Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

તલ: સ્વાસ્થ્ય અને મુલ્યવર્ધન માટેનો ઉત્તમ પાક

તલ વિશ્વમાં એક મહત્વપૂર્ણ અને સૌથી જૂના ઉગાડવામાં આવતા તેલીબિયાં પાકોમાંથી એક છે અને તેને ‘તેલીબિયાં પાકોની રાણી’ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં તલના કુલ ઉત્પાદનના ૭૦ ટકા તલનો ઉપયોગ તેલ અને ખાવામાં થાય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Sesame
Sesame

તલ વિશ્વમાં એક મહત્વપૂર્ણ અને સૌથી જૂના ઉગાડવામાં આવતા તેલીબિયાં પાકોમાંથી એક છે અને તેને ‘તેલીબિયાં પાકોની રાણી’ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં તલના કુલ ઉત્પાદનના ૭૦ ટકા તલનો ઉપયોગ તેલ અને ખાવામાં થાય છે. તલ અલગ અલગ નામથી ઓળખાય છે જેમ કે અંગ્રેજીમાં તેને સેસમી અથવા ગિંગલી, ભારતમાં તીલ, આયુર્વેદમાં તે સ્નેહફલા તરીકે પણ ઓળખાય છે. તલનું મૂળ ઉદગમસ્થાન દક્ષિણ આફ્રિકામાં છે અને ત્યારબાદ સિંધુ ખીણની સંસ્કૃતિથી સ્થાનાંતર કરનારાઓએ તેને ભારતમાં લાવ્યા હતા. તે વૈજ્ઞાનિક ભાષામાં સેસમમ ઈન્ડીકમ એલ. તરીકે ઓળખાય છે.

તલનું સૌથી મોટું ઉત્પાદક ભારત છે. તલના બીજ તેની વિવિધતાને આધારે અલગ અલગ રંગોના હોય છે, જેમ કે લાલ, સફેદ, કાળો, પીળો, તલના બીજ ઊંચા પોષણ મૂલ્ય ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને મધ્ય પૂર્વીય દેશોમાં સંખ્યાબંધ વાનગીઓ બનાવવામાં  તેનો ઉપયોગ થાય છે. તલના બીજમાં ૫૫% જેટલું તેલ હોય છે. માર્જરીન, સાબુ, ફાર્માસ્યુટિકલ્સ, પેઈન્ટ અને લ્યુબ્રીકન્ટસના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે. તલના નિષ્કર્ષણ પછી બાકીના વધેલા અવશેષનો પશુ આહાર/ ખોળ તરીકે ઉપયોગ થાય છે.

વૈશ્વિક સ્તરે તલનું ઉત્પાદન:

        વિશ્વમાં તલનું કુલ વાર્ષિક ઉત્પાદન ૩૦ લાખ ટન જેટલું છે. વિશ્વના કુલ તલ ઉત્પાદનમાં ભારત, ચીન, નાઈજીરિયા, મ્યાનમાર, અને તન્ઝાંનિયા જેવા દેશોનું મુખ્ય યોગદાન છે.

        આપણાં દેશમાં વાર્ષિક ૨૬.૬૭ મિલિયન હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર થાય છે અને ૩૦.૦૬ મિલિયન ટન વાર્ષિક તલનું  ઉત્પાદન થાય છે. ભારત વાર્ષિક સરેરાશ ૭૫૧ મેટ્રિક ટન જેટલુ તલનું ઉત્પાદન કરે છે. આપણાં દેશમાં તલના ઓછા ઉત્પાદનના મુખ્ય કારણોમાં વરસાદ આધારિત ખેતી, સીમાંત ખેડૂતો પાસે પૂરતી વ્યવસ્થા તથા  ઈનપુટનો અભાવ છે. જો કે સુધારેલી જાતો અને કૃષિની અવનવી તકનીકો કે જે દેશના અલગ અલગ પરિસ્થિતિમાં પણ સારું ઉત્પાદન આપવા માટે સક્ષમ છે. દેશમાં લગભગ મોટા ભાગના વિસ્તારમાં  તલનો પાક લેવામાં આવે છે. દેશમાં ૮૫% થી વધુ તલનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરતરપ્રદેશ, આંધ્રપ્રદેશ, અને તેલંગાણા જેવા રાજ્યોમાંથી થાય છે.

