દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ.900 પ્રતિ માસ અને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિ કીટમાં 75% અથવા રૂ.1350 પૈકી જે રકમ ઓછી હશે તેની સહાયનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.15 ઓગસ્ટ સુધી ‘આઇ ખેડૂત’ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની યોજનામાં અરજદાર ખેડૂત અરજીના સમયે આઇડેન્ટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતા હોવા જોઇએ. અરજદાર ખેડૂત પોતાની સંપૂર્ણ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇએ. ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોવી જોઇએ. જમીનના ખાતા 8-અ મુજબ એક જ અરજદારને લાભ મળશે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિ કીટ માટે સહાળ મળવાપાત્ર છે. આ કીટમાં 200 લીટરનું ઢાંકણા વગરનું ડ્રમ, 10 લીટરના બે પ્લાસ્ટીકના ટોકર (ટબ) તથા 10 લીટરની એક પ્લાસ્ટીકની ડોલ આપવાની થાય છે. જેના પ્રતિ કીટના થનાર ખર્ચના 75% અથવા રૂ.1350 પૈકી જે રકમ ઓછી હશે તે મુજબની ખેડૂતદીઠ સહાય મળવાપાત્ર રહેશે. આ લાભ લેવા માટે અરજદાર ખેડૂત પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇએ. ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોવી જોઇએ. જમીનના ખાતા 8-અ મુજબ એક જ અરજદારને લાભ મળશે.
આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરીને અરજદારે તેની પ્રિન્ટ આઉટ મેળવી તેની ઉપર સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે 7-12, 8-અની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક, આધાર કાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ/રદ કરેલ ચેક સાથે જે-તે તાલુકાના આત્મા કચેરીના આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર (એટીએમ), બ્લોક ટેકનોલોજી મેનેજર (બીટીએમ) કે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માની કચેરીમાં રજુ કરવાના રહેશે. આ અંગેની વધુ માહિતી માટે ગ્રામ સેવકનો સંપર્ક કરવો.
Share your comments