Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

જમીન સ્વાસ્થ્ય પત્રક

ખેતીમાં આધુનિક સંશોધનોની સાથે સાથે ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનું વાવેતર કરતા થયા છે. આ જાતો જમીનમાંથી પોષક તત્વોનો વધુ પ્રમાણમાં ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે. જેનાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ખેતીમાં આધુનિક સંશોધનોની સાથે સાથે ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનું વાવેતર કરતા થયા છે. આ જાતો જમીનમાંથી પોષક તત્વોનો વધુ પ્રમાણમાં ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે. જેનાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. આમ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને એકમ વિસ્તારમાંથી આધુનિક ખેતી પધ્ધતિઓ અપનાવી વધુ ઉત્પાદન મેળવવા જમીનમાં ખાતરો આપવા પડે છે. હવે ખાતરોની ઉંચી કિંમતને કારણે જો તેનો કાર્યક્ષમ અને ભલામણ પ્રમાણે ઉપયોગ કરી વધુ આર્થિક ફાયદો મેળવવો હોય તો ખેડૂતે જમીનનું પૃથ્થકરણ કરાવવું ખાસ જરૂરી છે. જેથી જમીન પૃથ્થકરણના અહેવાલની ભલામણ મુજબ જમીનોમાં વિવિધ પોષક તત્વોરૂપી ખાતરો યોગ્યમાત્રમાં આપી ખેડૂત વધુ ફાયદો મેળવી શકે છે.  

જમીન સ્વાસ્થ્ય પત્રક યોજનાની રૂપરેખા

ખેડૂતની આર્થીક આબાદી એ કૃષિ વિકાસનો માપદંડ છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ગુજરાતે ખેતીમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. પરિણામે ગ્રામ્ય જીવનમાં સુધારો થયો છે. ખેતી વિષયક વધારો દરેક ગામડાના દરેક ખેડૂત સુધી પહોંચવા જોઇએ. આપણે આપણા સમતલ અને ઉદર્વ વિકાસને ઝડપી બનાવવ માટે વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ. ઉદર્વ વિકાસ એટલે ટકાઉ ખેતીનો અર્થ સતત નફાકરક, પર્યાવરણને સુસંગત ખેડૂતોના વિકાસ આધારિત ખેતી. જયારે સમતલ ખેતી એટલે કે લાભ દરેક ખેડૂત સુધી પહોંચવો તે આપણે આપણા ખેત ઉત્પાદનના વધારાને ખેતી આધારીત ઉધોગો મુલ્યવર્ધી ઉત્પાદનો, વેચાણની શકયતાઓ, નિકાસ વગેરે તરફ દોરી જશે અને અંતે ખેડૂતોના ઉત્કર્ષમાં પરિણમશે.આપણી પ્રણાલીગત વિસ્તરણ સેવાઓ જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તથા તાલીમ અને મુલાકાતનો સમાવેશ થાય છે. રાજયના બધાજ ખેડૂતો ખેતી સબંધી વિગતવાર તાંત્રિક માહિતી અને તજજ્ઞોની સલાહ સરળતાથી તેમના પોતાના જ ગામથી મેળવવાનો હકદાર છે. ખેડૂતો દ્રારા અપનાવાતી ખેતી વિષયક માહિતી આપણા માર્યાદિત સ્ત્રોતો અને માણસોની ખેંચને લીધે પારસ્પરીક ગાઢ સબંધ વધારવામાં અડચણ બને છે. આ માટે રાજય સરકાર એક તદ્દ્ન નવી અત્યંત આધુનિક યોજના સાથે બહાર આવી આ યોજનામાં ‘ઈ’ ડેટાબેન્ક, સોઈલ હેલ્થકાર્ડ, વારંવાર પુછાતા પ્રશ્નો અને ગામદીઠ કીઓસ્ક નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પ્રોધોગિક વિજ્ઞાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ક્રિયા ઝડપી તથા અસરકારક બનશે. ‘ઈ’ ડેટાબેન્કમાં જમીનને લગતી માહિતી હશે. આ આખી ઇન્ફર્મેશન ટેકનોલોજી યોજનાને સોઇલ હેલ્થકાર્ડ નામ આપવામાં આવ્યુ છે.