રોજિંદા વ્યવહારમાં તલનું મહત્વ:

બીજ: તલના બીજનો ઉપયોગ વિવિધ ખોરાક અને નાસ્તાની તૈયારી તેમજ સલાડ ડ્રેસિંગમાં થાય છે.

તેલ: અન્ય તેલીબિયાં પાકોની સરખામણીમાં તલના બીજમાં ૫૦% અને તેથી વધુ તેલ હોય છે. તેના અનેક ગુણોમાંથી એક ગુણ સ્થિરતા અને રોગ પ્રતિકારકતાનો છે તથા તલનું તેલ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.

ભોજન: તલના બીજ પ્રોટીનથી સમૃદ્ધ હોય છે જે આશરે તેના વજનના ૨૫% પ્રોટીન ધરાવે છે. તલનો ઉપયોગ સામાન્ય રીતે વિશ્વભરમાં રસોઈમાં એક મહત્વપૂર્ણ ઘટક તરીકે થાય છે. તલમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળુ ખાદ્ય તેલ મળે છે. તલનું તેલ રંગહીન અને ગંધહીન હોય છે તેમજ તે વાનસ્પતિક તેલની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

તલમાં મૂલ્ય વૃદ્ધિના ફાયદા:

  • ઉચ્ચ ગુણવત્તાવાળી પેદાશો મળે છે.
  • વધુ આર્થિક વળતર મળે છે.
  • કાપણી પછી થતું નુકશાન અટકાવી શકાય છે.
  • પેદાશોની સંગ્રહ શકિતમાં વધારો થાય છે.
  • પેદાશો વધુ પોષણક્ષમ, સ્વાદિષ્ટ તથા આકર્ષક બને છે.
  • મૂલ્યવર્ધક યુનિટો (કૃષિ ઉધોગો) દ્વારા માનવ રોજગારીની તકો વધારી શકાય છે.
  • વિવિધ બનાવટોનો નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ શકાય છે.
  • ખેડૂતોને તેઓની મૂલ્યવર્ધિત પેદાશોના વધારે ભાવ મળવાથી ગ્રામ્ય સ્તરે સામાજીક અને આર્થિક ધોરણો સુધારી શકાય છે.

તલની વિવિધ મૂલ્ય વર્ધિત બનાવટો:

  • તલની ચિક્કી ઘીમાં ખાંડ કે ગોળનો પાયો કરી તલ નાંખીને થાળીમાં કાઢી લઈને કકડા કરવામાં આવે છે.
  • મહારાષ્ટ્રમાં તલની ચિક્કી તલ, કોપરા તથા સાકરની ચાસણીમાંથી બનાવવામાં આવે છે. સહેજ ઘીમાં કે પાણીમાં ગોળ કે ખાંડની ચાસણી કરીને તલ, કોપરાં અથવા સીંગના ટુકડા નાંખીને બનાવવામાં આવે છે. તે લોનાવાલાની ચિક્કી તરીકે પણ પ્રખ્યાત છે.
  • ગુજરાતનું તેમાંય ખાસ કરીને કાઠિયાવાડના તલનું કચ્ચરિયું ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. જેમાં તલને પીસી ખારેક, ગોળ, સૂંઠ પાઉડર, એલચી વગેરેનું મિશ્રણ કરવામાં આવે છે.
  • તલનો ખોળ નીકળે તે પહેલાનાં તલમાં જે થોડુંક તેલ રહી ગયું હોય તેવા તલમાં સાકર ભેળવીને ખાવાથી શરીર તંદુરસ્ત બની રહે છે.
  • રાજકોટના તલ અને સીંગની ચિક્કી ખૂબ જ વખણાય છે તથા કરોડોનો વેપાર થાય છે.
  • બિકાનેરના તલનાં પાપડ- સફેદ બિકાનેરી તલના પાપડથી કોણ અજાણ છે? તલના એક એક દાણાને અલગ તારવી શકાય એ રીતે સાકરની ચાસણી કરી વણીને તૈયાર કરવામાં આવે છે.

