મત્સ્યપાલકો માટે એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વનો મહિનો છે.

આ પણ વાંચો : મત્સ્ય ઉદ્યોગમાં ભારતના યુવાનો મેળવી રહ્યાં છે સફળતા

આ સમય દરમિયાન થોડુ નુકસાન થવાની પણ સંભાવના છે, આવી સ્થિતિમાં નુકસાનથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો Keep These Things In Mind

  • નવા તળાવના નિર્માણ માટે આ મહિનો યોગ્ય સમય માનવામાં આવે છે, તેથી તમે તળાવના નિર્માણ માટે સ્થળ પસંદ કરી શકો છો.
  • જૂના તળાવોનું યોગ્ય સમારકામ કરવું જોઈએ.
  • મત્સ્ય બીજ ઉત્પાદકો એપ્રિલ મહિનામાં ગ્રાસ કાર્પની હેચરી પ્રજનન શરૂ કરી શકે છે.
  • તળાવમાં જળચર જીવજંતુઓ, નીંદણ અને નાની માછલીઓની સફાઈ ટૂંક સમયમાં થવી જોઈએ, જેથી પાણી સ્વચ્છ રહે.
  • સામાન્ય કાર્પ માછલીના બીજનો એપ્રિલ મહિનામાં તળાવમાં સંગ્રહ કરવો જોઈએ.

આ પણ વાંચો : મલ્ચિંગ ખેતી છે એક ઉપયોગી પદ્ધતિ

  • આ મહિનામાં પાણીમાં ઓક્સિજનની ઉણપ હોય છે, તેથી તળાવમાં માછલીઓની સંખ્યા ન વધારવી.
  • તળાવના પાણીમાં ઓક્સિજન વધારતી દવા ઉમેરો.
  • આ મહિનો માછલીના પ્રજનન માટે પણ છે, તેથી પૌષ્ટિક ખોરાક ખવડાવો.

મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેર લાખો લોકો માટે ખોરાક, પોષણ, આવક અને આજીવિકાનો મહત્વનો સ્ત્રોત છે. અને દેશના યુવાનો આ ક્ષેત્રમાં જોડાઈને સફળતાના આંબે પહોંચી રહ્યા છે.

વધતી વસ્તીની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપથી ખોરાકનું ઉત્પાદન કરવું જરૂરી છે. આ જરૂરિયાત આપણી સામે રોજગારના વિકલ્પો ખોલે છે. મત્સ્ય ઉત્પાદન આ જરૂરિયાતો માટે ટકાઉ ઉકેલો પ્રદાન કરી શકે છે. તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને સૂર્યોદય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જાયદ પાક : જાયદ પાકમાંથી વધુ ઉપજ મેળવવા માટે કરો આ કામ 

આ પણ વાંચો : ઉનાળામાં કરો આ ખટ્ટ-મીઠા ફળનું સેવન, જાણો ફાલસા ખાવાના અદ્ભૂત ફાયદા

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More