સોઈલ હેલ્થકાર્ડ યોજના મુજબ ‘ઈ’ ડેટાબેંકમાં ખેડૂતોને લગતું માર્ગદર્શન આપવા માટે જરૂરી માહિતી જેવી કે ખાતરનો દર, બીયારણનો દર, વાવણીનો સમય, પિયત, નિંદણ નિયંત્રણ, પાક સરંક્ષણ, કાપણી તથા સંગ્રહ, વેચાણ મૂલ્યવર્ધિત ખેતપેદાશો વિગેરેની માહિતી છે. સમય જતાં તેમાં પાકો, જાતો, પશુસ્વાસ્થ્ય, બાગાયતી પાકો, કુદરતી સ્ત્રોતોનું નિયંત્રણ અને તેને લગતા બધાજ ક્ષેત્રો આ યોજનાનો અખંડ ભાગ બનશે. સોઈલ હેલ્થર્કાડ યોજનાનું જોડાણ ગુજરાત સ્ટેટ વાઈડ એરીયા નેટર્વક (GSWAN) સાથે જોડાયેલ છે. તેનાથી ખેતીવાડી ખાતાની જુદી જુદી શાખાઓ તથા સરકારી સંસ્થાઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને જોડાણ આપવામાં આવ્યું છે. સોઈલ હેલ્થર્કાડ યોજનાથી વૈજ્ઞાનિકો-વિસ્તરણ શાસ્ત્રી અને ખેડૂતો વચ્ચેનું અંતર અસરકારક રીતે ઘટાડશે તેમજ ટેકનોલોજી એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષતિરહિત, વૈજ્ઞાનિક, સરળ અને જરૂરિયાત બનાવી પહોંચાડશે.

પાક ઉત્પાદનનો આધાર જમીનના સ્વાસ્થ્ય અને ફળદ્રુપતા ઉપર છે. જમીન સ્વાસ્થ્ય માટે જમીન ચકાસણી તે પાયાની બાબત છે. છંતા અત્યાર સુધી જુદા જુદા પાકો માટે ખાતરોની ભલામણ કરવામાં આવતી તે માત્ર પાક ઉત્પાદનલક્ષી હતી, નહી કે જમીન પૃથ્થકરણ આધારિત. તેમજ અગાઉના પૃથ્થકરણ ઉપરથી ફળદ્રુપતાના જે નકશા તૈયાર કરવામાં આવ્યા હતા તેમાં દરેક ખેડૂતને ખાતરની ચોક્ક્સ ભલામણ કરી શકાય નહી. પરંતુ હવે જમીન સ્વાસ્થ્ય પત્રક યોજના હેઠળ જે પૃથ્થકરણ થશે તેમાં દરેક ખેડૂતના ખેતર સંબધી માહિતી હશે. તેથી જમીન પૃથ્થકરણ આધારિત ભલામણ કરવામાં આવે તો ખેતી ખર્ચ ઘટશે, પાક ઉત્પાદન વધશે સાથે સાથે જમીન ટકાઉ બનશે કારણ કે આ આખો અભિગમ સંકલિત હશે.

જમીન સ્વાસ્થ્ય પત્રકના ફાયદાઓ.

૧. ખેડૂતોને પાક માટે ખાતરોની યોગ્ય ભલામણ જમીન પૃથ્થકરણને આધારે કરશે.

૨. ખેડૂતો માત્ર યુરીયા કે ડી.એ.પી વાપરે છે જેથી બીજા તત્વોનું પ્રમાણ ઘટે છે.

૩. સંકલિત ખાતર વ્યવસ્થા કરવાથી જમીન માંથી સેંદ્રીય તત્વોનો થતો ઘટાડો અટકાવી શકાય.

૪. જમીન સ્વાસ્થ્ય પત્રક યોજનાથી વધુ પડતું ખાતરનો ઉપયોગ નિયત્રિંત કરી શકાય છે. જેથી ખેતી ખર્ચ બચાવી શકાય છે. સાથે સાથે વધુ પડતો ખાતરોના ઉપયોગથી જમીનની ઉત્પાદકતા પર માઠી અસર થાય છે.

