ચોમાસાની ઋતુમા માણસથી લઈને પશુ સુધી તમામ જીવોમાં રોગનું પ્રમાણ વધી જતુ હોય છે. ખાસ કરીને ઢોર ઢાંખરમાં આ પ્રકારનું વધારે પડતુ પ્રમાણ જોવા મળે છે પાલતુ પશુઓમાં ચોમાસાની સીઝન દરમિયાન મોઢા અને પગમાં આવા રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે તો આજે અમે તમને કૃષિ જાગરણના માધ્યમથી એ જણાવીશુ કે આવા સમયે પશુઓમાં આવતા રોગ અને તેનો ઈલાજ શુ છે તેના વિશે જણાવીશું
ચોમાસામાં પાલતુ પશુઓ બિમાર પડવાના લક્ષણો
ચોમાસાની ઋતુ દરમિયાન મોટા ભાગના પશુઓના મોઢાનાઅને પગના રોગો થતા હોય છે. આ રોગમાં પ્રાણીઓની જીભ, નાક અને હોઠ પર મોંમાં અલ્સર હોય છે. જેના કારણે પશુઓ કે પ્રાણીઓને ખોરાક લેવામાં તકલિફ પડે છે આમ મોઢામાં અલ્ફર હોવાના કારણે પીડા થતી હોય છે. પગની વાત કરીયે તો પગની બન્ને ઘૂંટી વચ્ચે ઘા પડી જતા હોય છે જેના કારણે પ્રાણિઓને ચાલવામાં પણ તકલિફ પડતી હોય છે. આ રોગમાં, પ્રાણીના મોંમાંથી ફીણવાળું લાળ ટપકતું હોય છે. આ દરમિયાન તેમને વધારે તાવ આવે છે, જેના કારણે તેઓ ખાવાનું બંધ કરે છે અને દૂધ પણ આપવાનું ઓછુ કરી દે છે.
આ રીતે ઢોરને લાગે છે ચેપ
- પગ અને મોઢામાં થતો રોગ ખુબજ ચેપી છે.
- આ રોગ પશુઓમાં ત્યારે ફેલાય છે કે જ્યારે પશુઓ એક જગ્યાએથી બીજી જગ્યારે જતા હોય છે
- પગ અને મોઢામાં થતો રોગ ખુબજ ચેપી છે
- આ રોગ એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી ફેલાય છે.
- પશુઓને એક સાથે એક જગ્યાએ બાંધી રાખવાથી પણ આ રોગ ફેલાય છે
- પશુને બાંઘવાની જગ્યા સ્વચ્છ ન હોય તો પણ આ પ્રકારના રોગ થાય છે
- પશુઓ સીમમા ચરવા જાય છે ત્યારે વરસાદના પાણીમાં તેના પગ પલડે છે ત્યારે પણ પગના રોગ થવાની શક્યતા વધી જાય છે
- અયોગ્ય ઘાસચારો ખાવાથી મોઢાના રોગ ફેલાય છે.
પશુઓને મોઢા અને પગમાં થતા રોગને રોકવાના ઉપાયો
- આ રોગના ફેલાવાને રોકવા માટે, અસરગ્રસ્ત પ્રાણીઓને અન્ય પ્રાણીઓથી દૂર રાખવું જોઈએ.
- આ સાથે, તે વિસ્તારોમાં જ્યાં આ રોગની અસર હોય છે, તે વિસ્તારોમાંથી પ્રાણીઓ ન ખરીદવા
- જો આપ કોઈ નવા પ્રાણીની ખરીદી કરો છો તો તે પ્રાણીને ઘરે લાવ્યાના 21 દિવસ સુધી બીજા પ્રાણીના સંપર્કમાં ન લાવવુ.