શારીરિક સ્વાસ્થ્યમાં તલના ફાયદા:

  • તલ પ્રોટીનનો સ્ત્રોત છે.
  • તલના બીજ ડાયાબિટીસ થતાં અટકાવવામાં મદદ કરે છે.
  • તલના બીજ બ્લડ પ્રેશર તથા કોલેસ્ટોરેલ ઘટાડવામાં મદદ કરે

છે.

  • તલના બીજ કરચલીઓ પડતાં અટકાવે છે.
  • તલના બીજ હાડકાની મજબૂતી માટે તેમજ ઓસ્ટીયોપોરોસિસ

        નામનાં હાડકાના રોગથી બચાવે છે.

  • તલ સાંકળી તથા ચીક્કીથી બાળકો હૃષ્ટપૃષ્ટ બને છે.
  • શિયળામાં તલ અને ગોળનું સેવન કરવાથી શરીરની

       કાર્યક્ષમતામાં વધારો થાય છે.

  • તલના તેલના કોગળા કરવાથી દાંત પણ મજબૂત બને છે.
  • તલના તેલની માલિશ કરવાથી શરીરની વધારાની ચરબી દૂર

થઈને શરીર સ્ફુર્તિવાળું      બને છે તથા સાંધાનો દુ:ખાવો પણ દૂર થાય છે.

  • તલનું તેલ અંત:સ્ત્રાવોની તરલતા તથા ચિકાશને જાળવવામાં

મદદરૂપ બને છે જે શુષ્ક ત્વચાને મુલાયમ બનાવે છે. તલને ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. કાળા તલને રાત્રે બાળકને ખવડાવવાથી રાત્રે તે પથારીમાં પેશાબ કરતા નથી.

  • તલનો જુનો ખોળ ગાયના મૂત્રમાં ઠાલવી એનો લેપ મોં ઉપર

        કરવાથી યુવાનીમાં થતાં ખીલ દૂર થાય છે.

  • ફિક્કી ચામડી ચમકતી કરવા તલના તેલને સહેજ ગરમ કરી

રોજ માલિશ કરવી, નાના   બાળકના કાન સણકા મારતા હોય તો તલનાં તેલમાં લસણની કળી નાંખી તેલને ગરમ    કરી કકડાવી ઠરે એટલે કાનમાં ટીપાં નાખવાથી સણકા બંધ થાય છે.

  • કેડના સાંધાના દુ:ખાવા માટે તલના તેલમાં સહેજ હિંગ કે સૂંઠ

નાંખવી અને માલિશ         કરવી. શરદી માટે મરી કે અજમો નાખી ગરમ કરેલું તેલ સૂંઘવું કે નાકમાં ટીપાં નાખવાં.

  • દરરોજ સવારનાં નરણાં કોઠે ચાર તોલો કાળા તલ ખાવા, થોડાક

થોડાક ખાવા. તલ    મોમાં લઈને બારિક ચાવીને જ એકરસ થાય પછી ગળામાં નીચે ઉતારવા. ત્યાર   બાદ ઠંડુ પાણી પીવું. બે કલાક       સુધી કશું ખાવું નહીં. આ પ્રયોગથી દાંત મજબૂત અને શરીર તેજસ્વી બને છે. બહેનો પણ આ પ્રયોગ કરશે તો શરીર કાન્તિમય તેજસ્વી        લાગશે. તેમ જ વાળ ઉતરતા અટકશે.

  • યુરોપમાં જેને ઓલિવ ઓઈલ કહીએ તેવું જ ભારતનું તલનું

તેલ. ચાલો ત્યારે તલ માટે મરાઠીમાં વપરાતી ઉક્તિ 'તિલ ગુડ ખાવા ગોડ ગોડ બોલા' (તલ-ગોળ ખાવ અને       મીઠું મીઠું બોલો) નો અમલ કરીએ.

આ પણ વાંચો:આદુ પાવડરનો છંટકાવ, આદુ પાવડર કેવી રીતે તૈયાર કરવો તેની સમગ્ર પ્રક્રિયાને જાણો

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More