પાકિસ્તાન તેની તંગ હાલતને કારણે સતત ચર્ચામાં છે. એક સમયે ખાસ મિત્રો હતા તેવા દેશો પણ હવે તેનાથી દૂર થઈ ગયા છે. આ દરમિયાન વિદેશી રાજદ્વારીઓ સાથેના સંબંધો સુધારવા માટે પાકિસ્તાનથી કેરીના બોક્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘણા દેશોએ તે સ્વીકાર્યું ન હતું. સાથી રાષ્ટ્ર ચીને પણ કેરી લેવાની ના પાડી દીધી હતી. એક તરફ પાકિસ્તાનની કેરીની ડિપ્લોમેસી નિષ્ફળ થઈ રહી છે, ત્યારે કેરીની આ સીઝનમાં તેની ચર્ચા પણ જોર પકડ્યું છે કે આખરે કઈ કેરી દુનિયામાં સૌથી સ્વાદિષ્ટ અને મોંઘી છે.
ભારતની સૌથી મોંઘી કેરીની વાત કરીએ તો અલ્ફાંસો અથવા હાફૂસ કેરીને સૌથી મોંઘી કેરી માનવામાં છે. ભારતીય લોકો તેને એટલી સ્વાદિષ્ટ માને છે કે કેટલીક જગ્યાએ તેને સ્વર્ગબુટી પણ કહેવામાં આવે છે. 300 ગ્રામ સુધીનું વજન ધરાવતી આ કેરી એકદમ મીઠી છે અને તેમાં એક શાનદાર સુગંધ પણ છે. આ બન્ને કેરીને જીઆઈ ટેગ પણ મળ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ભારે માંગ છે. ખાસ કરીને યુરોપ અને જાપાનમાં તેની મંગ હંમેશા રહે છે. આ જોઈને ત અમેરિકા અને ઔસ્ટ્રેલિયામાં પણ અલ્ફાંસોની માંગ વધવા માંડી છે.
જાપાનની તાઈતો નો તામગો વિશ્વની સૌથી મોંઘી કેરી
વિશ્વની સૌથી મોંઘી કેરીનો દરજ્જો જાપાની કેરીનની એક જાતને આપવામાં આવ્યો છે. તાઈયો નો તામાગો નામની આ કેરી ત્યાંના મિયાઝારી પ્રાંતમાં ઉગાડવામાં આવે છે. આ કેરીમાં મીઠાશની સાથે સાથે અનાનસ અને નાળિયેરનો થોડો સ્વાદ પણ આવે છે. તેને એક વિશેષ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં કેરીના ઝાડ પર ફળ આવવાનું શરૂ થઈ એટલે દરેક ફળને એક જાળીદાર કપડું બાંધી દેવામાં આવે છે. આ પદ્ધતિથી કેરીનું ઝાડ સૂર્ય પ્રકાશના સંપૂર્ણપણે સંપર્કમાં રહે અને જાળીને વાળો ભાગ તાપથી બચી જાય. આનાથી કેરીની રંગત જ અલગ આવે છે.
મકાડામિયા નટ્સ: વિશ્વની સૌથી મોંઘી બદામ, શું છે તેની વિશેષતા? આટલા ઊંચા ભાવે કેમ વેચાય છે?
જાપાનના ખેડૂતોની દ્રષ્ટિએ તાઈયો નો તામગો સંપૂર્ણ પાકેલું ફળ છે
ફળ જ્યારે પાકી જાય છે ત્યારે તે જાળીમાં જ પડી અને લટકેલા રહે છે.આ પ્રક્રિયા બાદ તેને જાળીમાંથી બહાર કાઢીને વેંચવામાં આવે છે. ઝાડ પર લટકાયેલી કેરીને ખેડુતો ક્યારેય ઉતરતા નથી. તેઓ માને છે કે આમ કરવાથી ફળનો સ્વાદ અને પૌષ્ટિકતા જતી રહે છે. એટલે જ્યાં સુધી ફળ જાતે જ ખરી ન પડે ત્યાં સુધી તેને તોડવા ન જોઈએ. એટલે જાપાની ખેડૂતોની દ્રષ્ટિએ તાઈયો નો તામાગો સંપૂર્ણ પાકેલું ફળ છે. આ કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સુગંધિત છે.
હરાજીમાં 2 કેરીની બોલી આશરે 2લાખ 72 હજાર રૂપિયા
આ કેરીની કિંમત પણ તેનો સ્વાદ મુજબ વધેલી છે. સામાન્ય રીતે બજારમાં ફળની દુકાનમાં આ કેરી જોવા મળતી નથી, પરંતુ તેની હરાજી કરવામાં આવે છે. હરાજીમાં સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિના હાથમાં આ ફળ આવે છે. ઉદાહરણ તરીકે વર્ષ 2017માં બે કેરીની કિંમત આશરે 2 લાખ 72 હજાર રૂપિયા હતી. અહીં એ પણ જાણો કે એક કેરી લગભગ 350 ગ્રામ જેટલી હોય છે. એટલે કે એક કિલોથી પણ ઓછા વજન વળી કેરી માટે પોણા ત્રણ લાખ રૂપિયા અપાયા હતા.
એગ ઓફ ધ સન
તાઇયો નો તામાગો કેરીને જાપાની કલ્ચરમાં બહોળા પ્રમાણમાં માન્યતા મળી છે.સૂર્ય પ્રકાશમાં તૈયાર થતી આ કેરીને જાપનીશ લોકો તેને એગ ઓફ ધ સન કહે છે. તેમજ લોકો તેને ગિફ્ટ તરીકે આપે છે. એવું માનવામાં આવે છે કે ભેટ મેળવનારનું નસીબ સૂર્ય જેટલું તેજસ્વી બને છે. ઉપરાંત આ કેરી જાપાનમાં તહેવારો અથવા ખાસ પ્રસંગો પર પણ આપવામાં આવે છે. પરંતુ ગિફ્ટ તરીકેબલેનારાઓ તેને ખાતા નથી, પરંતુ તેને મઢાવીને સાચવી રાખે છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં આ કેરીની વાવણીની ચર્ચા
જાપાની કેરીની આ જાત હજુ સુધી માત્ર ત્યાં ઉગતી હતી, પરંતુ હવે તેના વિશે પણ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં આ કેરીની વાવણીની ચર્ચા પણ જોર પકડ્યું છે. એક ખાનગી ખેડૂતે તેના ખેતરમાં એક પ્રયોગ રૂપે તેને રોપ્યું હતું અને તેનો દાવો છે કે કેરીના ઝાડે ફળ આપવાનું પણ શરૂ કર્યું છે. કથિત રૂપે આ કેરીઓ છેલ્લા 3 વર્ષથી પાકવા માંડી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં જઈ રહી છે.
Share your comments