Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

Madhav Gau Dham ભાવનગરના ગારીયાધાર નજીક આવેલ માધવ ગૌ-ધામ કે જ્યાં 950 કરતા પણ વધુ બીમાર, રખડતા,વૃદ્ધ, અશક્ત પશુઓ બળદ માટે સહાયનું કેન્દ્ર

ભાવનગરના ગારીયાધાર નજીક આવેલ માધવ ગૌ-ધામ કે જ્યાં 950 કરતા પણ વધુ બીમાર, રખડતા,વૃદ્ધ, અશક્ત પશુઓ બળદ તેમજ ગાયો રાખવામાં આવે છે. તેની સારવાર અને સેવા કરવામાં આવે છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
પી.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌ-ધામ
પી.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌ-ધામ

ભાવનગર જિલ્લાના પરવડી-ગારીયાધાર રોડ નજીક પી.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌ-ધામ આવેલું છે. જ્યાં અનેક બીમાર ગાયો તેમજ બળદની સેવા કરવામાં આવે છે અને સેવાનો ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

ગૌ-ધામ કે જેની શરૂઆત પી.ડી ડાયમંડ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 2017-18 માં નવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે અહીં બીમાર પશુઓની સારવાર કરવી છે તેની સાર સંભાળ રાખવી છે.

આ પણ વાંચો : Milk Production: નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલ આ 22 ટિપ્સ થકી વધશે દૂધનું ઉત્પાદન

બીમાર, રખડતા,વૃદ્ધ, અશક્ત પશુ
બીમાર, રખડતા,વૃદ્ધ, અશક્ત પશુ

હાલ આ ગૌશાળામાં 950 કરતા પણ વધુ બીમાર પુશુઓની સારવાર કરવામાં આવી રહી છે. નજીકના વિસ્તાર તેમજ ગુજરાત રાજ્યના કોઈપણ વિસ્તારમાં થી માણસો અહીં વૃદ્ધ, અશક્ત, અથવા તો બીમાર પશુઓ મૂકી જાય છે જેની અહીં સરસ રીતે સાર સંભાળ કરવામાં આવે છે અને તેને સાજા કરવામાં આવે છે. આ ગૌ-ધામ ગૌશાળા નો બોલેરો કોઈ પણ વિસ્તારમાં થી જાણ થાય કે અહીં બીમાર પશુ છે તો ત્યાં જઈ અને બોલેરા મારફતે અહીં ગૌશાળામાં બીમાર પશુને લાવવામાં આવે છે.

આ ગૌશાળામાં ખાસ કરીને બીમાર પશુઓ માટે અલગ-અલગ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં અપંગ વોર્ડ, અંધવૉર્ડ, વૃદ્ધ વૉર્ડ બળદ માટે અને ગાયો માટે અલગ અલગ રાખવામાં આવેલ છે તેમજ બીમાર વોર્ડ અને ખાસ કરીને જ્યારે બહારથી વધુ બીમાર પશુને લાવવામાં આવે તો તેના માટે આઈસીયુ વોર્ડ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં ડોક્ટરની ટીમ પણ રાખવામાં આવેલી છે. આ ગૌશાળામાં પશુઓના અનેક પ્રકારના ઓપરેશન કરવામાં આવે છે અને તે પશુઓને સાજા કરીને અહીં આજીવન માટે રાખવામાં આવે છે.

આ ગૌશાળામાં ગાયોના ચારા માટે નજીકના અલગ અલગ ગામોમાંથી દાન આવે છે. હાલમાં પણ તણસા-રાજપરા ગામેથી રોજના માટે બે આઇસર ભરાઈને ગાયો માટે પાલાના ભરાઈને આવે છે. અનેક દાતાઓ ના સહયોગથી અહીં સારી એવી સેવા કરવામાં આવી રહી છે. અહીં અનેક યુવકો સુરત ખાતેથી પણ રવિવારના રજાના દિવસે સેવા આપવા માટે આવે છે. તો સાથોસાથ આ ગૌશાળામાં બહાર જેટલા લોકો પગાર ઉપર ગાયોની સેવા કરી રહ્યા છે.

મેનેજમેન્ટ તરીકે સેવા આપી રહેલ અશ્વિનભાઈએ જણાવ્યું કે શરૂઆત પી.ડી ડાયમંડ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ 2017માં નવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે અહીં બીમાર પશુઓની જ સારવાર કરવી છે. જે લોકો રસ્તે રઝલતા ઢોર મૂકી દે છે તેને સંદેશો આપતા જણાવ્યું કે બને ત્યાં સુધી પશુને સાચવો તેનું ગઢપણ પાળો દરેક વ્યક્તિ જો પશુઓ રજળતા મૂકી દેશે તો ગૌશાળામાં કેટલાક ઓછું સમાશે ?. અત્યારે આ ગૌશાળામાં 950 કરતા પણ વધુ પશુઓ છે જેમાં 400 થી 425 જેટલા બળદ છે. 400 કરતાં વધુ રસ્તે રજળતી દુઃખી ગાયો છે. તે ગાયોને સારી કરવામાં આવી છે અને જે 400 કરતાં પણ વધુ ગાયો નહીં રાખવામાં આવી છે. બીમાર અથવા રજળતા હોઈ તેવા પશુઓ નજીકના વિસ્તારમાંથી અમારો બોલેરો જઈને લઈ આવે છે તેમજ દૂરથી અહીં લઈ આવે છે જેમાં સણોસરા, સાવરકુંડલા, અમરેલી,લાઠી તેમજ ઢાંકણકુંડા સહિત ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાંથી અહીં પશુઓ બીમાર હાલતમાં આવે છે. જ્યાં સુધી મારી પાસે જગ્યા છે ત્યાં સુધી અહીં પશુઓ મેકી જવાની ના નથી પાડતા.

કોઈના ફોન આવે અથવા તો કોઈ અહીં બીમાર પશુ રસ્તે રજળતું હોય તો તેને અહીં મૂકી જાય છે તેની અહીં સેવા કરવામાં આવે છે. અહીં આવેલ આઇ.સી.ઓ વોર્ડમાં તેને સારવાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને અલગ અલગ અહીં આવેલા વોર્ડમાં મોકલી દેવામાં આવે છે. અહીં આવેલ આઇસીયુ વિભાગમાં નજીકના અનેક વિસ્તારમાંથી બળદ,ગાય,નંદી, કે પછી કુતરા હોય જે કોઈ માલિક અહીં સારવાર માટે લાવે છે તેની નિશુલ્ક સારવાર કરી આપવામાં આવે છે. અહીં એક ડોક્ટર તેમજ તેની સાથે બીજા બે માણસની ટીમ તેની સારવાર કરે છે. કોઈપણ પશુ આવે છે તેને અહીં આજીવન રાખવામાં આવે છે. અન્ય કોઈ ગૌશાળા કે પાંજરાપોળમાં મૂકવા જવામાં આવતી નથી.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More