- 21 દિવસ થઈ ગયા બાદ જ બીજા જૂના પ્રાણીઓના સંપર્કમાં લાવવુ અથવા તો તેમની સાથે એક જગ્યાએ બાંધવુ
રોગનો ઈલાજ
- મોં અને પગ જેવા બીમાર પ્રાણીના અસરગ્રસ્ત ભાગોને એક ટકા પોટેશિયમ પરમેંગેનેટ દ્રાવણથી ધોવા
- પ્રાણીઓની જીભ પર બોરિક એસિડ ગ્લિસરિનની પેસ્ટ લગાવવી
- દર છ મહિને પ્રાણીઓને એફએમડી રસી આપવી
બ્લેક ક્વાર્ટર
- બ્લેક ક્વાર્ટર રોગ એ ખુબ જ ઘાતક છે આ રોગ પશુઓ માટે જીવલેણ છે.
- બ્લેક ક્વાર્ટર પશુઓમાં ખુબજ ઝડપથી ફેલાય છે.
- બ્લેક ક્વાર્ટર એ વાયરસથી ફેલાતો રોગ છે.
- આ રોગથી ભેંસ, ઘેટાં અને બકરા વધારે પ્રભાવિત થાય છે.
- 6-24 મહિનાની વયના પ્રાણીઓે આ રોગનો વધારે શિકાર બને છે.
- આ રોગના લક્ષણો સામાન્ય રીતે વરસાદની ઋતુમાં પ્રાણીઓમાં વધારે જોવા મળે છે.
બ્લેક ક્વાર્ટર
- બ્લેક ક્વાર્ટર રોગ એ ખુબ જ ઘાતક છે આ રોગ પશુઓ માટે જીવલેણ છે.
- બ્લેક ક્વાર્ટર પશુઓમાં ખુબજ ઝડપથી ફેલાય છે.
- બ્લેક ક્વાર્ટર એ વાયરસથી ફેલાતો રોગ છે.
- આ રોગથી ભેંસ, ઘેટાં અને બકરા વધારે પ્રભાવિત થાય છે.
- 6-24 મહિનાની વયના પ્રાણીઓે આ રોગનો વધારે શિકાર બને છે.
- આ રોગના લક્ષણો સામાન્ય રીતે વરસાદની ઋતુમાં પ્રાણીઓમાં વધારે જોવા મળે છે.
બ્લેક ક્વાર્ટરથી પ્રાણીઓને બચાવવાનો ઉપાય
- આ રોગથી પીડાતા પ્રાણીઓને જ્યારે રોગ શરૂઆતમા થાય છે ત્યારે નિયંત્રમાં લાવવુ સહેલુ બની જાય છે
- જો તમારા પાલતુ પશુ કે પ્રાણીને આ રોગ થાય છે તો તાત્કાલિક ધોરણે પશુપાલન વિભાગના અધિકારી અથવા પશુપાલન કેન્દ્રનો સંપર્ક કરવો.
- પશુપાલન વિભાગના અધિકારી જે સલાહ આપે તેનુ અમલકરણ કરો
રિન્ડરપેસ્ટ
- સામાન્ય રીતે આ રિન્ડરપેસ્ટ રોગ પ્રાણીમાં થાય છે.
- તે એકદમ ચેપી અને વાયરલ રોગ છે.
- ક્રોસ બ્રીડ અને નાના પશુઓ આ રોગથી વધુ પ્રભાવિત થાય છે.
આવી રીતે ફેલાય છે રિન્ડરપેસ્ટ રોગ
- રિન્ડરપેસ્ટ શ્વાસ દ્વારા ફેલાય છે.
-આ સિવાય તે દૂષિત ફીડ અને પાણી પીવાથી થાય છે.
રિન્ડરપેસ્ટના લક્ષણો
- જ્યારે રિન્ડરપેસ્ટ રોગથી ચેપ લાગે ત્યારે દૂધનું ઉત્પાદન ઘટાડે છે અને ભૂખ પણ લાગતી નથી છે.
- તાવ ત્રણ દિવસ સુધી ચાલે છે.
- પ્રાણીઓના નાકમાં વહેતું નાક અને પેટનો દુખાવો હોય છે.
રિન્ડરપેસ્ટ સામે રક્ષણ
આ રોગથી બચવા માટે, સૌ પ્રથમ સ્વસ્થ પ્રાણીઓને ચેપગ્રસ્ત પ્રાણીઓથી અલગ રાખવું જોઈએ.
Share your comments