Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

જંતુનાશક દવાઓનાં ઉપયોગમાં સાવચેતી

કૃષિ ક્ષેત્રે જંતુનાશક, ફૂગનાશક અને નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કૃષિ ઉત્પાદનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયેલ છે. ખેતીપાકો, શાકભાજી, બાગાયત વગેરે માંથી કયું એવું ક્ષેત્ર છે કે જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. તેથી કૃષિ ક્ષેત્રે વપરાતા જંતુનાશકોના ઉપયોગ સમયે ધ્યાનમાં રાખવા જેવી વાતો તેમજ સાવચેતીઓ તરફ વધારે લક્ષ્ય આપવાની આવશ્યકતા છે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
pesticides
pesticides

કૃષિ ક્ષેત્રે જંતુનાશક, ફૂગનાશક અને નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કૃષિ ઉત્પાદનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયેલ છે. ખેતીપાકો, શાકભાજી, બાગાયત વગેરે માંથી કયું એવું ક્ષેત્ર છે કે જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. તેથી કૃષિ ક્ષેત્રે વપરાતા જંતુનાશકોના ઉપયોગ સમયે ધ્યાનમાં રાખવા જેવી વાતો તેમજ સાવચેતીઓ તરફ વધારે લક્ષ્ય આપવાની આવશ્યકતા છે, જેમ કે જંતુનાશક દવા ખરીદતા પહેલા તેના પેકિંગ પર લખેલી સમય મર્યાદા ચકાસવી જોઈએ. દવાનાં પેકિંગ લખેલી સાવચેતી તેમજ ઉપયોગ કરવાની રીત ને વાંચ્યા બાદ જ તેનો ઉપયોગ કરવો. જંતુનાશક દવાઓને બાળકોની પહોંચથી દુર રાખવી જોઈએ. પાલતું જાનવરો અને ગેરજીમ્મેદાર લોકોથી પણ આ જંતુનાશક દવા દુર રાખવી જોઈએ. માણસ કે પશુઓને ખાવા-પીવાની વસ્તુઓ જંતુનાશક દવાથી દુર રાખવી જોઈએ. કોઇપણ સ્પ્રે-પંપની નોઝલમાંથી શ્વાસ ખેંચી કે ફૂંક મારી સાફ કરવી નહી. જંતુનાશકનાં ઉપયોગ દરમ્યાન હાથપર પ્લાસ્ટિકનાં મોજા પહેરવા જોઈએ. મોઢાંપર અને નાકપર કપડું બાંધવું જોઈએ, તેમજ આંખપર ચશ્માં પહેરવા જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર વ્યક્તિના શરીરપર કોઈપણ પ્રકારની ઈજા કે ઘા ન  હોવા જોઈએ. જંતુનાશક દવાના પેકિંગને ફાડીને કે મોઢામાં નાખીને ન  ખોલવું પરતું તેને ધીમેથી છરી અથવા બ્લેડવડે ખોલવું જોઈએ. દવાનો ઉપયોગ કર્યાબાદ હાથને સાબુથી સરખી રીતે ધોવા જોઈએ. દવાઓના ખાલી પેકિંગનો ફરીથી ઉપયોગ ન  કરવો જોઈએ. ખાલી પેકિંગ સફાઈ બાદ નીકળેલા પાણીને ખુલ્લી જગ્યામાં ખાડો કરીને જમીનમાં નાખવું જોઈએ.

જંતુનાશક દવાનો છંટકાવ કરનાર વ્યક્તિના હાવભાવ પણ જોતા રહેવું જેમ કે તેમના શરીરમાં શ્વાસો-શ્વાસ દ્રારા તથા તેમના શરીર પરના છિદ્રો દ્વારા દવાની કોઈ અસર તો જણાતી નથી. જો અસર જણાય તો વિલંબ ન  કરવો, તરત નજીકના ડૉક્ટર પાસે લઇજવું જોઈએ. દવાનો છંટકાવ કરનાર વ્યક્તિને તાવ કે અન્ય બીમારી ન  હોવી જોઈએ. તે થોડી-થોડી વારે છીંકતો ન  હોવો જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે છંટકાવ કરતી વખતે પવનની દિશામાં છંટકાવ કરવો જોઈએ જેથી જંતુનાશક દવા છંટકાવ કરનાર વ્યક્તિ ઉપર ન પડે અથવા શ્વાસની સાથે તેમના શરીરમાં ન જાય.

જંતુનાશકનો ઉપયોગ કરતા સમયે ખેડૂત મિત્રોએ એ વાત પર ખાસ દયાન આપવું જોઈએ કે આ જંતુનાશક દવાની ભલામણ કરવામાં આવેલ છે કે નહિ. ભલામણ કરવામાં આવેલ દવાનો પૂર્તિ માત્રાથી વધારે માત્રામાં છંટકાવ ભૂલથી પણ ન કરવો જોઈએ. સૌથી સારી વાત કે જે ખેડૂતોના હિત માં છે તે એ છે કે પાક, શાકભાજી, બાગાયત પાકો, ફૂલો વગેરેને લગતી ખેતીને સંબંધિત જુદી-જુદી માહિતી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવેલી છે. કૃષિ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત કૃષિ મેળામાં જઈને અથવા કૃષિ યુનિવર્સીટીના સ્થાનિક સંશોધન કેન્દ્ર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જઈને સંબંધિત પુસ્તિકાઓ મેળવવી જોઈએ અથવા ઈંટરનેટના માધ્યમથી આ પુસ્તિકાઓ મેળવવી, જેથી જરૂરિયાત પડે ત્યારે તેમાં પ્રકાશિત થયેલ માર્ગદર્શનનો લાભ લઇ શકાય. આ ઉપરાંત ખેતીને સંબંધિત માસિક માર્ગદર્શિકાઓ પ્રત્યેક ખેડૂતના ઘરમાં હોવી જોઈએ. અઠવાડિયાના ચોક્કસ દિવસોએ સાર્વજનિક સમાચારપત્રોમાં પણ ખેતીને લગતા લેખો છપાતા રહેતા હોય છે. ખેડૂત મિત્રોને આ વિષે જાણકારી હોવી જોઈએ કે કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા શંકા હોય, તો કોઈપણ પ્રકારના સંકોચ વગર કૃષિ વૈજ્ઞાનિકો તથા કૃષિ તજજ્ઞોને પોતાની સમસ્યા જરૂરથી જણાવવી જોઈએ અને તેમના સલાહ-સૂચનને અનુસરવું જોઈએ. આ પ્રકારના ઉપાયો જ તે મનુષ્યના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ વચ્ચે કાયમ સંતુલન બનાવી રાખવામાં સહાયક થઇ શકે છે અને જંતુનાશકોનાં આડેધડ વપરાશ માંથી આપણને બચાવી શકે છે.

આ પણ વાંચો:શાકભાજી પાકો માં સંકલિત જીવાત વ્યવસ્થાપન

શ્રી હિતેશ એસ. ગોધાણી, શ્રી. વી. સી. ગઢિયા, શ્રી. એસ. એચ. લાખાણી અને ડૉ. કે. પી. બારૈયા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,  જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર – ૩૬૧ ૦૦૬

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More