૫. ‘ઈ’ ડેટા બેન્ક થી વહીવટર્કતા તથા તજજ્ઞો જમીનમાં જમા ઉપાડ તથા તત્વો ઉપર નજર રાખી શક્શે. જેમકે વધુ પડતા નહેરના ઉપયોગથી જમીન ખારી બને છે. તેજ પ્રમાણે તેજાબ પેદા કરતા ખાતરો/એસિડ વરસાદથી જમીનની પ્રતિક્રીયા ઘટે છે. જે ‘ઈ’ ડેટાબેન્કથી જાણી શકાય છે.

૬. જસત/ગંધક કે લોહ જેવા તત્વોનું પેકેજ આપવા માટે ચોક્ક્સ ખેડુતોનું ગૃપ પસંદ કરી શકાય.

૭. ચોક્કસ પાક પધ્ધતિ માટે ચોક્ક્સ ભલામણ કરી શકાય. જેથી ખાતરની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે.

૮. જમીન સ્વાસ્થ્ય પત્રક આપવાથી જમીન પૃથ્થકરણ આધારીત ભલામણો ખેતી વિષયક વિસ્તરણ સેવાઓનો અખંડ ભાગ બનશે.

જમીન સ્વાસ્થય પત્રકની ઉપયોગીતા:-

                        જમીન સ્વાસ્થ્ય પત્રક કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વ્યકતિગત ખેડુત માટેના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમની સાથે સાથે ગામ તેમજ તાલુકાના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમનો સમાવેશ કરી મોડેલ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. આ એકશન પ્લાનમાં રાજયના તમામ ગામોની ખેતીની જમીનની ચકાસણીની વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેના આધારે જમીનમાં કયા પોષકતત્વો કેટલા પ્રમાણમાં આવેલા છે અને લેવામાં આવનાર પાકો માટે કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે નક્કી કરી તે મુજબ ખાતરના વપરાશ અંગે ખેડુતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જેને પરિણામે ખાતરનો બિનજરૂરી વપરાશ ઘટાડી શકાય છે અને ખેતી ખર્ચ ઘટતાં એકમ વિસ્તારમાંથી વધારે નફો થાય છે, સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા જળવાઈ રહે છે.

જમીનના પૃથ્થકરણની જરૂરીયાત શા માટે?  

૧. જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મોની માહિતી મેળવવા.

૨. જમીનની ફળદ્રુપતા કક્ષા એટલે કે જમીનની પાકને આવશ્યક પોષકતત્વો પુરા પાડવાની શક્તિ જાણવા.

૩. જમીનમાં આપવામાં આવતાં ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ જાણવા.

૪. પાક પ્રમાણે ખાતરની જરૂરીયાત નક્કી કરી ભલામણનો દર નક્કી કરવા.

૫. જમીનનો પ્રકાર, જમીનના પ્રશ્નો જેવા કે ખારી, ભાસ્મિક કે અમ્લીય હોયતો તે જાણીને તેની સુધારણાના ઉપાય કરવા.

૬. જમીન ધોવાણનું પ્રમાણ જાણીને તેને અટકાવાના ઉપાયો કરવા.

૭. ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કે રાજય કક્ષાએ જમીનની ફળદ્રુપતાના નકશા કરવા.

જમીનના નમુના અંગે ધ્યાનમાં રાખવાની બાબતો:-

૧. જમીનનો નમુનો પાકની કાપણી બાદ અથવા પાકની વાવણી પહેલાં લેવો.

૨. ખાતરનો ખાડો, વાડ, ઝાડ, શેઢો કે પાણીના ઢાળિયા નજીકથી જમીનનો નમુનો લેવો નહી.

૩. ખાતર આપ્યા પછી કે પાણી આપ્યા પછી તરત જ નમુનો લેવો નહી.

૪. બાગાયતી કે ઊંડા મુળવાળા પાકો માટે એકજ જગ્યાએથી ૩ અથવા વધારે ઊંડાઈના અલગ-અલગ નમુના લેવા. ઝાડની ઉપરની ડાળીનો ઘેરાવો પુરો થાય તે જગ્યાએથી નમુનો લેવો.

૫. નમુનો સુકવવા ખાતરવાળી થેલીનો ઉપયોગ કરવો નહી.

૬. નમુનો હંમેશા ખાતરની થેલી, ટ્રેકટરની બેટરી, રાખ કે છાણ વગેરેથી દુર રાખવો.

