દેશના અર્થતંત્રનું એન્જીન કૃષિના કારણે જ ચાલી રહ્યું છે. કોરોના મહામારીમાં પણ કૃષિ ક્ષેતના કારણે અર્થતંત્ર ધબકતું રહ્યું હતું. અલગ અલગ જણસોમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું હતું. આ દરમિયાન ખેડુતોએ ખરીફ પાકની તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે કોરોના મહામારીના સમયમાં કૃષિને અસર ન થાય તે માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદે દેશના જુદા જુદા રાજ્યો અનુસાર કૃષિ સલાહ-સૂચન જારી કર્યું છે. આ કૃષિ સલાહકારમાં ખેડૂતો તેમની પ્રાદેશિક ભાષામાં માહિતી મેળવી શકશે. જેના પરિણામે ખેડૂતોને કૃષિને લાગતું માર્ગદર્શન મળી રહેશે.
કૃષિ સલાહમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ ઉત્પાદન, નવી ખેતીની નવી ટેકનીક તેમજ મુખ્ય પાક, પશુધન, મરઘાં અને મત્સ્યોદ્યોગને આવરી લેતી માહિતી ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં ખરીફ પાકની સીઝનમાં ખેડૂતો મકાઈ, ડાંગર તેમજ કઠોળ અને તેલીબિયાંના પાકની વાવણી કરવામાં આવતી હોય છે. આ સાથે તેઓ શાકભાજી જેવા કે ટામેટા, કેપ્સિકમ, કોબી અને વરિયાળીનું વાવેતર કરે છે. આ પાકની સુધારેલી જાતો વિશેની માહિતીની સાથે, ક્યારે અને કેવી ? ટેકનીકથી વાવણી કરવી જેવી તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જમ્મુ -કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં ડાંગર, મકાઇ અને શાકભાજીના વાવેતરની સાથે, મધમાખી ઉછેર અને સફરજનના બગીચાને પણ સાર સંભાળની જરૂર છે. આઇસીએઆર પાસેથી ખેડુતોને ઉપયોગી તમામ માહિતી મેળવી શકે છે.
વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં કૃષિ સલાહ જાહેર કરાયા
તેવી જ રીતે ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે હિન્દીમાં માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પંજાબના ખેડુતોને તેમની પ્રાદેશિક ભાષા પંજાબીમાં કૃષિ સલાહકાર જાહેર કરવામાં આવ્યું છે. ઉડિયામાં ઓરિસ્સાના ખેડૂતો માટે અને પશ્ચિમ બંગાળના ખેડૂતો માટે બંગાળીમાં સલાહ પત્ર આપવામાં આવ્યું છે. એ જ રીતે, મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો માટે મરાઠી અને ગુજરાતીમાં સલાહ આપવામાં આવી છે.
આઈ સી એ આરની 400 પાનાંની કૃષિ સલાહ
આઈસીએઆર દ્વારા 400 પાનાની સલાહમાં જણાવ્યું છે કે 2021-22માં કોવિડ -19 રોગચાળાની બીજી લહેર ફરી એકવાર દેશ માટે વિવિધ રીતે અનેક સમસ્યાઓ ઉભી કરી રહી છે. આના કારણે કૃષિ ઉત્પાદન તેમજ રાષ્ટ્રીય ખોરાક અને પોષક સુરક્ષાને લગતી અસર પડી શકે છે. તેવું પણ જણાવાયું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય ટેકનોલોજીના વિકલ્પો સાથે જોડાયેલા સંકલિત પ્રયત્નો છે, જે અત્યારે આવી પરિસ્થિતિઓમાં સ્થિર રસ્તો કાઢી શકે છે.
તેમાં જણાવાયું છે કે મજૂરીની અછતને પહોંચી વળવા અને પોષણક્ષમ ભાવો સાથે આવશ્યક ચીજવસ્તુઓની સમયસર ઉપલબ્ધતા માટે, ખેડુતોને ખેતરોમાં સજીવ ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો ઉપયોગ વધારવાની જરૂર છે, ખાસ કરીને સંસાધનોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા અને વાવણીનો ખર્ચ ઘટાડવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવાની જરૂર છે.
ખેતીની સાથે માછીમારી, પશુપાલન, મરઘાં, ડુક્કરની ખેતી, મધમાખી ઉછેરમાં આ સમયે ખેડુતો શું કરી શકે છે તેની વિશેષ માહિતી પણ આપવામાં આવી છે.
Share your comments