જમીનનું પૃથ્થકરણ કરવાથી મળતી માહિતી:

            સામાન્ય રીતે જમીન ચકાસણીને પ્રયોગશાળામાં જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરતાં જમીનનો પ્રતિક્રિયા આંક (pH), કુલ દ્રાવ્ય ક્ષારોના ટકા, સેંદ્રિય કાર્બનના ટકા, લભ્ય ફોસ્ફોરસ અને પોટાશની માહિતી મળે છે. જેની વિગત નીચે કોઠામાં જણાવેલ છે.

.નં.

વિગત

પોષક તત્વોની માત્રા

અલ્પ

મધ્યમ

પુરતી

પી.એચ.આંક

૬.૫ થી ઓછો અમ્લીય

૬.૫ થી ૭.૫ સામાન્ય

૭.૫ થી વધુ ભાસ્મિક

કુલ દ્રાવ્ય ક્ષારો (%)

૦.૨ થી ઓછો

૦.૨ થી ૦.૪

૦.૪ થી વધારે

સેન્દ્રિય કાર્બન (%) 

૦.૫ થી ઓછો

૦.૫ થી ૦.૭૫

૦.૭૫ થી વધારે

લભ્ય નાઈટ્રોજન (કિ.ગ્રા.હે.)

૨૫૦ થી ઓછો

૨૫૦ થી ૫૦૦

૫૦૦ થી વધારે

લભ્ય ફોસ્ફરસ (કિ.ગ્રા. હે. )

૨૮ થી ઓછો

૨૮ થી ૫૬

૫૬ થી વધારે

લભ્ય પોટાશ (કિ.ગ્રા.હે.)

૧૪૦ થી ઓછો

૧૪૦ થી ૨૮૦

૨૮૦ થી વધારે

 

જમીનનો નમુનો લેવાની સાચી રીત:

                                જમીનના પૃથ્થકરણ માટે મેળવેલ નમુનો આખા ખેતરની જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. જો જમીનનો નમુનો ખેતરની જમીનનું સાચુ પ્રતિનિધિત્વ ધરાવતો ન હોય તો પૃથ્થકરણ કરેલ નમુનાને આધારે જે તે જમીન માટે ખાતરો તેમજ જમીન સુધારકો માટેની સાચી ભલામણ કરી શકાતી નથી. તેથી જમીનનું પૃથ્થકરણ કરવા જમીનનું સાચુ પ્રતિનિધિત્વ ધરાવતો નમુનો નીચે પ્રમાણે લેવો. 

૧) જમીનના યોગ્ય એકમોની પસંદગી :- ખેતરદીઠ અલગ અલગ નમુનો લેવો. ખેતરની જમીન સરખી હોય તો એક હેક્ટરે પાંચ જગ્યાનો નમુનો પૃથ્થકરણ માટે લો. જો ખેતર પાંચ હેક્ટર કરતાં મોટુ હોય તો નમુનાની સંખ્યા એ પ્રમાણે વધારો. ખેતરનો રંગ, ઢાળ, બંધારણ, પાણીનો નિતાર તથા અગાઉની માવજતની દ્રષ્ટિ તફાવત માલુમ પડતો હોય તો ચિત્ર ૧ મુજબ ખેતરના ભાગ પાડી દરેક ભાગ માટે ૧ નમુનો લેવો. પરંતુ જો ખેતર સમતલ અને સરખું હોય તો ચિત્ર ૧ માં દર્શાવ્યા પ્રમાણે નમુનો લેતા ખેતરમાં ૧૨ થી ૧૪, જગ્યા નક્કી કરી દરેક સ્થળે નિશાનિ કરો પ્રતિનિધિત્વ ધરાવતા ન હોય તેવા સ્થળો જેવા કે જુનો પાળો, ચોમાસામાં પાણી ભરાતું હોય તેવા ખાબોચીયા, રસ્તાથી ૫૦ ફુટ અંદરની જગ્યા, નિંદણનો અથવા ખાતરનો ઢગલો વગેરે જેવા સ્થળો નમુનો લેવા પસંદ કરવા નહિ કારણ કે, આવી જગ્યાએથી જમીનનો નમુનો લઈ મિશ્રણમાં ભેળવવાથી ખેતરની જમીન અને પોષક તત્વોનું સાચું માર્ગદર્શક મળતું નથી તદ્દઉપરાંત જમીનમાં ખાતર આપ્યા બાદ તુરંત નમુનો ન લેવો એનાથી જમીનની ફળદ્રુપતાનો સાચો ખ્યાલ આવી શકશે નહી.

)  યોગ્ય ઉડાઈએથી નમુનો લેવો :- જમીનની ફળદ્રુપતા અથવા સ્થિતિની સામાન્ય ચકાસણી અથવા સલાહ સુચન માટે જે ઉંડાઇ સુધી છોડના મુળીયા પ્રવેશતા હોય ત્યાં સુધીનો નમુનો લેવો જોઇએ. સામાન્ય રીતે જમીનની સપાટીથી ૩૦ સે.મી. ઉંડાઇ સુધીનો નમુનો લેવો જોઇએ. બાગાયતી પાકોનું વાવેતર કરવાનું હોય તે ખેતરમાંથી જુદી- જુદી ઉંડાઇના એટલે કે ૩૦, ૬૦ અને ૯૦ સે. મી .ના ૩(ત્રણ) અલગ અલગ નમુના લેવા.

૩) સુસંગત પધ્ધતિ દ્રારા નમુના મેળવો :- પ્રતિનિધિત્વ ધરાવતો જમીનનો નમુનો લેવા માટે ચિત્ર -૧ માં દર્શાવેલ મુદ્દા ધ્યાનમાં રાખી નમુનો લેવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી. સ્થળની પસંદગી કર્યા બાદ નમુનો લેતા પહેલાં જમીન ઉપર ઉગેલા ઘાસ તથા કચરો સાફ કરીને નમુનો લેવો. નમુનો લેવા માટે જમીન માં ૩૦ સે.મી ઉડો ખાડો અથવા ચિત્ર -૨ માં દર્શાવ્યા પ્રમાણે ‘વી’ આકારની નીક ખોદી, નીકની બાજુથી એક થી બે ઇંચ જાડુ ચકતુ લો. આમ ૩૦ સે.મી. સુધીની ઉંડાઇએથી ખેતરમાં નિશાની કરેલા સ્થાનોએથી નમુનો મેળવી વાસણમાં અથવા જાડા કાગળમાં કે સારા કપડા પર ભેગા કરો. ખેડેલી જમીનમાંથી નમુનો લેવા સહેલા પડે છે.

) પૃથકકરણ માટે યોગ્ય કાળજીની જરુર :- જમીનમાં ઢેંફા વગેરે હોય તો ભાંગી ચિત્ર - ૪ પ્રમાણે માટીનું બરાબર મિશ્રણ કરો. ચિત્ર-૪ માં દર્શાવ્યા પ્રમાણે ચતુર્થ પધ્ધતિથી નમુનાને બરાબર મિશ્રણ કરી તેના ચાર ભાગ પાડો અને બે સામ સામા ભાગોને છોડી દઈ બાકીના બે ભાગ લઇ લો. આશરે ૫૦૦ ગ્રામ જેટલી માટીનો નમુનો રહે ત્યાં સુધી આ પ્રમાણે કરતા રહી જરુરી માત્રામાં માટીનો નમુનો કોથળીમાં ભરો. પૃથકકરણ માટે માટીનો નમુનો ભીનો હોય તો છાંયામાં સુકવી તૈયાર કરવો. 

) નમુનાનું યોગ્ય પેકીંગ: નમુનો પ્રથમ કાગળની અથવા પ્લાસ્ટીકની થેલીમાં ભરી, પછી તેને કાપડની થેલીમાં પેક કરો. જો નમુનો ફકત કાપડની થેલીમાં પેક કરવાનો હોય તો, થેલી માટે ઘટ્ટ કાપડનો ઉપયોગ કરો. નહીતર કાપડના સુક્ષ્મ છિદ્રોમાંથી માટીના સુક્ષ્મ રજકણો બહાર નીકળી જશે. જમીનના નમુના ભરવા માટે ખાતરની થેલીઓ વાપરવી નહી.       

આ પણ વાંચો:નિંદણને કમજોર કરવાની ભૂલ ક્યારેય ન કરશો

શ્રી. એમ. પી. ચૌધરી, શ્રી. પુષ્પરાજ સિંહ, અને ર્ડા. આર. એલ. મીના

કૃષિ મહાવિદ્યાલય, થરાદઅને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ

સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી, થરાદ

E-mail:-mpcnau@gmail.com

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More